નોકરીની શોધ કરી રહેલ બેરોજગારોને આર્થિક દ્રષ્ટિએ મદદરૂપ થાય તેવા કેટલાક વિકલ્પો
ન્યુસ્ટાર્ટ ભથ્થું શું છે?

આ મુખ્ય બેરોજગારી ભથ્થું છે જે કામકાજી આયુવર્ગના લોકોને આપવામાં આવે છે. જોકે આ અંગે કેટલીક શરતો છે જેમકે, વ્યક્તિ ફુલટાઇમ નોકરીની શોધમાં છે તે સાબિત કરવું, જોબ એજન્સી સાથેની એપોન્ટમેન્ટ નિભાવવી અને અન્ય સહમતીથી અમલમાં મુકેલ શરતો.( mutual obligation requirements.)
કેટલો સમય રાહ જોવી રહી?

ન્યુસ્ટાર્ટ ભથ્થા (Newstart Allowance) માટે અરજી કર્યાના 2 અઠવાડિયાથી લઈને 2મહિના સુધીનો લાગે છે. આ બાબત સેન્ટરલિંક (Centrelink.)પર આધાર રાખે છે.
કેટલી આવક થઇ શકે?

વ્યક્તિ અન્યજગ્યાએ કામ કરવાની સાથે પણ ન્યુસ્ટાર્ટ ભથ્થા માટે અરજી કરી શકે છે. દા.ત. જો વ્યક્તિ અઠવાડિયા દીઠ એક શિફ્ટ કામ કરતી હોય તો તેમને 'આંશિક પેમેન્ટ 'મળે છે. વ્યક્તિ ટેક્સ પહેલા દર પખવાડિયે $104 સુધી કમાઈ શકે છે. જો વ્યક્તિની પાક્ષિક આવક $104 થી $254 વચ્ચે હોય તો થતી ચૂકવણીમાં પ્રતિ ડોલર 50 ટકા ઓછા કરી દેવામાં આવશે અને જો વ્યક્તિની આવક પાક્ષિક ધોરણે $254 થી વધુ હોય તો સરકાર તરફથી ચુકવણીનો દર $75 છે સાથે પ્રતિ ડોલર 60ટકાની કપાત છે.
આ માટે કોણ લાયક હોઈ શકે?

ઓસ્ટ્રેલિયામાં બે વર્ષથી વધુ સમયથી વસતા તમામ ઓસ્ટ્રેલિયન આ ભથ્થા માટે પાત્રતા ધરાવે છે. આમ છતાંય આવક અને મિલ્કત (income and assets tests) અંગેની તપાસ અને મ્યુચ્યુઅલ બાધ્યતા (Mutual Obligation Requirements.) આધારિત પાત્રતા નક્કી કરવામાં આવે છે.
વર્ક ફોર ડોલ શું છે?

આ કાર્યક્રમ નોકરી ઇચ્છુકોને આકમો અનુભવ આપવા, તેમના કૈશલને સક્ષમ બનાવવા અને તેમને સમુદાય માટે યોગદાન આપવા પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી બનાવાયેલ છે. આ માટે વ્યક્તિએ મ્યુચ્યુઅલ ઓબ્લિગેશન રિક્વાયરમેન્ટ હેઠળ છ મહિના સુધી ડોલ કાર્યક્મ માટે કામ કરવાનું હોય છે.
જો મ્યુચ્યુઅલ ઓબ્લિગેશન રિક્વાયરમેન્ટ પુરી ન કરી શકાય તો?

વ્યક્તિ જો સહમતી સાથેની શરતોનું પાલન ન કરી શકે તો તેનું ભથ્થું નિલંબિત થશે, પરંતુ જો વ્યક્તિ ફરી જોબ એજન્સી સાથે સંલગ્ન થાય તો તેને ફરી શરુ કરી શકાય છે. અન્ય પ્રકારના બેરોજગાર ભથ્થામાં 16 થી 21 વર્ષની વ્યક્તિમાટે યુથ ભથ્થું (Youth Allowance) અને કોઈપણ પ્રકારની વિકલાંગતાને કારણે રોજગાર ન મેળવી શકનાર 16 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે વિકલાંગતા સહયોગ પેંશન (Disability Support Pension) ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી મેળવવા મુલાકાત લ્યો Department of Human Services.
આપની ભાષામાં મદદ માટે

ભાષાગત સેવા મેળવવા વ્યક્તિ બહુભાષી વિભાગમાં ફોન કરી શકે છે. દ્વિભાષી સેવા અધિકારી થી વાત કરવા સપ્તાહ દરમિયાન સવારે 8 થી સાંજે 5 સુધીમાં 131202 પર ફોન કરી શકાય છે.