ફેમિલી ટેક્સ બેનિફિટ ક્ષેત્રે 1 જુલાઈથી બદલાવ આવી રહ્યા છે, આ અંગે એક માર્ગદર્શિકા
ફેમિલી ટેક્સ બેનિફિટ શું છે?
આ એક પ્રકારની મદદ છે જે બાળઉછેરના ખર્ચ માટે પરિવારને ઉપયોગી થઇ શકે છે. આ કરપ્રણાલીનો એક ભાગ છે, પણ મોટાભાગના પરિવારો આ ચુકવણીને પખવાડિક ચુકવણી ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયામાં માનવ સેવા વિભાગ અને સેન્ટરલિંક આ પ્રકારની ચુકવણી માટે કે ફેમિલી ટેક્સ બેનિફિટ માટે પ્રભારી છે.
ફેમિલી ટેક્સ બેનિફિટ પાર્ટ એ અને પાર્ટ બી
મોટાભાગના ઓસ્ટ્રેલિયન પરિવારો ફેમિલી ટેક્સ બેનિફિટ પાર્ટ એ માટે લાયકાત ધરાવે છે. આ ચુકવણીની ગણતરી માટે વ્યક્તિની કરપાત્ર આવક, કેટલા બાળકો અને બાળકોની ઉંમર પર આધાર રાખવામાં આવે છે.
ફેમિલી ટેક્સ બેનિફિટ પાર્ટ બી ઓછી આવક ધરાવતા કે એકજ આવક ધરાવતા પરિવાર માટે છે.
કેટલાક પરિવારો બંને પ્રકારના લાભ મેળવી શકે છે.

Source: Australian Institute of Family Studies
આ માટે કોણ પાત્રતા ધરાવે છે?
આ માટે વ્યક્તિનું ઓસ્ટ્રેલિયન નાગરિક અથવા કાયમી નિવાસી હોવું જરૂરી છે. કેટલાક ખાસ શ્રેણીના વિસાધારકો ,ખાસ પ્રકારના હંગામી વિસાધારકોને પણ આ લાભ મળી શકે છે. આ માટે બાળક કે બાળકોની ઉંમર 20 વર્ષથી ઓછી હોવી જોઈએ અને અન્ય કોઈ લાભ મેળવતા ન હોવા જોઈએ અથવા વ્યક્તિ 35% જેટલો સમય બાળકના સાંભળકર્તા તરીકે વિતાવતા હોવા જોઈએ. આ ઉપરાંત વ્યક્તિએ આવકની આવશ્યકતા પસાર કરવી જરૂરી છે.
અરજી કેવી રીતે કરવી?
આ માટેની અરજી ઓનલાઇન માનવ સેવા વિભાગની વેબસાઈટ પર કરી શકાય છે. વ્યક્તિ બાળકના જન્મ પહેલા પણ પ્રક્રિયા શરુ કરી શકે છે. બાળકના જન્મ બાદ હોસ્પિટલના સમાજસેવા કાર્યકર આ માટે જરૂરી પ્રશ્નોના જવાબ આપવામાં, દસ્તાવેજીકરણ કરવામાં અને આ અંગે દાવો કરવા માટે મદદ કરે છે.

Source: Australian Institute of Family Studies
સચોટ અને સાચી માહિતી રાખવી
ફેમિલી ટેક્સ બેનિફિટની ચુકવણી વ્યક્તિની વાર્ષિક અંદાજિત આવકના આધારે કરવામાં આવે છે આથી જરૂરી છે કે આપણી માહિતી સાચી અને સચોટ હોય. વિત્તીયવર્ષના અંતે વ્યક્તિએ ટેક્સ રિટર્ન ભરવાનો હોય છે અને જો વ્યક્તિ ન ભારે તો તેણે માનવ સેવા વિભાગને જાણ કરવી જરૂરી છે.
વ્યક્તિને મદદ માટે બહુભાષી સ્ટાફ
માનવ સેવા વિભાગના જનરલ મેનેજર હૅન્ક જોર્ગને એસ બી એસ ને જણાવ્યું કે, તેમના વિભાગ પાસે બહુભાષી સ્ટાફ છે જે લોકોને મદદ કરવા તૈયાર છે. કર્મચારી લોકો સાથે સામસામે રહીને વાતચીત કરે છે જેમકે પશ્ચિમ સિડનીમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ સમુદાયના લોકોની વસ્તી વધુ છે અને અરેબિક પૃષ્ઠભૂમિના લોકો છે તો બહુભાષી કર્મચારી સાથે પોતાની વાત કરવામાં તેમને સરળતા રહે છે.
1લી જુલાઈ 2017થી એક આવક ધરાવતા પરિવાર સપ્લીમેન્ટમાં આવનાર બદલાવ
અત્યારસુધી એક આવક ધરાવનાર પરિવારને પખવાડિક ચુકવણી સાથે વિત્તીય વર્ષના અંતે સપ્લીમેન્ટ ચુકવણી કરવામાં આવે છે. એ જાણવું જરૂરી છે કે 1 જુલાઈથી કોઈ નવા પરિવારને એક આવક પરિવાર સપ્લીમેન્ટ નહિ આપવામાં આવે. પણ જો વ્યક્તિ આ લાભ મેળવતો હશે તો જ્યાં સુધી તે આ લાભમાટે સતત લાયક છે ત્યાંસુધી તેને આ લાભ આપવામાં આવશે. જો આ લાભ મેળવતી વ્યક્તિ બાળક સાથે 6 અઠવાડિયા કે તેથી વધુ સમય ઓસ્ટ્રેલિયાથી બહાર જશે તો આ લાભ તેમને નહિ મળે. 

Source: Wikimedia
ભાષાંતર સેવા
માનવ સેવા વિભાગ વડે 200 જેટલી ભાષાઓમાં( translation services in over two hundred languages.) ભાષાંતર સેવા પુરી પાડવામાં આવે છે.
સેન્ટરલિંક ચુકવણી અંગે બહુભાષી સેવા મેળવવા સોમવાર થી શુક્રવાર દરમિયાન સવારે 8 થી સાંજે 5 સુધી 131202 પર ફોન કરી શકાય છે.
Source: Department of Human Services