જયારે કોઈ કારણોસર દંડ થાય તો શું કરી શકાય?
જો દંડ થાય તો તેની અવગણના ન કરવી જોઈએ, આમ કરવાથી સમય જતા દંડની રકમ અને સજા બંને વધતા જાય છે. જો આપ દંડ અંગે ચોક્કસ ન હોવ, આ દંડ વિરુદ્ધ પગલાં લેવા ઇચ્છતા હોવ કે કોઈ તજજ્ઞની સલાહ લેવા ઇચ્છતા હોવ તો કાનૂની સલાહ સેવાનો સંપર્ક કરવો.
નિ:શુલ્ક કાનૂની સેવા કેવી રીતે મેળવી શકાય?
ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યો અને પ્રદેશોમાં કાનૂની સલાહ કેન્દ્રમાં આપના સવાલોના જવાબ આપવા અને આપને મદદ કરવા સોલિસિટર છે. જો આપને ભાષાકીય તકલીફ હોય તો અહીં ઇન્ટરપ્રિટર પણ મોજુદ છે.

There is free Legal Aid available when you get a fine and want to dispute it or have incurred penalties. Source: AAP
જો આર્થિક તંગી સમયે દંડ આવે તો શું કરવું?
કાનૂની સહાયતા વ્યક્તિને ખાસ પ્રકારની પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, જેમકે આર્થિક તંગી હોવી કે માનસિક તંદુરસ્તીના પ્રશ્નો હોવા વગેરે
ન્યુ સાઉથ વેલ્સની લીગલ એઇડના પૌલા નોવોટનાંનું કહેવું છે કે કાનૂન હેઠળ જે લોકો પાસે પૈસા નથી તેઓ માટે ખાસ કન્સીડ્રેશન કરવામાં આવે છે. આનો મતલબ એમ છે કે વ્યક્તિને દંડની રકમ ચૂકવવા માટે એક પ્લાન આપવામાં આવે છે અથવા પૈસાની બદલે અન્ય પ્રવૃત્તિઓ સાથે દંડ ચૂકવવા માટે વિકલ્પ આપવામાં આવે છે.
ઋણના ચક્રને કેવી રીતે અટકાવી શકાય?
વ્યક્તિને ઋણના ચક્રથી બહાર લાવવા માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે. દા.ત ન્યુ સાઉથ વેલ્સ વર્ક એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ડર્સ કાર્યક્રમ વ્યક્તિને સ્વયંસેવક તરીકે કામ કરીને, ટ્રીટમેન્ટ પ્રોગ્રામ દ્વારા, કાઉન્સેલિંગ કોર્સ વડે કે અન્ય પ્રવૃત્તિ સાથે ચૂકવવા વિકલ્પ આપે છે. જો આપ આ સેવા માટે પાત્રતા ન ધરાવતા હોવ તો પણ આપના અતિદેય દંડ માટે આ સેવાની મદદ લઇ શકાય છે.

If you have accumulated a debt, there are options availbale to help you pay it off. Source: AAP