જયારે યૌન રોગોથી પોતાની અને પોતાના સાથીની રક્ષા કરવાની આવે ત્યારે શું પગલાં લેઇ શકાય તે અંગે માહિતી:
મુખ્ય યૌન સંચારિત સંક્રમણો ક્યાં છે?

Source: Pixabay
યૌન સંચારિત સંક્રમણો - એસ આઈ ટી (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) માં ક્લાઈમૈડિયા, ઉપદંશ, સૂજાક, જનનાંગો પર મસ્સા, જનનાંગ દાદર, થ્રશ, એચ આઈ વી અને હેપીટાઈટિસ મુખ્ય છે. હેલ્થડિરેક્ટ વડે વિવિધ પ્રકારના સેક્સ વડે થતા એસ આઈ ટી (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) અંગે સલાહ આપવામાં આવે છે.
STI (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) થયું છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય?

Source: Pixabay
મોટાભાગના એસ આઈ ટી (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) ના કોઈ ખાસ લક્ષણો હોતા નથી. દા.ત સૌથી સામાન્ય એસ આઈ ટી (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન ) છે ક્લાઈમૈડિયા, જે મોટાભાગે યુવાનોમાં જોવા મળે છે. ક્લાઈમૈડિયાના ત્રીજા ભાગના કેસનું નિદાન થઇ શકતું નથી કેમકે તેના લક્ષણો સાફ જણાતા નથી. આ ઈંફેક્શનનો સરળ ઈલાજ એન્ટિબાયોટિકના એકાદ ડોઝ થી જ થઇ શકે છે.
જાતીય સ્વાસ્થ્ય માટે નિયમુંત ચેક્સની કરાવવી સલાહભર્યું છે. આ અંગે કોઈ શરમ અનુભવવાની જરૂર નથી કેમકે તેઓ પ્રોફેશનલ તબીબ છે, અને તેઓનું કામ લોકોની મદદ કરવાનું છે.
STI (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) વડીલ ઓસ્ટ્રેલિયનોને પણ અસર કરી શકે છે

Source: Wikimedia Commons
છેલ્લા ઓસ્ટ્રેલિયન હેલ્થ એન્ડ રિલેશનશિપસ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 60 વર્ષની આસપાસ ઉંમર ધરાવતા અને નિતમિત રીતે સેક્સ કરતા લોકોમાં ક્લાઈમૈડિયાના કિસ્સામાં 190 ટકાનો વધારો જોવા મળ્યો છે. આથી તમામ આયુવર્ગના લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.
STI (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન) બાબતે કોણ મદદ કરી શકે?

Health check-ups are important to identify potential risk factors. Source: Getty Images
આ બાબતે ચકાસણી કરાવવા આપના જી પી, સ્થાનિક કુટુંબ નિયોજન ક્લિનિક કે જાતીય સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ માટેની તાપસ કે ટેસ્ટ કરાવવા માટે કોઈ મેડિકેર કાર્ડની જરૂર નથી.
STI (સેક્સયુઅલી ટ્રાંસમિટેડ ઇન્ફેક્શન)થી કેવી રીતે બચી શકાય?

Source: Pixabay
એસ આઈ ટી થી બચવા માટે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો જેથી એસ આઈ ટી નું જોખમ ખુબ ઓછું કરી શકાય.
આપ જાતીય સ્વાસ્થ્ય અંગે આપની ભાષામાં મદદ મેળવવા ભાષાંતર સેવાનો ઉપયોગ કરી શકો છો. આ સેવા સાત દિવસ અને 24 કલાક ઉપલબ્ધ છે, આ સેવા માટે આપ 131450 નમ્બર પર ફોન કરી શકો છો.