ઇન્ટરનેટનો ઉપયોગ - સ્માર્ટફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આજના સમયમાં જરૂરિયાત સમાન છે. વર્ષ 2019 સુધી માનવામાં આવે છે કે પ્રત્યેક ઘર દીઠ 24 જેટલા ડિવાઇસ ઈન્ટરનેટ સેવા સાથે જોડાયેલા હશે. ઈન્ટરનેટ અને સાયબર સ્પેસના વધતા ઉપયોગને સુરક્ષિત બનાવવું એ માટે સરકાર પ્રયત્નશીલ છે.
આ પરિસ્થિતિમાં વ્યક્તિને અંગ્રેજી ન આવડતું હોય ત્યારે સાવધ રહેવું કઠિન થઇ જાય છે.
સામાન્યજ્ઞાનનો ઉપયોગ કરવો
ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન કન્ઝ્યુમર કમિશનના અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2016માં, ઓસ્ટ્રેલિયન લોકો એ સ્કેમમાં $300મિલિયન ગુમાવ્યા અને આવા સ્કૅમની સંખ્યામાં 47%ની વૃદ્ધિ થઇ છે. આથી કોઈપણ માટે વધુ સાવધાની રાખવી ખુબ મહત્વની છે.
તજજ્ઞોનું કહેવું છે કે સ્કૅમની ઓળખ કરવા સામાન્યજ્ઞાનનો ઉપયોગ કરવો. - જેમકે વાસ્તવિક જીવનમાં પણ જો કોઈ વસ્તુ સાચી લાગવા માટે ખુબ જ સરસ હોય તો તેના સાચા હોવાની સંભાવના ઓછી હોય છે.
તજજ્ઞોનું કહેવું છે કે જો કોઈ કહે કે હું આપને એવી જગ્યા બતાવું જ્યાં $100માં આઈફોન મળે તો, તેવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકાય ?
તો આમ સામાન્યરીતે સારી ડીલ બતાવી સ્કેમ માટે લોકોને આકર્ષિત કરવામાં આવે છે.
ઓનલાઇન ચુકવણી કરતા સતર્ક રહો
દરરોજ લાખો લોકો ઓનલાઇન પેમેન્ટ કરે છે. ઓસ્ટ્રેલિયન પેમેન્ટ નેટવર્કના તાજેતરમાં જાહેર થયેલ અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં 78% કાર્ડ ફ્રોડ ઓનલાઇન થાય છે.
એપીએનના મુખ્ય કાર્યકારી ડો. લેઈલા ફોઉરી જણાવે છે કે," છતરપિંડી કરનાર પહેલા નાની રકમ થી શરુ કરે છે અને પછી રકમ વધતી જાય છે."
કોમ્પ્યુટરને સુરક્ષિત રાખો
વ્યક્તિ તજજ્ઞની મદદ લઈને સર્વર સુરક્ષિત કરી શકે છે. જેમકે વિશ્વસનીય સલાહકાર વડે સેવા લેવી, એડમીન અને પાસવર્ડ સીમિત રાખવા અને ફાયરવોલનો ઉપયોગ કરવો.
નિયમિત રીતે બેકઅપ કરવું.
કોનટેક્ષ્ટ, ઇન્ફોર્મેશન, સિક્યુરિટીના ટેક્નિકલ ડિરેક્ટર રિચર્ડ ડેવિસ નું કહેવું છે કે, "હંમેશ સોફ્ટવેરને ઉપ ટુ ડેટ રાખવું મદદરૂપ ન થી શકે. તે સામાન્યરીતે વોટરિંગ હોલ થી રક્ષણ પૂરું પડે છે."
"જયારે વ્યક્તિ કોઈ હેક થયેલ વેબસાઇટની મુલાકત લે છે, ત્યારે તે વ્યક્તિના પ્લગીન પર ટાર્ગેટ કરે છે."
ઈન્ટરનેટ કનેક્શનને સુરક્ષિત રાખવું
ઈન્ટરનેટને સુરક્ષિત રાખવા ડિફોલ્ટ એડમિનિસ્ટ્રેશન અને પાસવર્ડ કઠિન રાખવા અને રિમોટ મેનેજમેન્ટ ને ડિસેબલ કરવું
પાસવર્ડ કોઈની સાથે ન વહેંચવો
વ્યક્તિએ પાસવર બાએ તેટલો અઘરો સેટ કરવો જેમાં નમ્બર, કેપિટલ અને સ્મોલ લેટર હોય, ખાસ ચિન્હો હોય. અને તેને અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ

ATO warns people against online and mobile phone scams. Source: Getty Images
અજાણી વેબસાઈટથી ફાઈલ ડાઉનલોડ ન કરવી
મોબાઈલને સુરક્ષિત રાખવો
જો વ્યક્તિના મોબાઈલને સુરક્ષિત રાખવામાં ન આવે અને તે ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો વ્યક્તિની જરૂરી માહિતી ચોરાઈ જવાની સંભાવના છે.
વ્યક્તિગત માહિતી અને પ્રાઇવસીને સુરક્ષિત કરો
વ્યક્તિગત માહિતી અને પ્રાઇવસીની ખાસ ધ્યાન રાખવી જેથી કોઈપણ કારણસર તેનો દુરુપયોગ ટાળી શકાય
બાળકો માટે :
ઓસ્ટ્રેલિયન મલ્ટીકલચરલ ફાઉન્ડેશન દ્વારા હાલમાંજ સુરક્ષિત ઇન્ટરનેટનો ઉપયોગ શીખવાડતી એપ લોન્ચ કરવામાં આવી છે. જે 17 વિવિધ ભાષાઓમાં માહિતી પુરી પડે છે. સાયબરપેરેન્ટ નામક આ એપ વાલીઓને બાળકોને ઇન્ટરનેટનો વ્યવસ્થિત ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપે છે
મદદ માટે
ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન કન્ઝ્યુમર કમિશન, સંસ્થા વડે ઈન્ટરનેટ સુરક્ષાને લગતી તમામ વિગતો સમયાનુસાર જાહેર કરવામાં આવે છે.
1300 363 992 નમ્બર પર આપ ઓસ્ટ્રેલિયન ઇન્ફોર્મેશન ઓફિસનો સમ્પર્ક સાધી શકો છો જો આપને આપણી પ્રાઇવસી અંગે કોઈ ચિંતા કે શંકા હોય .