આપના માટે જરૂરી ચાઈલ્ડ કેરને લગતી માહિતી
લોન્ગ ડે કેર અથવા આખા દિવસ માટેનું સંભાળ કેન્દ્ર

Source: WikiCommons
આખા દિવસની ચાઈલ્ડ કેરની સુવિધા બાલમંદિરે જતા બાળકોની ઉંમરના વાલીઓ માટે સૌથી પહેલી પસંદગી છે. કેમકે આ સુવિધા સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. બાળકને ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ માટે આ સુવિધા માં દાખલ કરી શકાય. આ પ્રકારની સેવા પુરી પાડતા કેન્દ્રો મોટાભાગે પ્રતિ દિવસ માટે ચાર્જ કરે છે.
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેમિલી સ્ટડીઝ મુજબ વર્ષ 2011 માં 2થી 3 વર્ષના 45% બાળકો આ પ્રકારની સેવામાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફેમિલી ડે કેર

Source: WikiCommons
ફેમિલી ડે કેર એટલે બાલ સંભાળ કેન્દ્રના બદલે એજ્યુકેટર્સના ઘેર આપવામાં આવતી સેવા. આ સેવામાં ઘરેલુ વાતાવરણનો અનુભવ થાય છે. આ સેવાના કલાકો ઓછા હોય છે અને આ સેવા માટે કલાક દીઠ ચુકવણી કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન સંખ્યયકી બ્યુરો ના જણાવ્યા મુજબ 2.5 % ઓસ્ટ્રેલિયન બાળકોએ વર્ષ 2014માં આ સેવાનો લાભ લીધો હતો.
બાલવાડી કે બાલમંદિર

Source: WikiCommons
આ સેવા બાલમંદિર જેવી સગવડ સાથે ત્રણ થી પાંચ વર્ષના બાળકોને શિક્ષા આપવાનું કામ પણ કરે છે. Preschools NSW નું સૂચન છે કે આ બાળક સંપૂર્ણ રીતે શાળાનો અભ્યાસ શરુ કરે તેના બે વર્ષ પહેલા આ સેવા લેવી જોઈએ. મોટાભાગની સેવાઓ શાળાના સત્ર દરમિયાન સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીની છે.
શાળાના સમય સિવાયની કેર

Source: WikiCommons
મોટાભાગે આ સેવાઓ શાળા સાથે જોડાયેલ છે. આ સેવાઓ થોડા મોટા બાળકો માટે છે- આ બાળકો શાળાએ જાય છે અને તેમને શાળાના સમય પહેલા અને પછી અથવા શાળાની રજાઓ દરમિયાન સંભાળની જરૂર છે.
પ્રાસંગિક કેર

Source: WikiCommons
આ પ્રકાની સેવાઓ નજીકના સેવાકેન્દ્ર કે કમ્યુનિટી સેન્ટર ખાતે વાલીઓની સહકારી સમિતિ દ્વારા પુરી પાડવામાં આવે છે. આ સેવાનો લાભ કોઈપણ બાળક લઇ શકે છે. વધુ માહિતી માટે આપણી સ્થાનિક પરિષદનો સમ્પર્ક સાધી શકાય
ઘરે આપતી કેર

Source: Getty
આ સેવા સરકારી અનુદાન વડે ચલાવવામાં આવે છે. આ સેવા માટે કેટલાક માપદંડ રાખવામાં આવ્યા છે જેમકે વિકલાંગતા સાથેનું બાળક હોવું, દુરાંત ક્ષેત્રમાં રહેવાસ હોવો, ત્રણ કે વધુ બાળકો શાળાએ જવાની ઉંમર કરતા નાના હોવા વગેરે.
અનૌપચારિક કેર

Source: Pixabay
આ પ્રકારની સેવા મોટાભાગે દાદા-દાદી , સંબંધીઓ , મિત્રો, પાડોશીઓ કે નેની વડે પુરી પાડવામાં આવે છે. દા. ત જો કોઈ વ્યક્તિ દાદા- દાદી હોય , પેંશન મેળવતી હોય અને તેમના પૌત્ર કે પૌત્રીની સંભાળ રાખવાની પ્રાથમિક જવાબદારી તેમના પર હોય તો તેઓ ગ્રાન્ડપેરેન્ટ ચાઈલ્ડ કેર બેનિફિટ માટે પાત્રતા ધરાવે છે. www.humanservices.gov.au
ચાઈલ્ડ કેરની સાથે જોડાયેલ ખર્ચ વિષે
ઓસ્ટ્રેલિયન સરકાર વડે પાત્રતા ધરાવતા પરિવારોને ચાઈલ્ડ કેર સહાય પુરી આપવામાં આવે છે. આ માટે સેન્ટરલિંક સાથે રજીસ્ટર કરવાનું હોય છે અને રજીસ્ટર થયેલ ચાઈલ્ડ કેર સેવા લેવાની હોય છે.
આ માટેની કુલ ફીનો અમુક ભાગ ચાઈલ્ડ કેર લાભ થી પૂરો પાડવામાં આવે છે.
ચાઈલ્ડ કેર રિબેટ વડે લગભગ 50% ખર્ચ ને રિએમ્બર્સ કરવામાં આવે છે. દા. ત જો કોઈ લોન્ગ ડે કેર સેવા લેતું હોય, જેની ફી $100 પ્રતિ દિવસ હોય, તો તે વ્યક્તિ ચાઈલ્ડ કેર બેનિફિટ હેઠળ $40 કે $46 કવર કરી શકે છે
Child Care Rebate (CCR) – જો આપ રોજગાર , પ્રશિક્ષણ કે અભ્યાસ માટે સ્વીકૃત ચાઈલ્ડ કેરની સેવા લ્યો છો તો આપને $7500 સુધી - લગભગ 50 ટકા , પ્રતિ વર્ષ પ્રતિ બાળક દીઠ પરત મળી શકે છે.
ચાઈલ્ડ કેર સેવાદાતાની ગુણવત્તા અંગેનું રેટિંગ જાણવા મુલાકાત લ્યો - Australian Children's Education & Care Quality Authority (ACECQA)