આ રહ્યા ઓસ્ટ્રેલિયાના મહત્વના માર્ગ સલામતી અંગેના નિયમો
આલ્કોહોલના સેવન બાદ વાહન ન ચલાવવું

Source: Pixabay
ઓસ્ટ્રેલિયામાં આલ્કોહોલ સેવન અને વાહનચાલવવા અંગેના કાયદા કડક છે. આ નિયમ અનુસાર પૂર્ણ લાયસન્સ ધારક ચાલક માટે આલ્કોહોલ સેવનની સીમા 0.05 બ્લડ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન છે જયારે શીખનાર કે શરતી લાયસન્સ ધરાવનાર ચાલકોમાટે આ સીમા 0.00 છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલફોનનો ઉપયોગ કે ટેક્સટિંગ કરવું ગેરકાનૂની છે.

Source: (Dark Horse)
વાહન ચલાવતી વખતે કોઈપણરીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં શાળા વિસ્તારમાં જો વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાય તો ચાર ડીમેરિટ પોઈન્ટ્સ અને $397 નો દંડ છે.
જો ટ્રાફિક સિગ્નલ પર ક્રોસ કરતા પહેલા સિગ્નલ પર ધ્યાન રાખવું

Source: traffic lights by AAP Image-Dan Himbrechts
જો ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોય અને ક્રોસ કરવામાં આવે તો ન્યુ સાઉથવેલ્સ અને વિક્ટોરિયા બંને રાજ્યોમાં દંડની જોગવાઈ છે.
થોભોની નિશાની પાસે ઉભા ન રહેવું ગેરકાયદેસર છે.

Source: AAP
થોભોની નિશાની પાસે થોભવાનો અર્થ સંપૂર્ણ રીતે ઉભા રહેવું છે. જો આમ કરવામાં ન આવે તો ન્યૂસાઉથવેલ્સ રાજ્ય માં $282 નો દંડ અને 3 ડીમેરિટ પોઈન્ટ્સ છે જયારે વિક્ટોરિયામાં $298નો દંડ અને 3 ડીમેરિટ પોઇન્ટ છે.
જોરથી હોર્ન વગાડવો કે ગુડબાયનો હાથ દેખાડવો ગેરકાયદેસર છે.

Source: Supplied
વાહનની બારીની બહાર ડોકું કાઢી હોર્ન વગાડવો કે ગૂડબાયનો હાથ લહેરાવવો ગેરકાયદેસર છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં આમ કરવાથી $600 સુધીનો દંડ અને 3 ડીમેરિટ પોઈન્ટ્સની જોગવાઈ છે જયારે વિક્રોટિયામાં $282નો દંડ છે.
ખોળામાં પાલતુ પ્રાણીને રાખી ગાડી ચલાવવું ગેરકાયદેસર છે.

Source: VicRoads via Facebook
ખુલ્લા પગે ગાડી ચલાવી શકાય.

Source: Wikimedia Commons
RMS NSW વડે પૂછતાં પ્રશ્નો સાથે એસ બી એસ ઇટાલિયને તૈયાર કરેલ આ પરીક્ષા દ્વારા આપનું જ્ઞાન ચકાસી શકો છો. (દરેક રાજ્યના નિયમો અલગ છે જેની નોંધ લેવી.