TIS National દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક ઇન્ટરપ્રિટેશન સેવા
ઓસ્ટ્રેલિયાભરમાં અંગ્રેજી ભાષા ન બોલી શકનાર વ્યક્તિ માટે વ્યાપારી ક્ષેત્રે અથવા કોઈ સંસ્થાના સાથે સંવાદ કરવા માટે ધ ટ્રાંસ્લેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન સર્વિસ (TIS National) વડે મફતમાં સેવા પુરી પાડવામાં આવે છે.
આ સેવા કેવી રીતે કાર્યરત છે?
આ સેવા દરરોજ 24 કલાક ઉપલબ્ધ છે. આ સેવાનો લાભ લેવાનો સૌથી સરળ માર્ગ છે ફોન કરીને - ફોન નમ્બર છે 131150. અહીં તાત્કાલિક ટેલિફોન ઇન્ટરપ્રિટિંગ સેવા, સ્થળ પર ઇન્ટરપ્રિટિંગની સેવા અને પ્રિ બુક ટેલિફોન ઇન્ટરપ્રિટિંગ સેવા મેળવી શકાય છે.
ઓસ્ટ્રેલિયાની ઘણી સંસ્થાઓ આ સેવા સાથે રજીસ્ટર થયેલ છે અને આ માટેનો ખર્ચ ઉપાડે છે. દા.ત. વ્યક્તિ પોતાના ડોક્ટર સાથે વાત કરવા, પોતાના ફાર્માસીસ્ટને પ્રશ્ન પૂછવા કે ટેલિફોન કમ્પની સાથે વિગતો જાણવા આ સેવાનો લાભ લઇ શકે છે.
જો આપ આ સેવાનો ઉપયોગ કરવા ઇચ્છતા હોવ અને જે -તે સંસ્થા TIS, સાથે રજીસ્ટર ન હોય તો વ્યક્તિએ આ માટેનો ખર્ચ જાતે ઉપાડવાનો હોય છે.
જયારે વ્યક્તિ TIS, પર ફોન કરે છે ત્યારે તેમને કઈ ભાષા માટે સેવા જોઈએ છે તે પૂછવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધુ લાયકાત ધરાવનાર ઇન્ટરપ્રિટરની મદદ આપવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિને સામેની વ્યક્તિ કે સંસ્થા સાથે જોડી દેવામાં આવે છે.

Source: CC0 Creative Commons
TIS ઇન્ટરપ્રિટર 160 ભાષાઓ બોલી શકે છે અને વ્યક્તિને ફોન પર સહાય કરી શકે છે. આ અંગે વિગતવાર માહિતી વેબસાઈટ પર 19 ભાષાઓમાં ઉપલબ્ધ છે. , here.
ઇન્ટરપ્રિટરનું શા માટે મહત્વ છે?
ઘણા સંજોગોમાં અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ પોતાના સગા-સંબંધીઓ પર નિર્ભર રહે છે, જે ઇન્ટરપ્રિટર તરીકે સેવા આપતી વખતે ઘણી વાતો નથી કહી શકતા - વ્યક્તિને દુઃખ ન પહોંચે અથવા તેઓ જે તે વાતથી અનુકૂળ ન હોય. આવા સંજોગોમાં પ્રોફેશનલ સેવાદાતાનું મહત્વ વધી જાય છે.
સમાજ સેવા વિભાગ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક ભાષાંતર સેવા
સમાજ સેવા વિભાગ વડે 10 દસ્તાવેજો સુધી અંગેજીમાં ભાષાંતર સેવા આપવામાં આવે છે. આવું તેઓ રોજગાર, શિક્ષા અને સમુદાય એન્ગેજમેન્ટ વધારવા માટે કરવામાં આવે છે.
લાયકાત:

Source: Department of Social Services
વ્યક્તિ અહીં કાયમી નિવાસી હોવું જોઈએ અને અમુક અસ્થાયી વિસાધારકો માટે પણ આ સેવા ઉપલબ્ધ છે.
ક્યાં દસ્તાવેજો ભાષાંતરીત થઇ શકે?
જે દસ્તાવેજો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી છે તેવા દસ્તાવેજો અંગ્રેજીમાં કરી આપવામાં આવે છે.
- ઓળખના દસ્તાવેજ ( જન્મનું પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ, વગેરે.)
- ફેસીલીટેશન દસ્તાવેજ (લાયસન્સ, પોલીસ ક્લિયરન્સ, તબીબી દસ્તાવેજ વગેરે)
- શૈક્ષણિક દસ્તાવેજ
- રોજગાર સંબંધી દસ્તાવેજ
દુભાષિયા સેવા માટેની ચુકવણી
જે દસ્તાવેજ ભાષાંતર માટે લાયક ન હોય અને આપ તેને ભાષાંતર કરાવવા ઈચ્છતા હોવ તોઆ માટે ચુકવણી કરવી પડે. આ માટેના દુભાષિયા નાતી વડે પ્રમાણિત હોવા જોઈએ . વધુ વિગતો માટે મુલાકાત લ્યો: website
ઉપયોગી લિંક્સ
Share

