પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા એબોરિજિનલ અને બિન યુરોપીય સમુદાયના સ્વયંસેવકોએ તેમના પર સૈન્યમાં ભરતી થવા પર પ્રતિબંધ હોવા છતાંય પોતાની સેવા આપી હતી.
ઇન્ડિજીનીયસ Anzacs
વર્ષ 1909માં અમલમાં આવેલ રાષ્ટ્રમંડળ રક્ષા અધિનિયમ હેઠળ, બિન યુરોપીય વારસો ધરાવતા લોકોને આર્મીમાં સેવા આપવા પર રોક લગાડવામાં આવી હતી. પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઇમ્પિરિયલ ફોર્સમાં તે સમયની 80,000 વસ્તી ધરાવતા ઇન્ડિજીનીયસ સમુદાયના લગભગ 1000 થી વધુ લોકોએ ( more than 1,000 Indigenous Australians served) પોતાની સેવા આપી હતી.
ગુન્ડુનગુરા સમુદાયના અને એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર વેટરન્સ એન્ડ સર્વિસીસ એસોસિયેશનના ગેરી ઓકલેયનું કહેવું છે કે, ઘણા ઇન્ડિજીનીયસ ઓસ્ટ્રેલિયનો માટે આ પગાર મેળવવાની તક હતી. આ સાથે સામાજિક સ્તરે તેમની ઉન્નતિ થાય તેવી ઇન્ડિજીનીયસ ઓસ્ટ્રેલિયન સિપાહીઓની આશા તો વર્ષ 1949માં જયારે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો ત્યારે પુરી થઇ.

Studio portrait of 2949 Private Miller Mack, 50th Battalion. The image has come to be symbollic of Indigenous Australians contribution to the ANZAC war effort Source: Australian War Memorial
ચાઈનીઝ -ઓસ્ટ્રેલિયન Anzacs
આ કાયદામાં એશિયાઈ મૂળના ઓસ્ટ્રેલિયનોને પણ અવગણવામાં આવ્યા હતા. આમ કરવા પાછળનું કારણ બ્રિટિશ ઓસ્ટ્રેલિયામાં અને ઓસ્ટ્રેલિયન સેનામાં સ્વેતવર્ણી લોકોનું વર્ચસ્વ રાખવા માંગતા હતા. આ સેનામાં એક મહાન સિપાહી હતા વિલિયમ્સ સીંગ, જેમના પિતા શંઘાઇ થી ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થયા હતા.
મેલબર્નના ચાઈનીઝ સંગ્રહાલયના પ્રાધ્યાપક એડમન્ડ ચીઉ કહે છે કે, " બીલી સીંગ નામક એક પ્રખ્યાત નિશાંચિ થઇ ગયા, પણ આ ભૂમિ પર તેઓ જીવનનિર્વાહ માટે કશું ન કરી શક્યા અને કંગાળ હાલતમાં તેમની મૃત્યુ થઇ."
રશિયન Anzacs
ઓસ્ટ્રેલિયન ઇમ્પિરિયલ ફોર્સમાં બ્રિટિશ, ન્યુઝીલેન્ડ અને કેનેડામાં જન્મેલ સિપાહીઓ બાદ રશિયનોની સંખ્યા સૌથી વધુ હતી. તેઓ રશિયન સામ્રાજ્યના વિવિધ સાંસ્કૃતિક સમુદાયોથી હતા.
ઉદાહરણ તરીકે રશિયન સેનામાં ન જોડાવું પડે માટે ઘણા યહૂદી યુવાનો નાસીને ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. આ માહિતી આપી છે ઓસ્તરેલુયાન નેશનલ યુનિવર્સીટીના ડો. એલેના ગોવોરે

Source: Wikimedia/Shilahov CC BY 3.0
આ દિવસે શું કરશો?
એનઝેક દિવસની પરંપરા
આ દિવસે વર્ષ 1915માં ગલીપોલી પર એનઝેક ફોર્સના ઉતરણની વર્ષગાંઠ છે. આ ઉપરાંત આ દિવસે વિવિધ યુદ્ધમાં શાહિદ થયેલ સિપાહીઓની શહાદત યાદ કરવામાં આવે છે.

Source: Pixabay/Public Domain
Dawn service
રાષ્ટ્રભરમાં ગલીપોલી પર ઉતરણના સમયે એનઝેક સેવાનું આયોજન કરવામાં આવે છે.
Image
કૂચ
રાષ્ટ્રના મોટા શહેરોમાં ભૂતપૂર્વ સૈનિક મહિલાઓ અને પુરુષો કૂચમાં ભાગ લે છે.

Source: AAP/Rob Griffith
ટુ - અપ
આખા વર્ષમાં માત્ર આ દિવસે જ ટુ - અપ રમવાની (which you can legally play two-up.) કાનૂની પરવાનગી છે.
વધુ માહિતી માટે આપ મુલાકાત લઇ શકો છો - https://www.awm.gov.au

Source: Getty Images
વિશ્વમાં અને ઓસ્ટ્રેલિયામાં આ નિમિત્તે થતા સમારોહની માહિતી માટે મુલાકાત લ્યો - The Department of Veterans' Affairs website