ઓસ્ટ્રેલિયા આવેલ નવા આગંતુકો અને અંગ્રેજી ભાષાનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો માટે સત્તાધારીઓનો સંપર્ક સાધવો અઘરું હોઈ શકે છે.સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવો કે તેમની મદદ મંગાવી એ માટે ખાસ સંશોધનો ઉપલબ્ધ છે.
સામુદાયિક કાર્યક્રમો
'કોફી વિથ અ કોપ '
આ પ્રકારના કાર્યક્રમની પહેલ અમેરિકામાં થઇ હતી જેથી પોલીસ અને સમુદાયને સાથે લાવી શકાય, સમુદાયના પ્રશ્નો અંગે ચર્ચા કરી શકાય અને સહજ વાતાવરણમાં પોલીસ સાથે વાતચીત કરી શકાય.
હવે, આ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયામાં લાગુ કરવામાં આવ્યો છે, ન્યુ સાઉથવેલ્સ માં ફેરફિલ્ડ કમાન્ડર સુપ્રિટેન્ડન્ટ પીટર લેન્નોન વડે આ કાર્યક્રમ - કોફી મિટિંગ ની શરૂઆત સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા સમુદાય માટે કરવામાં આવી છે. તેઓનું માનવું છે કે આ કાર્યક્રમથી સમુદાયને કાનૂન પ્રવર્તન માટે અને નવા આગંતુકોની મદદ માટે મદદ આપી પુરી પાડી શકાય છે.
આ મિટિંગમાં શું હોય?
આ પ્રકારની મિટિંગ પોલીસ અને સમુદાયને નજીક લાવવા માટે, સમુદાયને કાનૂન વ્યવસ્થા અંગે જાણકારી આપવા અને પોલીસની મદદ કરવા માટે ઉપયોગી છે. આ મિટિંગમાં જવાથી પોલીસ ના અધિકારો અને કાર્યવાહી વિષે માહિતી મળે છે અને પારદર્શકતા વધે છે.
બાસ્કેટબોલ રમવું!!

The South Sudanese All Stars play the Victorian Police at Eagle Stadium (Photo by David Chiengkou for SBS) Source: SBS
સમગ્ર દેશમાં થતાં સામુદાયિક કાર્યક્રમો
ધ આફ્રિકન ઓલ સ્ટાર્સ કપ અને કોફી વિથ કોપ કાર્યક્રમએ બહુસંસ્કૃઇક સમુદાયની મદદ કરવા માટે યોજાતા અનેક કાર્યક્ર્મોમાંના બે છે. આ પ્રકારના અન્ય કાર્યક્રમોની વિગતો એ આઈ સી રિસર્ચ પબ્લિકેશન ક્રાઇમ પ્રિવેંશન કાર્યક્રમોની સૂચીમાં છે.
- A Journey of Understanding (Vic)
- Short Story Big Screen (ACT)
આપના સ્થાનિક બહુસાંસ્કૃતિક પોલીસ પ્રતિનિધિ સાથે વાત કરવી
મોટાભાગના રાજ્યો અને પ્રદેશની પોલીસ વડે બહુસાંસ્કૃતિક સમુદાય સુધી પહોંચવા વિવિધ પહેલ કરવામાં આવી છે, આ માટે કેટલાક ખાસ અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે.
સિડનીમાં બહુસાંસ્કૃતિક સમુદાય સમ્પર્ક અધિકારી કાર્યક્રમ હેઠળ સામાન્ય નાગરિકને પ્રતિનિધિ તરીકે નીમવામાં આવ્યા છે જેઓ લગભગ 40 વિવિધ ભાષાઓના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓની ભૂમિકા પોલીસ અને સાંસ્કૃતિક સમુદાયો વચ્ચેના સંબંધ મજબૂત કરવાની છે. કોઈ ગુના કે કોઈ ચિંતાની બાબત અંગે આપ તેમની સાથે વાત કરી શકો છો.
આ અંગે વધુ વિગતો માટે નીચેની લિંકની મુલાકાત લ્યો
આપની ભાષામાં માહિતી માટે
ઓસ્ટ્રેલિયાભરમાં પોલીસ વડે જરૂરી માહિતી સાથે સામુદાયિક સમસ્યાઓ અંગે શું કરી શકાય તે અંગે માહિતી વિવિધ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે જેમકે - ઘરેલુ હિંસા, સડક સુરક્ષા, આંતકવાદ વિરોધી કાર્યક્રમ વગેરે. આપના રાજ્યમાં આપની ભાષામાં માહિતી મેળવવા મુલાકાત લ્યો