નિયમિત તબીબી તાપસ કરાવવા માટેના મહત્વના કારણો
1. સંપૂર્ણ સ્વાસ્થ્યની જાળવણી માટે
જ્યારે પણ વ્યક્તિ ડોક્ટર પાસે તબીબી તાપસ માટે જાય છે, ત્યારે ડોક્ટર વ્યક્તિની, વ્યક્તિના પરિવારની સ્વાસ્થ્ય સંબંધી વિગતો -ઇતિહાસ વિષે, વ્યક્તિની લાઈફસ્ટાઇલ વિષે પ્રશ્નો પૂછી શકે છે. ડોક્ટર સામાન્ય હેલ્થ ચેક કરાવવાની ભલામણ કરી શકે છે જેમાં લોહી, યુરિન ,રોશની અને સાંભળવાની ક્ષમતાની તપાસ સામેલ છે.
A stethoscope in the shape of a normal EKG graph

2. ડાયાબિટીસ (મધુમેહ)ની તાપસ માટે
ઓસ્ટ્રેલિયામાં દરરોજ લગભગ 280 જેટલા લોકો મધુમેહ(diabetes) નો ભોગ બને છે. મધુમેહની તાપસ વ્યક્તિના લોહીમાં રહેલ સુગરની તાપસ કરે છે. સુગરની લોહીમાં રહેલ માત્રાના આધારે લોહીમાં રહેલ ગ્લુકોઝનું પ્રમાણ જાણવામાં આવે છે.
આ વિષય પર વિગતે માહિતી મેળવવા મુલાકાત લ્યો -Possible link between antibiotics and type-2 diabetes
African woman using diabetes test kit

3. કોલેસ્ટ્રોલની તાપસ માટે
ધ હાર્ટ ફાઉન્ડેશન (The Heart Foundation) જણાવે છે કે વ્યક્તિનું કોલેસ્ટ્રોલ લેવલ મેનેજ કરવું ખુબ જ મહત્વનું છે.
Cholesterol test

4. બ્લડ પ્રેશનની તાપસ માટે
લાંબા સમય સુધી લોહીનું ઊંચું દબાણ - હાઈ બ્લડપ્રેશર વિવિધ હડર રોગ થવાનું એક મહત્વનું કારણ છે. દર છ મહિને બ્લડ પ્રેશર(blood pressure)ની તાપસ કરાવવી જોઈએ. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmથી ઓછું હોવું જોઈએ.

5. વ્યક્તિના શરીરની BMIની મુલવણી માટે
ઓસ્ટ્રેલિયાના બે તૃતીયાંશ લોકો વધુ પડતું વજન ધરાવે છે અથવા સ્થૂળ છે. ડોક્ટર વ્યક્તિની બોડી માસ ઇન્ડેક્સની મુલવણી કરીને જણાવી શકે છે કે વ્યક્તિનું વજન ઓછું છે, યોગ્ય છે, વધુ પડતું છે કે સ્થૂળતા છે. બોડી માસ ઇન્ડેક્સ વડે વ્યક્તિની ઊંચાઈ સાથે તેના વજનની તુલના કરવા માં આવે છે. 

6. હ્ર્દયની સક્રિયતા જાણવા
ઈ સી જી (Electrocardiogram) એ સામાન્ય તાપસ છે જેના વડે હડર દ્વારા ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ પ્રવૃતિઓ જાણવામાં આવે છે. ડોક્ટર હ્ર્દયની અસાધારણ ગતિવિધિ અંગે જાણવા ઈ સી જી તાપસ માટે ભલામણ કરી શકે છે.
આ વિષય પર વિગતે માહિતી મેળવવા મુલાકાત લ્યો - Migrants targetted in healthy heart message
Close-up of an ECG report

7. રસીકરણ માટે
એક અંદાજ મુજબ રસીકરણના કારણે દર વર્ષે વિશ્વભરમાં ત્રીસ લાખ લોકોની જિંદગી બચાવી શકાય છે. રસીકરણ એ સરળ, સુરક્ષિત અને અસરકારક રસ્તો છે જેનાથી બાળકો - પુખ્તવય ની વ્યક્તિને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપી શકાય છે.
8. ત્વચાની ચકાસણી માટે
ધ કેન્સર કાઉન્સિલ (The Cancer Council)નું કહેવું છે કે 70 વર્ષની ઉંમર સુધી પહોંચતા દર ત્રણ માંથી બે વ્યક્તિ ચામડીના કેન્સરનો ભોગ બને છે. આ રોગ સામે રક્ષણ માટે ડોક્ટર આપણી ચામડીની તપાસ કરશે જે ભવિષ્યમાં ચામડીના કેન્સરને જન્મ આપી શકે.
Dermatologist examining patient for signs of skin cancer

9. માનસિક સ્વાસ્થ્ય માટે
બિયોન્ડ બ્લુ (Beyond Blue) સંસ્થાનું કહેવું છે કે ત્રીસ લાખ ઓસ્ટ્રેલિયાનો ડિપ્રેશન કે ચિંતાની બીમારીથી પીડાય છે. આ અંગે માહિતી કે મદદ મેળવવા માટે ડોક્ટર (જી પી) પ્રથમ પગથિયું બની શકે છે.
