સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં માનસિક સ્વાસ્થ્ય માટે મદદ કેવી રીતે મેળવવી?

ઓસ્ટ્રેલિયામાં જન્મેલ લોકો કરતા માઇગ્રન્ટ્સ સમુદાયના અને અંગ્રેજી ન જાણનાર લોકો માનસિક સ્વાસ્થ્ય અને મદદ મેળવવામાં ખચકાટ અનુભવે છે. જો વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય સંબંધી મદદ કે સહાય જોઈતી હોય તો આ માટે ઘણા વિકલ્પો છે.

Women hugging at group therapy session

Source: Caiaimage

ઓસ્ટ્રેલિયામાં ગત વર્ષે દર પાંચ માંથી એક વ્યક્તિ માનસિક વિકારનો સામનો કરી રહી હતી. આપણા સમાજમાં શારીરિક સમસ્યાઓ અંગે જેટલી વાત થાય છે તેટલી માનસિક સ્વાસ્થ્ય અંગે કરવામાં આવતી નથી.

આપના જી પી સાથ વાત કરો

જો વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોથી પીડિત હોય તો તેઓએ પોતાના જી પી સાથે વાત કરવી જોઈએ.

એસ બી એસ સાથે વાત કરતા ડો. સ્ટીફન કર્બોન જણાવે છે કે, સામાન્ય રીતે જી પી એ પ્રથમ સંપર્ક બિંદુ છે. તેઓ નિરીક્ષણ કરી જણાવે છે કે કોની મદદ લઇ શકાય। જરૂર પડે મનોચિકિત્સકને રેફર કરી શકે છે.

ડોક્ટર અને દુભાષિયા વ્યક્તિની ગોપ્નીયતાનું સમ્માન કરતા વાત ખાનગી રાખે છે. અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ માટે ભાષાંતર સેવાઓ પણ ઉપલબ્ધ છે.

More information available here.

કેવી રીતે પોષાય ?

Better Access initiative, સંસ્થા વડે કરેલ પહેલ હેઠળ દર વર્ષે મનોચિકિત્સક કે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતના 10 જેટલા સેશન રાહતદરે આપવામાં આવે છે. જો વ્યક્તિ ઓછી આવક ધરાવતી હોય તો 12 જેટલા સેશન આપવામાં આવે છે.

Therapist
Source: CC0 Creative Commons

ઓસ્ટ્રેલિયામાં રહેતા અને મેડિકેર ન ધરાવતા લોકો માટે કમ્યુનિટી સેન્ટર ખાતે કાઉન્સેલિંગ સેવાઓ ઉપલબ્ધ છે.

ફોન વડે કે ઓનલાઇન મદદ મેળવવી

જો વ્યક્તિ સામે રહીને વાત કરવામાં અનુકૂળતા ન અનુભવતી હોય અને તાત્કાલિક મદદ ની જરૂર હોય તો ફોન કે ઓનલાઇન ઉપલબ્ધ છે.

Beyondblue સંસ્થા વડે 24/7 હેલ્પલાઇન સેવા પુરી પાડવામાં આવે છે. ફોન નમ્બર  1300224636. ચેટ સેવા દિવસ દરમિયાન બપોરે 3 થી રાત્રે 12 વાગ્યા સુધી છે. વ્યક્તિ તેમનો સમ્પર્ક ઇમેઇલ વડે પણ કરી શકે છે.

તાત્કાલિક મદદ માટે  Lifeline ની હેલ્પલાઈન 24/7 ઉપલબ્ધ છે. નમ્બર 131114. ચેટ સેવાઓ સાંજે 7 થી સવારે 4 વાગ્યા સુધી છે. વ્યક્તિ આત્મહત્યા કોલ બેક સેવાનો લાભ પણ લઇ શકે છે. 

MindSpot સંસ્થા વડે ઓનલાઇન સ્ક્રીનિંગ મૂલ્યાંકન અને મફત ઉપચાર આપવામાં આવે છે.

Kids Helpline બાળકોની હેલ્પ લાઈન  1800551800 છે જ્યાં 5 થી 25 વર્ષ સુધીનાને  મદદ પુરી પાડવામાં આવે છે.

દુભાષિયા સેવા

દુભાષિયા સેવા માટે 131450 નમ્બરનો સમ્પર્ક કરવો. આ સેવા જીપી અને મનોચિકિત્સકની મુલાકાત માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

કોઈ સાથે વાતચીત કરો

Two teenagers talking on a beach
Source: CC0 Creative Commons

માનસિક બીમારી માટે અને આ અંગે મદદ માંગવા માટે શરમ અનુભવવા જેવું નથી. જો વ્યક્તિ આ અંગે સારું ન અનુભવતી હોય તો ડોક્ટર, માનસિક સ્વાસ્થ્ય સંસ્થા કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ.


Share

2 min read

Published

Updated

By Harita Mehta, Audrey Bourget




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now