ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સેટેસ્ટિક્સ મુજબ આવનારા થોડા વર્ષોમાં ઓસ્ટ્રેલિયાની 30 ટકા વસ્તી 65 વર્ષથી ઉપરની હશે અને સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ધરાવતા સમુદાયોની હશે. કેટલાક સમુદાયોમાં સામાજિક -સાંસ્કૃતિક માન્યતાઓના કારણે એજડ કેરની સેવાનો લાભ લેવામાં આવતો નથી.
27મી ફેબ્રુઆરી 2017થી અમલમાં આવનારા સુધારા મુજબ વૃદ્ધોમાટે ઉપલબ્ધ હોમ કેરમાં વધુ પસંદગી આપવામાં આવશે.
ત્યાં સુધી ઓસ્ટ્રેલિયન સરકારની "મે એજડ કેર" સેવા તમામ પ્રકારની સેવાઓ મેળવવા માટેની જગ્યા છે. અહીંથી ઘાસ કાપવાની સેવાથી લઈને, ખરીદી કે સાફસફાઈ અંગેની સેવા, આવાસ માટે વિકલ્પીય સેવા જેવી જટિલ સેવાઓ પણ ઉપલબ્ધ છે.
તો જયારે વૃદ્ધોમાટેની સેવા ઘરે રહીને મેળવવી હોય તો શું કરવું ?
યોગ્ય એજડ કેર સેવાઓ કે મદદ મેળવવા કોનો સંપર્ક કરવો ?
સરકાર વડે માય એજડ કેર સેવાની કોલ સેન્ટર અને વેબસાઈટ શરુ કરવામાં આવી છે જે આપણે જરૂરી મદદ પુરી પાડી શકે છે. આ માટે અઠવાડિયા દરમિયાન સવારે 8 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધી, અને સપ્તાહાંતે સ્વરે 10 થી બપોરે 2 વાગ્યા સુધી 1800200422 પર ફોન કરી શકો છો. જો વેબસાઇટની મુલાકાત લેવી હોય તો - www.myagedcare.gov.au.
આ અંગેની પ્રક્રિયા કે લાયકાત કેવી રીતે જાણી શકાય?
1. સૌ પ્રથમ સેવાકેન્દ્રના કર્મચારી આપની ગ્રાહક પ્રોફાઈલ બનાવશે. જેમાં આપનો મેડિકેર નમ્બર, પેંશન કાર્ડ નમ્બર , આપના ડોક્ટરની માહિતી, પરિવવારજનોનો સંપર્ક નમ્બર, આપનું સરનામું અને ફોન નમ્બર લેશે. આ ઉપરાંત વ્યક્તિ કઈ પ્રકારની મદદ મેળવે છે, તેમના સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓ અને વ્યક્તિ ઘરને કેવી રીતે સંભાળે છે તે અંગે માહિતી આપવી જરૂરી છે.
2. ગ્રાહક પ્રોફાઈલ બની જાય ત્યારબાદ કેન્દના કર્મચારીઓ જે- તે વિસ્તારમાં ઉપલબ્ધ તમામ સેવાઓની જાણકારી આપશે. તેઓ વ્યક્તિની જરૂર પ્રમાણે ઉપલબ્ધ સેવાઓ અંગે સલાહ પણ આપશે, તે સેવાની સાથે જોડાયેલ ખર્ચ અને ઉપલબ્ધ વિકલ્પો પુરા પાડશે.
3. એક વખત વ્યક્તિ રજીસ્ટર થયા બાદ, વ્યક્તિનું નામ સેવા પ્રદાતાને મોકલવામાં આવશે, અને સેવાપ્રદાતા વ્યક્તિનો સંપર્ક કરી આગળની વિગતો પુરી પાડશે.
4. જો વ્યક્તિની જરૂર જટિલ હોય તો સેવાપ્રદાતા ટિમ વ્યક્તિના ઘરની મુલાકાત લેશે અને જરૂરી કેર પ્લાન બનાવશે.
શું અંગ્રેજી સિવાયની ભાષામાં માહિતી ઉપલબ્ધ છે?
ઓસ્ટ્રેલિયાભરમાં બહુસાંસ્કૃતિક એજડ કેર સુવિધાઓ છે. આ અંગેની સૂચિ જાણવા માટે - full list of all aged care facilities in Australia.
જયારે વ્યક્તિ "માય એજડ કેર " માં ફોન કરે ત્યારે દુભાષિયાની સેવા માંગી શકે છે. અથવા આ સેવા માટે 131450 પર ફોન કરી શકાય છે.