સેટલમેન્ટ ગાઈડ:ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ દાંતની સાર્વજનિક સારવાર કેવી રીતે મેળવવી?

સામાન્યરીતે દાંતની ચકાસણી નિયમિતરૂપે કરાવવી જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારીથી બચી શકાય. મેડિકેર મારફતે અમુકજ ડેન્ટલ સર્વિસ ઉપલબ્ધ છે. આ સેવા ત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જયારે દાંતની કોઈ બીમારીથી વ્યક્તિના સામાન્ય સ્વાસ્થ્યને જોખમ હોય.

Oral Care

Source: AAP

તો જાણીએ ક્યાં વિકલ્પો છે અને કોણ આ સેવા માટે પાત્રતા ધરાવે છે.

સાર્વજનિક દંત ચિકિત્સા સેવા ક્યાંથી મેળવવી ?

At the dentist
Source: Getty Images/Xixinxing

સાર્વજનિક કે જાહેર દંત ચિકિત્સા સેવા  સામાન્ય રીતે મોબાઈલ દંત ક્લિનિક, શાળા દંત ક્લિનિક અને સામુદાયિક દંત ક્લિનિક મારફતે પુરી પાડવામાં આવે છે. આપના રાજ્ય અને પ્રદેશમાં ઉપલબ્ધ સાર્વજનિક કે જાહેર દંત ચિકિત્સા સેવા  અંગે માહિતી મેળવવા મુલાકાત લ્યો:  State Health Department's website.

આ માટે કોણ પાત્રતા ધરાવે છે?


સાર્વજનિક કે જાહેર દંત ચિકિત્સા સેવા માટે દરેક રાજ્યના માપદંડ અલગ છે પરંતુ સામાન્ય રીતે જો વ્યક્તિ પાસે હેલ્થ કેર કાર્ડ, સેન્ટરલિંક (Centrelink,) વડે આપવામાં આવેલ  પેંશન કન્સેશન કાર્ડ, કોમનવેલ્થ સિનિયર્સ હેલ્થ કાર્ડ,  વેટરન્સ વિભાગ (Department of Veterans' Affairs)  દ્વારા  આપવામાં આવેલ પેંશનર  કન્સેશન  કાર્ડ માંથી કોઈપણ કાર્ડ હોય તો તે સાર્વજનિક દંત ચિકિત્સા સેવા માટે યોગ્યતા ધરાવે છે. દા.ત. વિક્ટોરિયા રાજ્યમાં શરણાર્થીઓ અને રેફ્યુજીઓ માટે મફત સેવા આપવામાં આવશે.

યુવાનો અને બાળકો માટેની સેવા

Brushing teeth
Source: Flickr
ઓસ્ટ્રેલિયન સરકારની ચાઈલ્ડ ડેન્ટલ બેનિફિટ શિડ્યુલ (Government's Child Dental Benefits Schedule.) સેવા મારફતે મોટાભગના બધાજ મેડિકેર ધરાવતા ઓસ્ટ્રેલિયન બાળકોને સારવાર માટે લાયક છે. દરેક રાજ્ય અને પ્રદેશના આ માટેના માપદંડ અલગ અલગ છે પણ સામાન્ય રીતે  અમુક પારિવારિક કર લાભ હેઠળ આવતા અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ સેવા માટે આવરી લેવામાં આવે છે. કવીન્સલેન્ડ જેવા કેટલાક રાજ્યોમાં બાળકો અને યુવાનો પાસે સારવાર પહેલા સહમતી લેવામાં આવે છે અને તેમની પૂર્ણ મેડિકલ હિસ્ટ્રી જાણવામાં આવે છે. આ સહમતીપત્ર હવે  20  ભાષાઓમાં ( 20 community languages.) ઉપલબ્ધ છે.

ખાનગી તબીબની મુલાકાત લેવી

Centrelink
Source: Department of Human Services
દંત ચિકિત્સા માટે જાતે ચુકવણી કરવાની વાત આવે ત્યારે આ અંગેની ફી માં ખુબ જ અસમાનતા છે. આ બાબત આપ કોની પાસે સારવાર લ્યો છે અને ક્યાં રહો છો તેના પર આધારિત છે. સારો ખાનગી સ્વસ્થ્ય વીમો આવનાર બિલમાં રાહત આપી શકે છે.

જો વ્યક્તિ પાસે વીમો ન હોય તો?

Dentist visit
Source: AAP
જો વ્યક્તિ ચિકિત્સાના ખર્ચને લઈને ચિંતિત હોય તો તેણે ચિકિત્સકને સારવાર પહેલા આ અંગે પૂછપરછ કરવી.

ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય?

વ્યક્તિ ડેન્ટલ સ્કૂલમાં અપોઈન્ટમેન્ટ લઈ શકે છે જેની ફી ઓછી છે.

વધુ માહિતી માટે:

 


Share

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સેટલમેન્ટ ગાઈડ:ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ દાંતની સાર્વજનિક સારવાર કેવી રીતે મેળવવી? | SBS Gujarati