ઓસ્ટ્રેલિયામાં "આવાસ સંકટ " વધતું જાય છે. જેની પાછળ વધતા જતા વ્યાજ દરો, જરૂરી મૂડીનો અભાવ અને મકાનની ઊંચી કિંમત જવાબદાર છે. ઘણા લોકો માટે આ પ્રશ્ન વધુ વિકટ છે. તેઓ માટે મકાન ભાડે રાખવું પરવડે તેમ નથી, તેમની પાસે રહેવા માટે કોઈ સલામત જગ્યા નથી. ઓસ્ટ્રેલિયાના આ વિકટ પ્રશ્ન અંગે ટાસ્માનિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક કેઇથ જેકબ્સ તાપસ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે ઘણા લોકો માટે રહેવા માટે સારું ઘર એક સ્વપ્ન સમાન છે. કેટલાક પૈસાદાર લોકો ઘર ખરીદી કે ભાડે રાખી શકે છે. જે લોકો સેન્ટલિન્ક પર કે સામાજિક લાભો પર આધારિત છે અથવા જેમની આવક ખુબ ઓછી છે તેઓ માટે ઘર એક સંઘર્ષનો પ્રશ્ન છે.
પબ્લિક હાઉસિંગમાં રહેનારે સરકારને ભાડું તો ચૂકવવાનું જ છે. આ ભાડું તેમની આવકના 25% થી ઓછું હોય છે. પબ્લિક હાઉસિંગ મેળવવા વ્યક્તિ કે પરિવારે જે- તે રાજ્યની હાઉસિંગ ઓથોરિટીને અરજી કરવાની હોય છે. આ પ્રકારના ઘરો માટે વિકલાંગ, ઘરેલુ હિંસાના પીડિત કે ઘર વિહોણા થવાની ભીતિ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ક્ષેત્રે ઓછી આર્થિક મદદ ઉપલબ્ધ હોવાના કારણે પબ્લિક હાઉસિંગની ખુબ તંગી છે.
પબ્લિક હાઉસિંગ માટે શું લાયકાત જરૂરી છે?

Source: SBS
આ અંગે જરૂરી લાયકાત અંગે જે-તે રાજ્યની હાઉસિંગ ઓથોરિટીની વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે. જેમકે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં પબ્લિક હાઉસિંગની લાયકાતમાં સરકારે નિયત કરેલ આવક કરતા ઓછી આવક હોવી, વ્યક્તિ કે પરિવાર ઓસ્ટ્રેલિયાનો નાગરિક કે કાયમી નિવાસી હોવો, ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં વસવાટ કરતો હોવો જરૂરી છે. આ ઉપરાંત વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે વધુ હોવી જરૂરી છે
માનવીય ધોરણો પર ઓસ્ટ્રેલિયા આવનાર વ્યક્તિ માટે પણ ઓસ્ટ્રેલિયાનો જેવી જ લાયકાત જરૂરી છે. તેમને આ માટે કોઈ પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
વ્યક્તિ ક્યાં રહી શકે ?

Source: SBS
આ માટે વ્યક્તિ પોતાની પસન્દગીનાં ક્ષેત્રને પ્રાથમિકતા આપી શકે પણ ઉપનગર અંગે નહિ. આપની અરજી રજીસ્ટ્રેશન દરમિયાન આપ આપણી પસંદગીના ક્ષેત્રમાં બદલાવ કરી શકો છો. આપ આપની જરૂરત પ્રમાણે ઘર માંગી શકો છો. આ માટે આપે જરૂરી ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ માટે - application for special accommodation requirements (pdf here).
કેટલો લાંબો સમય રાહ જોવી પડે ?
પબ્લિક હાઉસિંગ માટે અમુક મહિનાઓ થી લઈને અમુક વર્ષો સુધી રાહ જોવી પડી શકે છે. આ પરિસ્થિતિ જે - તે રાજ્યની પરિસ્થિતિ પર આધારિત છે. ઘણા જરૂરતમંદ લોકો એ આ અંગે મદદ માટે સામુદાયિક સંસ્થાઓની મદદ લેવી પડે છે. પણ , શરણાર્થીઓ અને માનવીય ધોરણે આવનાર લોકો જેઓ સેન્ટરલિંક પર જ નિર્ભર છે તેમના માટે પરિસ્થિતિ ખુબ કપરી છે.

કેટલું ભાડું ચૂકવવું પડે?

વ્યક્તિ કે પરિવારે પબ્લિક હાઉસિંગ માટે ભાડું ચૂકવવું ફરજીયાત છે. પણ આ ભાડું તેમની આવકના 25 ટાકા થી વધુ નથી હોતું. વધુ માહિતી માટે મુલાકાત લ્યો - Social housing income and assets limits.
અરજી કેવી રીતે કરવી ?
જે -તે રાજ્યના આવાસ પ્રાધિકરણ પાસે અરજી કરી શકાય છે, જેઓ વ્યક્તિની પાત્રતા ચકસશે . વિક્ટોરિયા રાજ્યમાં પબ્લિક હાઉસિંગની અરજી માટે Apply for social housing.