શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો વાલીઓ અને બાળકોની સાંભળ લેનારને બાળકોની શાળા અને તેમના અભ્યાસમાં રસ લેવા જણાવે છે.
અહીં કેટલીક ટિપ્સ છે જેથી બાળકોના શાળાજીવનનો અનુભવ વધુ સરસ બનાવી શકાય:
બાળકના શિક્ષણ માટે સકારાત્મક રીતે સંલગ્ન રહો
બાળકો નિયમિત શાળાએ જાય એ ખુબ મહત્વનું છે અને બાળકોના અભ્યાસ પર પણ તેનો પ્રભાવ જોઈ શકાય છે. આ માટે ચિંતામુક્ત દિનચર્યા કેળવવી જેથી બાળક અભ્યાસ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવે.
શાળા અને શિક્ષણ પદ્ધતિ વિષે તમામ જાણકારી રાખવી
ઓસ્ટ્રેલિયન શાળાની કેટલીક પ્રેક્ટિસ વિષે જાણવું જેમકે બાળકોને લંચ બોક્સ આપવું, શાળા છૂટે ત્યારે સમયસર લેવા જવું. બાળકોને કેટલીક શાળા સમય બાદ થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવું, તેમની સાથે શાળામાં પસાર કરેલ સમય- અભ્યાસ અંગે વાતચીત કરવી વગેરે.
વાંચન માટે પ્રોત્સાહન આપવું

નિયમિત રીતે વાંચવાની આદત પાડવી - ક્યારેક આપ કશુંક વાંચી સંભળાવો અને ક્યારેક બાળકો આપને. બાળકોની ક્ષમતા મુજબ વાસ્તવિક અપેક્ષા રાખી શકાય. 2009 OECD report મુજબ જે કિશોર વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રાથમિકશાળાના પ્રારંભિક વર્ષમાં વિદ્યાર્થી સાથે વાંચન કર્યું છે તેમના ગ્રેડ અન્ય વિદ્યાર્થીઓ કરતા સારા રહ્યા છે.
વાલી- શિક્ષક મુલાકાતમાં સક્રિય રીતે ભાગ લેવો
વાલી- શિક્ષક સાથેની મુલાકાત (parent-teacher meetings), જે સામાન્ય રીતે વર્ષમાં 2 વખત યોજવામાં આવે છે તેમાં નિયમિત ઉપસ્થિત રહીને શાળા સાથે સંલગ્ન રહી શકાય.
આ બાળકોની શાળા સાથે અને બાળકના શિક્ષક સાથે સંબંધ કેળવવાની ઉત્તમ તક સમાન છે. આ મુલકતમાં આપ સાચી વિગતો આપો અને ખુલ્લા મને વાત કરો તે સલાહભર્યું છે. જો જરૂર પડે તો શાળા ભાષાંતરની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.

આપના બાળકની શાળામાં સ્વયંસેવક તરીકે સેવા આપો
બાળકના શાળા જીવનનો ભાગ બનવુંએ શાળાની મિટિંગોમાં હાજરી આપવાથી આગળ પણ ઘણું છે. આપ શાળાની પ્રવૃત્તિ જેમકે વાંચન, ખેલ પ્રવૃત્તિઓમાં મદદ કરવી, શાળાની કેન્ટીન કે બગીચામાં મદદ કરવી - માટે સ્વંયસેવક તરીકે યોગદાન આપી શકો છો. Joining a parent organisation દ્વારા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઇ શકાય છે.
વધુ જાણકારી માટે
My School website બાળકોના શિક્ષણ માટે યોગ્ય નિર્ણય લેવા માટે મૂલ્યવાન જાણકારી પુરી પડે છે.
વાલીઓ માટે સ્કૂલ બોર્ડ અને સ્કૂલ કાઉન્સીલ (Guide for Parents on School Boards and School Councils) વિષે વિગતવાર માહિતી આપતી ઓનલાઇન ગાઈડ ઓસ્ટ્રેલિયાભરની વિવિધ શાળાઓ સાથે સંલગ્ન થવા અંગે માહિતી પુરી પાડે છે.
Related: Testing Teachers premieres Wednesday, 19 April at 8.30pm on SBS and will be available after broadcast, streaming anytime on SBS On Demand. Watch the trailer below:

