1. હંમેશા લાલ અને પીળા ધ્વજ વચ્ચે જ તરવું
જ્યારેપણ બીચ પર લાલ અને પીળા રંગના ધ્વજ દેખાય તો તેનો મતલબ છે કે જે - તે બીચ પર જીવનરક્ષા સેવાઓ મોજુદ છે.

Source: Mark Gunter
2. સલામતી માટેની નિશાનીઓ પ્રત્યે ધ્યાન આપવું
બીચ પર મુકેલી બધીજ સુરક્ષાની સાઇન્સ ધ્યાનથી વાંચવી.

Source: waverly council
3. લાઇફગાર્ડ પાસે સલામતીલક્ષી સૂચનો મેળવો
લાઇફગાર્ડ તરીકે સેવા આપનાર વ્યક્તિ બીચ સલામતી અને બીચ પર ની વિવિધ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવાની શ્રેષ્ઠ તાલીમ લીધેલ વ્યક્તિ હોય છે. તેઓ પાસે સલામતીલક્ષી માહિતી મેળવવી સલાહભર્યું છે. 

Source: AAP
4. મિત્રો સાથે તરવું
મિત્રો સાથે તરવા જવાનો ફાયદો એ છે કે એકબીજાનું ધ્યાન રાખી શકાય અને જરૂર પડે મદદ માંગી કે કરી શકાય.

Source: Tricia CC BY 2.0
5. મદદની જરૂર પડે ત્યારે ધીરજ રાખવી અને ધ્યાન આકર્ષવા પ્રયત્ન કરવો
જો આપ બીચ પર તરતા હોવ અને આપને દરિયા કિનારે પરત જવા લાઈફ ગાર્ડની મદદની જરૂર પડે તો, હવામાં હાથ ઊંચો કરી ડાબી - જમણી બાજુ હલાવવો.
અને આ સાથે ખાસ યાદ રાખો:

Source: beachsafe.org
6. સ્લીપ, સ્લોપ, સ્લેપ
ઓસ્ટ્રેલિયન કેન્સર કાઉન્સિલ તરફથી બીચ પર સૂર્યના તાપથી બચવા ખાસ સલાહ અપાઈ રહી છે કે ટી શર્ટ પહેરો, સનસ્ક્રીન લગાડો, અને ટોપી પહેરો.
કેન્સર કાઉન્સિલની વેબસાઈટ પર આ અંગે વધુ માહિતી મેળવી શકાશે. સંસ્થા વડે ચલાવતા અભિયાનનો વિડીયો: