સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં માનસિક સ્વાસ્થ્યની સેવાઓ કેવી રીતે મેળવી શકાય

ઓસ્ટ્રેલિયા આવનાર બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો અને શરણાર્થીઓ માટે સંવેદનશીલ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ હોવી એ તેમની સેટલમેન્ટ પ્રક્રિયાનો ખુબ મહત્વનો ભાગ છે.

Therapist counsels teenage girl in support group

Source: E+

ઓસ્ટ્રેલિયા આવનાર શરણાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની સંભાવના ઓસ્ટ્રેલિયાના અન્ય સમુદાયો કરતા વધુ છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્યની સમસ્યા આસપાસ રહેલ કલંક, જાણકારીનો અભાવ, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ન હોવું વગેરે કારણો આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

એક સ્વસ્થ સમાજ માટે તમામ સમુદાયનું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય હોવું જરૂરી છે.

આપના જી પીની મુલાકાત લ્યો

કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સેવા મેળવવા પ્રથમ સંપર્ક કેન્દ્ર છે જી પી. ડોક્ટર (જી પી) વ્યક્તિની પરિસ્થિનું આકલન કરીને
"માનસિક સ્વાસ્થ્ય ચિકિત્સા પ્લાન " બનાવી આપશે. જરૂર પડે તો વ્યક્તિને અન્ય મેડિકેર માનસિક સ્વાસ્થ્ય સેવાઓને રેફર કરી શકે છે.
 Doctor with patient in hospital
Doctor with patient in hospital Source: Getty Images

મેડિકેર રિબેટ

ડોક્ટર (જી પી), મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક, લાયકાત ધરાવતા સામાજિક કાર્યકર્તા  અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વડે આપવામાં આવતી કેટલીક સેવાઓ માટે મેડિકેર રિબેટ આપવામાં આવે છે. વ્યક્તિની સ્વાસ્થ્યની જરૂરિયાતો અનુસાર શરૂઆતમાં છ ટ્રીટમેન્ટનો કોર્સ કર્યા બાદ, અન્ય ચાર સેશન માટે વ્યક્તિ પોતાના ડોક્ટર કે મનોચિકિત્સક પાસેથી નવી રેફરલ લઇ શકે છે.  
Medicare Debate
Source: AAP

પાત્રતા

જો વ્યક્તિ પાસે મેડિકેર કાર્ડ હોય ને વ્યક્તિને માનસિક વિકાર માટે તપાસવામાં આવ્યા હોય તો આ સેવાનો લાભ લેવા વ્યક્તિ લાયક છે. સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલ - Better Access  જેમાં વ્યક્તિના માનસિક વિકારને લઈને ખાસ દ્રષ્ટિકોણ થી સારવાર આપવામાં આવે છે અને વ્યક્તિ વધુ સારી માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લઇ શકે છે.

આમ છતાંય આ સેવાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે - Read more about eligibility here


આ વિષય પર વધુ માહિતી મેળવવા આપ ફોન કરી શકો છો - મેડિકેર ઓસ્ટ્રેલિયા 132011 અથવા મુલાકાત લ્યો Medicare.

દુભાષિયાની સેવા

Interpreter in Health sector
Interpreter in Health sector Source: SBS


પોતાની ભાષામાં પોતાની સમસ્યા સમજાવવી સરળ બને છે આથીજ ડોકટરો દુભાષિયાની સેવા લેવા પર ભાર આપે છે. આ સેવા ફોન પર કે ઓંણસાઈટ ઉપલબ્ધ છે.

યાતના અને આઘાત કાઉન્સેલિંગ સેવા

Refugee and migrant mental health in Australia
Refugee and migrant mental health in Australia. Source: AFP


યાતના અને આઘાતથી પીડિત વ્યક્તિ માટે ખાસ કાઉન્સેઇન્ગ સેવા ઉપલબ્ધ છે. STTARS (Survivors of Torture and Trauma Assistance and Rehabilitation Service)  તરીકે જાણીતી આ સેવા શરણાર્થીઓ અને માઈગ્રન્ટ સમુદાયના હિંસા, ઉત્પીડન, યુદ્ધ કે ગેરકાનૂની જેલવાસના કારણે માનસિક આઘત કે અન્ય પ્રકારની સમસ્યા ધરાવતા લોકોની મદદ કરે છે.

અન્ય સામુદાયિક સેવાઓ

Migrant Refugee Resources
Migrant Refugee Resources Source: Migrant Refugee Resources


સારા માનસિક સ્વાસ્થ્ય માટે સામુદાયિક અને સામાજિક સંબંધો હોવા ખુબ જરૂરી છે. દા.ત લિવરપૂલ સ્થિત માઈગ્રન્ટ રિસોર્સ સેન્ટર(Migrant Resource Centre in Liverpool), ન્યુ સાઉથ વેલ્સમાં આવેલ નવા આગંતુકો માટે માહિતી સત્રો ચલાવે છે અને તેમને સમુદાયમાં ભળવા માટે મદદ કરે છે. 

“We know that the experiences in a place like Australia, when people are seeking asylum and while they wait for the outcome of their refugee application to be processed, can have really negative consequences for their mental health says” Asylum Seeker Resource Centre client service manager Samantha Ratnam.


આ ઉપરાંત કેટલીક ખાસ સેવાઓ પણ ઉચ્ચ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. આ માટે વ્યક્તિ રેફરલ મેળવી શકે છે.

માનવીય ધોરણે ઓસ્ટ્રેલિયા આવનાર શરણાર્થીઓ માટે પણ એક વર્ષ સુધી માનસિક સેવાઓ પુરી પાડવામાં આવે છે.

કેટલીક ઉપયોગી લિંક

Asylum Seeker Resource Center's Telethon for World Refugee Day 

 


Share

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service