1. ઓસ્ટ્રેલિયા માં કેન્દ્ર , રાજ્ય અને પ્રદેશ સરકારો વચ્ચે સત્તા વહેંચવામાં આવે છે

2. હાઉસ ઓફ રીપ્રેઝનટેટીવ એ સામાન્ય રીતે નીચલા ગૃહ તરીકે ઓળખાય છે. આ ગૃહ સમગ્ર ઓસ્ટ્રેલીયા ના વિવિધ વિસ્તારો ના ચૂંટાયેલા 150 પ્રતિનિધિઓ નું છે.
અહી સરકાર વડે નિર્ણયો લેવાય છે, વિવિધ કાયદા પસાર કરવામાં આવે છે, વહીવટી તંત્ર મોનીટર કરવામાં આવે છે તથા મહત્વ ના રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. ચુંટણીઓ પૂરી થયા બાદ નીચલા ગૃહ માં જે પક્ષ ના ચૂંટાયેલા સભ્યો ની બહુમતી હોય તેઓ સરકાર રચે છે, અને તેમના લીડર પ્રધાનમંત્રી બને છે.

3. સેનેટ ને ઉપલા ગૃહ તરીકે ઓળખાય છે, જે 76 સભ્યો નું બનેલું છે. આ સભ્યો માં દર 6 રાજ્યો માંથી 12 સભ્યો અને દર 2 પ્રદેશો માંથી 2 સભ્યો નો સમાવેશ થાય છે.
આ ગૃહ નું મુખ્ય કામ નીચલા ગૃહ માંથી આવેલ કાયદા ને ચકાસવાનું છે. સેનેટ ના સભ્યો ની અવધી 6 વર્ષ છે જેમાં અડધા સભ્યો દર ત્રણ વર્ષે યોજાનારી કેન્દ્રીય ચૂંટણીઓ થી ચૂંટાઈ ને આવે છે.

4. ઓસ્ટ્રેલીયા ની કેન્દ્ર સરકાર ના ત્રણ મહત્વ ના અંગો છે : વિધાનસભા, વહીવટી તંત્ર અને ન્યાયપાલિકા
વિધાનસભા એ ઓસ્ટ્રેલીયન સંસદ (Parliament of Australia)તરીકે ઓળખાય છે, જે સમગ્ર ઓસ્ટ્રેલીયા થી લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ થી બનેલી છે. બંધારણ (Constitution) ની કલમ 51 હેઠળ સંસદ ની જવાબદારી જરૂરી ચર્ચા કરી અને મતદાન વડે જરૂરી નવા કાયદા બનાવવા ની છે.


ન્યાયતંત્ર સરકારની કાનૂની શાખા છે, જે વિધાનસભા અને વહીવટી થી સ્વતંત્ર છે. તેની ભૂમિકા ઓસ્ટ્રેલિયા માં કાયદાઓ લાગુ પાડવા માટે છે. ન્યાયતંત્ર એ પણ ખાતરી રાખે છે કે સરકાર અને અન્ય શાખાઓ તેમની બંધારણીય સત્તાઓ બહાર કામ ન કરે.

Justice is blind
5. ઓસ્ટ્રેલીયા માં કેન્દ્ર સરકાર ની ચૂંટણી ફરજીયાત મતદાન થી થાય છે.
ઓસ્ટ્રેલીયા ની કેન્દ્ર ની ચૂંટણીઓ દર ત્રણ વર્ષે યોજાય છે. આગામી કેન્દ્રીય ચૂંટણી તા.2 જી જુલાઈ ના રોજ સવારે 8 થી સાંજે 6 દરમિયાન, 8000 જેટલા મતદાન મથકો પર યોજાશે. ઓસ્ટ્રેલીયા ના 18 વર્ષ થી ઉપરના તમામ નાગરિકો એ પોતાનું નામ મતદાન યાદી માં નોંધાવવું અને મતદાન કરવું જરૂરી છે.
