ઓસ્ટ્રેલિયાના સ્વદેશી / મૂળ લોકો વિષે જાણવા જેવી 7 મહત્વની બાબત
આ સમુદાયના લોકો તેઓ જે- તે સ્વદેશી સમુદાયમાં મોટા થયા હોય, તે સમુદાયની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલ હોય છે.

ઓસ્ટ્રેલિયાના મૂળ લોકો અંગે સૌથી મોટું મિથક એ છે કે મોટાભાગના લોકો માને છે કેએબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના લોકો સ્વેતવર્ણનાં એટલેકે ગોરા નથી હોતા.
આ સમુદાયના લોકોની જીવનશૈલીમાં તેમના સાંસ્કૃતિક વરસાની ઝલક જોવા મળે છે. આ બાબત જણાવે છે કે તેઓ કયા સ્વદેશી સમૂહના લોકો છે. આ સાંસ્કૃતિક વારસો એક પેઢીથી બીજી પેઢીને અપાય છે.

એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના લોકોની ખાસિયત એ છે કે તેઓ તેમની ભૂમિ, પરિવાર અને સમુદાય સાથે ખાસ સંબંધ ધરાવે છે
વર્ષ 1901માં જયારે ઓસ્ટ્રેલિયાનું સંઘીય માળખું બન્યું ત્યારે તેઓને નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો.

સાઈઠના દાયકાના અંત સુધી ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના લોકોને મતાધિકાર આપવામાં નહોતો આવ્યો કે તેમને કોઈ સામાજિક લાભના ભથ્થા આપવામાં આવતા
એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડરના કોન્સેપટને સમજવા "ડ્રિમિંગ " કે "ડ્રિમટાઈમ " અંગ્રેજી શબ્દો છે

ડ્રિમિંગ એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના આધ્યાત્મિક સાર અને આપણી આસપાસ અને તેથી આગળની બાબતો સૂચવે છે. ડ્રિમિંગ કથાઓ ક્યારેય પુરાણી નથી થતી, અને આપણને જીવનના વિવિધ પાસા અંગે સૂચવે છે. – ShareOurPride
એબોરિજિનલ સમુદાયના લોકો ક્યાંથી આવ્યા અને તેમની ઓળખ ભાષા પરથી કરી શકાય

જયારે યુરોપિયનનું અહીં આગમન થયું ત્યારે 270 જેટલી વિવિધ ભાષાઓ અને વિવિધ સાંસ્કૃતિક પ્રેક્ટિસ અમલમાં હતી. વર્તમાન સમયની વાત કરીએ તો આજે 145 જેટલી ભાષાઓ જીવંત છે અને 18 જેટલી ભાષાઓ ઓસ્ટ્રેલિયાભરના એબોરિજિનલ અને ટેરેસ ટ્રેઇટ આઇલેંડર લોકોમાં પ્રચલિત છે
એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો તેમની વંશીય લાઈન, પોતાના કબીલા અને ભાષા સમૂહો સાથે જોડાયેલા હોય છે.

પ્રોફેસર મિક ડોબ્સન AM ના અનુસાર - જયારે અમે દેશની વાત કરીએ તો તેનો અર્થ માતૃભૂમિ, અથવા ટ્રાઈબ અથવા કબીલાનો વિસ્તાર હોઈ શકે , એટલેકે અમે નકશા પરના ફક્ત એક સ્થાન કરતા વધુની વાત કરતા હોઈએ તેવું બની શકે.
એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો દ્વારા ભૂમિ સંસાધનોના ઉપયોગ અને બચાવ માટે પ્રભાવી પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી

કૈસાન્દ્રા લોટન ગુંગારી મહિલા (SW Qld) અનુસાર - વિવિધ સામુદાયિક જૂથોના ભૂમિ પર નિવાસ કરવાના અને તેને મેનેજ કરવાના અધિકારો વિષે સ્પષ્ટ રીતે કલા, કથાઓ, ગીતો અને ડાન્સ દ્વારા જાણવામાં આવ્યું છે. " હું એ માન્યતા સાથે મોટી થઇ છું કે આપણો ભૂમિ સાથે ખાસ સંબંધ છે. આ ભૂમિ આપણી છે અને આપણે આ ભૂમિના."

