ઑસ્ટ્રેલિયામાં ઘણા પ્રકારના પેરેન્ટ વિઝા ઉપલબ્ધ છે, પરંતુ તે મોંઘા છે અથવા તે માટે ખૂબ લાંબી રાહ જોવી પડે છે.
નોન-કોન્ટ્રીબ્યુટરી વિઝા (Non-contributory visas)
આ સૌથી સસ્તો વિકલ્પ છે, મુખ્ય અરજદાર માટે લગભગ $ 6000 અને આશ્રિત જીવનસાથી માટે $ 2000. પરંતુ દર વર્ષે માત્ર મર્યાદિત સંખ્યામાં જ આ વિઝા એનાયત થાય છે, તેથી વિઝા મળતા 30 વર્ષ સુધીનો સમય લાગી શકે છે.
આ વિઝા મેળવવા અરજદારને સ્પોન્સર કરનાર કોઈ સંતાન ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવા જોઈએ, અને બેલેન્સ ઓફ ફેમિલી ટેસ્ટમમાં કુટુંબના કુલ સંતાનો માંથી કમ સે કમ અડધા ઓસ્ટ્રેલિયન રહેવાસી હોવા જોઈએ. તે ઉપરાંત આરોગ્ય પરીક્ષણ અને કેરેક્ટર ટેસ્ટ માંથી પણ પસાર થવું પડે છે
કોન્ટ્રીબ્યુટરી વિઝા (Contributory visas)
કોન્ટ્રીબ્યુટરી વિઝાની પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધે છે (લગભગ બે વર્ષ), પરંતુ આ વિઝા મોંઘા છે.
કાયમી વિઝા માટે, તેની કુલ કિંમત છે વ્યક્તિદીઠ $ 50 000.
આ વિઝા મેળવવા માતાપિતા પાસે સ્પોન્સર હોવું જોઈએ, આરોગ્ય અને પાત્રની જરૂરિયાતોને પૂરી કરવી પડે, બેલેન્સ ઓફ ફેમિલી ટેસ્ટ પાસ કરવો પડે અને વધારામાં સ્પોન્સર કરનાર સંતાને માતા-પિતાને આર્થિક સપોર્ટ આપવાની કાયદાબદ્ધ ખાતરી આપવી પડે.
Read more here. 

Trazer os pais, e avós, para a Austrália é o sonho de milhares de famílias. Source: AAP
નોકરિયાત માતા-પિતા માટે વિઝા
જો માતાપિતા હજી પણ કામ કરે છે, અને ઓસ્ટ્રેલિયા આવી નોકરી કરવા માંગે છે તો તેઓ 173 અથવા 884 અસ્થાયી વિઝા માટે અરજી કરી શકે છે. આ વિઝા નો ખર્ચ છે $ 20,000 થી $ 32 000 , જેમાં મેડિકેરની સુવિધા પણ મળશે અને તેમને બે વર્ષ માટે ઑસ્ટ્રેલિયામાં કામ કરવાની છૂટ મળશે. આ વિઝાને કાયમી બનાવવા વધારાના $ 20 000 ચૂકવી 143 permanent visa માં ફેરવી શકે છે.
અન્ય વિકલ્પ: વિઝિટર વિઝા
જે કુટુંબમાં અડધા થી વધુ સંતાનો ઓસ્ટ્રેલિયાની બહાર રહેતા હોય તેમને માટે એક માત્ર વિકલ્પ છે વિઝિટર વિઝા નો. Visitor visa subclass 600.
આ વિઝા નો ખર્ચ છે $1000 અને માતા-પિતા ઓસ્ટ્રેલિયામાં બાર મહિના રહી શકે છે, પરંતુ વર્ષ પૂરું થયા પછી, બાર માસના મુલાકાતી વિઝા માટે ફરીથી અરજી કરતાં પહેલાં તેમણે ઓછામાં ઓછા છ મહિના સુધી પાછા ફરવું પડશે.

Source: AAP
એક નવી વિઝા કેટેગરી શરૂ થવાની શક્યતા છે.
જે કુટુંબમાં વધુ સંતાનો ઓસ્ટ્રેલિયાની બહાર રહેતા હોય અને માતાપિતા બેલેન્સ ઓફ ફેમિલી ટેસ્ટ પાસ ન કરી શકે તેમને માટે લાંબા ગાળાનો એક વિઝા દાખલ કરવાની ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
સરકારે ગયા મહિને એક નવા કામચલાઉ પેરેન્ટ વિઝાની જાહેરાત કરી હતી, new temporary parent visa જે અરજદારોને દસ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાની છૂટ આપે પરંતુ તેની ફી વ્યક્તિદીઠ $20,000 હોઈ શકે છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના સંતાનોએ ખાનગી આરોગ્ય વીમા માટે ચૂકવણી કરવી પડશે અને કોઈપણ વધારાના હેલ્થકેર ખર્ચ પર નાણાકીય બાંયધરી આપવી પડશે.
આ વિઝાને પગલે પરમેનન્ટ રેસીડેન્સીની અરજી નહિ કરી શકાય અને દસ વર્ષ પછી માતાપિતાએ ઓસ્ટ્રેલિયા છુડવુંજ પડશે.
આ નવા કામચલાઉ પ્રાયોજિત પેરેન્ટ વિઝા પર હજી સંસદમાં મતદાન થવાનું બાકી છે , પરંતુ આ વિઝા કેટેગરી સંસદમાં પસાર થાય તો વર્ષના અંત સુધીમાં અમલ માં આવી જશે.
For up-to-date information about parent visas and exact prices, visit the Department of Immigration and Border Protection’s website.