કેન્દ્ર સરકાર અનુસાર ઓસ્ટ્રેલિયાના 94 ટકા બાળકોને જરૂરી રસી આપવામાં આવી છે, વર્ષ 2016 માં “No Jab, No Pay” યોજનાના લીધે બાળકોને રસી મુકાવનાર લોકોની સંખ્યા વધી છે.
“No Jab, No Pay” યોજનાના શું છે?
“No Jab, No Pay” યોજના જેમાં વાલીઓ બાળકોને રસી ન મુકાવે તેમને સરકારી સોશિયલ સિક્યુરિટીના પૈસા ન ચુકવવામાં આવે.
ફેમિલી ટેક્સ બેનિફિટ એ અને બી બંને યોજના હેઠળ ચુકવવામાં આવતી રકમ વાલીઓ માટે જરૂરી રાહત સમાન છે.
આ વર્ષની શરૂઆતમાં સામાજિક સેવા મંત્રી ક્રિસ્ટિયન પોર્ટરે સંસદમાં જણાવ્યું હતું કે, " સરકાર જરૂરી તબીબી કારણો સિવાય, બાળકને રસી ન મુકાવવા અંગે વાલીઓના કોઈ બહાના ન સ્વીકારવામાં આવે તે બાબત ધ્યાનમાં લે છે. રસી ન આપીને વાલીઓ પોતાના બાળકો સાથે અન્યોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકે છે."
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ, ઓસ્ટ્રેલિયામાં બાળકોને નિઃશુલ્ક રસી મુકવામાં આવે છે. આ યોજનામાં હંગામી વિસા ધારકો અપવાદ છે.

Source: SBS World News
માઇગ્રન્ટ્સ માટે ઘણા પ્રશ્નો છે
કેટલાક માઇગ્રન્ટ્સને બાળકોના રસીકરણ માટે $800 જેટલા ભરવા પડે છે, કેટલાકને સ્પષ્ટ છૂટ છે.
બીજી સમસ્યા છે કે ઘણા માઇગ્રન્ટ્સના બાળકો તેમના દેશમાં યુદ્ધ, રાજકીય સ્થિરતા કે અન્ય કારણોસર રસી નથી મુકાવી શક્યા તેઓ રહી જાય છે. અને ઓસ્ટ્રેલિયામાં આવીને રહી ગયેલ રસી મુકાવવાનું નથી કરી શકતા.
જો બાળકને જે-તે દેશમાં રસી મુકાવી હોય તો ઓસ્ટ્રેલિયામાં તેનું પ્રમાણ આપવું જરૂરી છે.

Source: AAP
રાષ્ટ્રીય રસીકરણ રણનીતિ અંગે માંગ
ઓસ્ટ્રેલિયાના જુદાજુદા રાજ્યો અને પ્રદેશની રસીકરણ નીતિ અલગ અલગ છે જેથી સમસ્યા વધુ જટિલ બને છે. આ કારણે તજજ્ઞોની માંગ છે કે રાષ્ટ્રીય ધોરણે એક નીતિ બનાવવામાં આવે.
ફક્ત ન્યુ સાઉથ વેલ્સ, વેસ્ટરેન ઓસ્ટ્રેલિયા અને નોર્થન ટેરેટરી ખાતે જ શરણાર્થીઓ ના રસીકરણ અંગે નીતિ છે.
અન્ય ઉપયોગી જાણકારી
આ અંગે વધુ જાણકારી પોતાની ભાષામાં મેળવવા 131 202 પર ફોન કરી શકાય અથવા મુલાકાત લ્યો