સેટલમેન્ટ ગાઇડ: ઓસ્ટ્રેલિયામાં અંગદાતા કેવી રીતે બનવું?

અંગદાતા બનવા માટે રજિસ્ટ્રેશન કરાવવું એટલે તમારા જીવનની થોડી મિનિટો ફાળવી દસ જીદંગીઓ સુધારી કે બચાવી શકોશો.

Doctor patient

Source: Getty Images

ઑસ્ટ્રેલિયામાં વર્ષ ૨૦૧૬ દરમ્યાન  વિક્રમી સંખ્યામાં  જીવ બચાવનાર ટ્રાન્સપ્લાન્ટ થયા છે, પરંતુ હજી ઘણા દાતાઓની જરૂર છે કારણ કે હાલમાં ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલી દર્દીઓની સંખ્યા છે ૧,૪૦૦ અને દેશભરમાં ડાયલીસીસ પર એટલે નવી કિડનીની રાહ જોઈ રહેલ ૧૨,૦૦૦ લોકો  છે.

મોટાભાગના ઓસ્ટ્રેલિયનો કહે છે કે તેઓ તેમના મૃત્યુ પછી અંગો અને પેશીઓને દાન કરવા તૈયાર છે, પરંતુ તે માટે કોઈ પગલાં લીધા નથી, કોઈ રેજીસ્ટ્રેશન કરાવ્યું નથી કે ઘર માં પણ કોઈ ને વાત કરી નથી.

અંગદાન માટે નામ નોંધાવો અને તમારા કુટુંબીજનો સાથે વાત કરો

પ્રથમ પગલું છે Australian donor register માં અંગત દાતા તરીકે નામ નોંધાવો. માત્ર થોડી મિનિટો લાગશે, તમે અહીં ઓનલાઇન રજિસ્ટર કરાવી શકો છો. (Register to become a donor here.)


તમારે તમારા પ્રિયજનો સાથે પણ વાત કરવાની જરૂર છે અને તેમને જણાવો કે તમે દાતા તરીકે નોંધણી કરી છે. જો કોઈ અકસ્માત કે માંદગીને કારણે તમે અસમર્થ હોવ તો હોસ્પિટલ તમારા કુટુંબના સભ્યો પાસે  અંગદાન વિશે તમારા નિર્ણયની પુષ્ટિ કરાવશે.  જો તમારી આસ-પાસ અંગત લોકો તમારી અંગદાનની ઈચ્છાથી વાકેફ હશે તો તેમને માટે પણ નિર્ણય લેવો સહેલો બનશે.

સાત વર્ષના નાનકડા દિયાને અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એટલે તેના માતા-પિતાને  જીવનની સૌથી કપરી ક્ષણોમાં પણ તેની ઈચ્છા પૂરી કરવાની હિંમત મળી  - આવો મળીયે સાત વર્ષની નાની વયે અંગદાન કરનાર દિયાન ની માતા મિલી ઉદાણી , પિતા રૂપેશ ઉદાણી અને દિયાનની મોટી બેન નૈષાને.
Udani family at SBS Studio in Sydney
Udani family at SBS Studio in Sydney Source: Nital Desai, SBS Gujarati

અંગદાનની પ્રક્રિયા કેવી છે?

દાતા તરીકે રજિસ્ટર કરાવવું મહત્ત્વનું એટલા માટે છે કારણ કે બહુ ઓછા લોકો અંગદાન કરી શકે છે.   અંગદાન ત્યારેજ  શક્ય છે જ્યારે વ્યક્તિ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હોય અને મૃત્યુ પામે  અથવા  ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મૃત્યુ પામે, જે ઑસ્ટ્રેલિયામાં વર્ષે આશરે ૧,૦૦૦ કિસ્સામાં બને છે.

દરેક દર્દીનો જીવ બચાવવા ડોકટર હંમેશા પ્રામાણિકતાથી તમામ પ્રયત્ન કરે છે. અને જયારે સ્પષ્ટ થાય કે મૃત્યુ નિશ્ચિત છે તે સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારેજ અંગદાન વિષે વાત શરૂ થાય છે.

ઓર્ગન એન્ડ ટીશ્યુ ઓથોરિટી ખાતેના નેશનલ મેડિકલ ડિરેક્ટર ડૉ હેલન ઑપડમ જણાવે છે કે અંગદાનની પ્રક્રિયા અત્યંત સાવચેતી અને નૈતિકતા સાથે કરવામાં આવે છે. 

તેમણે SBS રેડિયોને કહયું  "The donation surgery is done by extremely skilled surgeons,The person is treated very respectfully, it's not disfiguring - the person can have an open-casket funeral after their donation."

વધુ વિગતો આપતા જણાવ્યું  "many families get a great deal of comfort knowing that they've honoured the wish of the person that they love and that their loved one has helped other after their death."
Donate Life
Source: Organ and Tissue Authority

મોટા ભાગના ધર્મો અંગ દાનને ટેકો આપે છે

ધ ઓર્ગન એન્ડ ટીશ્યુ ઓથોરિટીએ વિવિધ ધાર્મિક અને સામુદાયિક નેતાઓ સાથે મળી અનેક ભાષાઓમાં માહિતી તૈયાર કરી છે.

You can find them here.

ડોનેટ લાઇફ વીક (અંગદાનને પ્રકાશમાં લાવતું અઠવાડિયું)

૩૦ જુલાઈ થી ૬ ઓગસ્ટ , ડોનેટ લાઈફ વીક નિમિત્તે અંગદાતા તરીકે નામ નોંધાવવો અને તમારા પરિવાર સાથે આ વિષયે વાત શરૂ કરો. અન્ય લોકોને પણ નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, તમે સોશિયલ મીડિયા પર તમારો નિર્ણય શેર કરો  - #makeitcount  #donatelife
આવી રહેલ આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક અને ભાષાકીય પૂર્વભૂમિકા વાળા પાંચ ઑસ્ટ્રેલિયાનોની અંગદાન કથાઓનું પ્રદર્શન થશે , ૬ઠી સપ્ટેમ્બરના રોજ સિડનીમાં ૨ થી ૪ વાગ્યા સુધી Bankstown Library & Knowledge Centre. 

The tickets are free but you need to book here.

Useful links


Share

Published

Updated

By Audrey Bourget, Nital Desai

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service