ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા, રોજગાર મેળવવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. આ માટે ઓસ્ટ્રેલિયાની સરકાર વડે અમુક માઇગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે નિઃશુલ્ક અંગ્રેજી વર્ગો ચલાવવામાં આવે છે.
ધ ઓસ્ટ્રેલિયન માઈગ્રન્ટ ઇંગ્લિશ પ્રોગ્રામ (AMEP)

Yazidi Refugees learning English at TAFE NSW Riverina Institute (SBS Arabic 24) Source: SBS Arabic 24
આ કાર્યક્રમ શું છે?
આ કાર્યક્રમ નવા આવેલ માઇગ્રન્ટ્સ માટે છે જેથી તેઓ અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન લઇ અહીં સ્થાયી થઇ શકે. આ માટે યોગ્ય પાત્રતા ધરાવનાર માટે 510 કલાક જેટલા નિઃશુલ્ક વર્ગો ઉપલબ્ધ છે.
શું પાત્રતા છે?
આ કાર્યક્રમનો લાભ લેવા વ્યક્તિનું કાયમી નિવાસી હોવું જરૂરી છે. કેટલાક હંગામી વિસા ધારકો (eligible temporary visa) માટે પણ આ કાર્યક્રમ ઉપલબ્ધ છે.
આ માટે વ્યક્તિએ ઓસ્ટ્રેલિયા આવ્યાના 6 મહિનામાં કોર્સ કરાવનાર સંસ્થા સાથે રજીસ્ટર કરાવવું જરૂરી છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવનાર માટે રજીસ્ટ્રેશન કરાવવાની સીમા 12 મહિના છે. રજીસ્ટ્રેશન બાદ 12 મહિનામાં આ કોર્સ શરુ કરવો અને પાંચ વર્ષમાં પૂર્ણ કરવો જરૂરી છે.
કેવી રીતે નામ નોધાવવું ?
ઓસ્ટ્રેલિયાભરમાં આ સેવા આપનાર 300 જેટલી સંસ્થાઓ છે. વ્યક્તિ પોતાની નજીકના કેન્દ્રની પસંદગી કરી શકે છે.
આ અંગે પોતાની ભાષામાં માહિતી મેળવવા
મોટાભાગના સેવાદાતા કેન્દ્રો પાસે બહુભાષી સ્ટાફ છે જે વ્યક્તિને પ્રાથમિક પૂછપરછ અને માહિતી માટે મદદ કરે છે. વર્ગમાં પણ બહુભાષી સ્વયંસેવકોની સેવા ઉપલબ્ધ છે.
શિક્ષા અને રોજગાર માટે કૌશલ (SEE)

Learning the English alphabet (Image via Pro-Image photography) Source: Pro-Image photography
આ કાર્યક્રમ શું છે?
જો કોઈ વ્યક્તિ 6 મહિનાથી વધુ સમયથી ઓસ્ટ્રેલિયામાં રહેતું હોય અને અંગ્રેજીભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવતું હોય, રોજગાર માટે વ્યક્તિને અંગ્રેજીભાષાનું વધુ જ્ઞાન જોઈતું હોય તો તેમના માટે આ કાર્યક્રમ છે. યોગ્ય પાત્રતા ધરાવનાર ને આ કોર્સ હેઠળ 800 કલાક જેટલું શિક્ષણ આપવામાં આવે છે.
શું પાત્રતા છે?
- વ્યક્તિ 15થી 64 વર્ષની વચ્ચેની આયુ ધરાવતી હોવી જોઈએ
- માનવસેવા વિભાગ સાથે વ્યક્તિ નોકરી શોધવા માટે રજીસ્ટર થયેલ હોવી જોઈએ .
- ફૂલ ટાઈમ વિદ્યાર્થી ન હોવી જોઈએ
- વિસાને લગતા માપદંડ પુરા કરતી હોવી જોઈએ
કેવી રીતે નામ નોધાવવું ?
આ માટે માનવસેવા વિભાગ અને એમ્પ્લોયમેન્ટ સેવા પ્રદાતા વડે રેફરન્સ મેળવવો જરૂરી છે. આ માટે માહિતી મેળવવા ફોન નમ્બર છે - 132850
ફ્લેક્સિબલ શિક્ષણ
ઉપરોક્ત બંને કાર્યક્રમો ખુબ જ ફ્લેક્સિબલ છે. આનો અર્થ એ કે વ્યક્તિ વર્ગખંડમાં કે ઘરબેઠા અભ્યાસ કરી શકે છે. પોતાની અનુકૂળતા મુજબ ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ અભ્યાસ પસંદ કરી શકે છે.

File image of children playing at a child care centre Source: AAP
વ્યવસાયિક અને રોજગાર માટે પાથ વે
પુખ્તવયના લોકો માટે આ અભ્યાસક્રમ વડે અંગ્રેજી શીખવું સરળ બની જાય છે અને આ તાલીમ પૂર્ણ થતા સ્થાયી થવામાં અને રોજગાર મેળવવામાં સરળતા રહે છે.