આજથી લગભગ 50,000 વર્ષ જૂની વિશ્વની સભ્યતા ઓસ્ટ્રેલિયાના મૂળવતનીઓની હતી. આ વિગતો હાલમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદોએ કરેલ એક વંશીય અભ્યાસ દરમિયાન બહાર આવી છે.
આમ છતાંય ઓસ્ટ્રલિયાના મૂળ વતનીઓ વિષે સામાન્ય ઓસ્ટ્રેલિયાનો પાસે ખુબ ઓછી માહિતી છે. તેઓ તેમના ઇતિહાસ,તેમની ભાષા, તેમની સંસ્કૃતિથી અજાણ છે. વર્ષ 2014 માં જાહેર થયેલ ઓસ્ટ્રેલિયન રીકન્સીલિએશનના માપદંડ પ્રમાણે માત્ર 30 ટાકા લોકો જ એબોરિજિનલ અને ટોરીસ સ્ટ્રેઇટ આઇલેંડરની સંસ્કૃતિ અને ઇતિહાસ અંગે જાણે છે.
વર્ષ 1788માં લાગુ થયેલ યુરોપિયન સેટલમેન્ટના પરિણામે આ મૂળ વતનીઓ પ્રત્યે ભેદભાવની નીતિ અમલમાં આવી. તેમને તેમના પારંપરિક હક્કોથી, નાગરિક હક્કોથી તેમની પરંપરા, સંસ્કૃતિ અને ભાષાથી દૂર થયા.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ સમુદાયો અંગે જાણવા જેવી મહત્વની બાબતો :
વ્યક્તિની ઓળખ તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે

ઓસ્ટ્રેલિયાના મૂળવતની સમુદાય અંગે સૌથી મોટી ગેરમાન્યતા છે કે તેઓ ગૌરવર્ણના ન હોઈ શકે. Read more.
વ્યક્તિની જીવન જીવવાની રીત સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિબીંબ છે અને આ રીત રિવાજો પેઢી દર પેઢી હસ્તાંતરિત થાય છે.

એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયોની ખાસ લાક્ષણિકતા છે કે તેઓ પોતાના પરિવાર, સમુદાય અને જમીન (સ્થળ) સાથે વિશેષ જોડાણ ધરાવે છે. Read more.
વર્ષ 1901માં સંઘીય રચના હેઠળ એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડરને નાગરિકત્વ નહોતું આપવામાં આવ્યું .

1960ના દાયકાના અંત ભાગ સુધી એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના લોકોને મત આપવાનો કે સામાજિક લાભો મેળવવાનો અધિકાર નહોતો આપવામાં આવ્યો. Read more.
"સપના " કે " સપનાનો સમય" એ સમૃદ્ધ એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના અભિગમને વ્યક્ત કરે છે.

એબોરિજિનલ નાગરિકો "driminga" (ડ્રીમ્સ) પૌરાણિક ભૂતકાળ નથી પણ આધ્યાત્મિક સાર છે. જે સદાય અસ્તિત્વ ધરાવે છે.
એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડરની ભાષા તેઓ કોણ છે અને ક્યાંથી આવે છે તેનો સંકેત આપે છે.

યુરોપિયન લોકોના આગમન સમયે 270 જેટલી મૂળ ભાષાઓ બોલાતી જેમાંથી હવે 145 જીવિત છે. 18 જેટલી ભાષાઓ હજુ પણ રોજિંદા વ્યવહારમાં વપરાય છે. Read more here.
ઓસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ એકબીજા સાથે વારસાગત પેઢીને અનુસરીને ,ગોત્ર અને ભાષા થી સંકળાયેલા રહે છે.

એબોરિજિનલ કે ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો સંકુચિત નહિ વિસ્તૃત માન્યતા ધરાવે છે તેમના માટે જગ્યા એ એક સ્થળ નંહિ પણ ફલક છે.
એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો જમીનના સંસાધનોને ટકાવી રાખવાના અસરકારક ઉપાયો જાણે છે.

આ સમુદાયોના જમીન સાથેના ખાસ જોડાણ ને લીધે તેઓ તેના સંરક્ષણના અસરકારક ઉપાયો જાણે છે.

