યાદી બનાવવી
ઘર અને ઘરવખરીની સુરક્ષા અંગે વીમો લેતા પહેલા એક ચેકલીસ્ટ બનાવવું, જેમાં વ્યક્તિની માલિકીની વસ્તુઓ અને તેની લાગતનું મૂલ્યાંકન કરતા થતા કુલ ખર્ચને નોંધી શકાય. વ્યક્તિએ દરેક ચીજ વસ્તુનો ફોટો રાખવો સલાહભર્યું છે અને સાથે કિંમતી વસ્તુઓની ખરીદીની રસીદ પણ રાખવી જોઈએ. વ્યક્તિ ઘરવખરીની ચીજ વસ્તુઓના મૂલ્યાંકન માટે ઉપયોગ કરી શકે છે - content calculator 

Make a list of everything of value that you own and want the insurer to cover. Source: AAP
યોગ્ય પોલિસી માટે જરૂરી શોધ કરવી
કોન્ટેન્ટ વીમો લેવા માટે ઘણા વિકલ્પો છે, જેમકે યોગ્ય પોલિસી માટે કેટલીક સ્વતંત્ર અને વ્યવસાયિક તુલના કરતી કમ્પનીઓની સાઈટની મદદ લઇ શકાય. ત્રણ અલગ અલગ વીમા કમ્પનીઓ પાસે અલગ અલગ ક્વોટ લેવા અને સરખામણી કરવી સૌથી સારો વિકલ્પ હોઈ શકે. જો આપની કોઈ અતિ મૂલ્યવાન વસ્તુ હોય અને આપની પોલિસી તેને કવર ન કરતી હોય તો જે -તે પોલિસીમાં ખાસ ફીચર વડે તેને સામેલ કરી શકાય છે.
ચોક્કસ માહિતી આપવી
વીમાદાતાને સાચી અને ચોક્કસ માહિતી આપવી જેથી વ્યક્તિની ઘરવખરી અને મૂલ્યવાન ચીજ - વસ્તુઓની યોગ્ય કિંમત અંકાઈ શકે. ફરીથી આ બધી જ ચીજ વસ્તુઓની ખરીદીની રસીદ, ફોટો, રેકોર્ડ રાખવો સલાહભર્યું છે.

Shop around for a policy that best suits your needs and protects all that is important to you. Source: AAP
વીમા પોલિસીનો યોગ્ય અભ્યાસ કરવો
દરેક વીમા પોલિસી અલગ છે આથી તેનો યોગ્ય અભ્યાસ કરવો જરૂરી છે. કોઈક પોલિસી આકસ્મિક નુકસાન સામે રક્ષણ આપે છે તો અમુક પોલિસી પાંચ સો ડોલર સુધીના દાગીનાને રક્ષણ આપે છે, તો કેટલીક પોલિસી કુદરતી આપદાઓ સામે રક્ષણ આપે છે. આથી વ્યક્તિની જરૂરત મુજબ પોલિસી લેતી વખતે તેનો યોગ્ય અભ્યાસ કરવો જરૂરી છે.
અન્ય મદદરૂપ લિંક્સ
- આ અંગે યાદી બનાવવા અને ગણતરી કરવા - calculator and household inventory checklist www.understandinsurance.com.au/calculators
www.choice.com.au/money/insurance/home-and-contents

Always read the fine print, some insurers may charge additional costs for events like flooding. Source: AAP