પોતાનો વ્યવસાય એટલે તમે પોતાના બોસ , સ્વતંત્રતાથી કામ કરવાનો લાભ પરંતુ ખુબ મેહનતનું કામ. સફળ થવાના ચાન્સીસ વધારવા હોય તો એક નક્કર પાયાથી શરૂઆત કરવી જરૂરી છે. ધ્યાન માં રાખવા જેવી બાબતો અને અનિવાર્ય પગલાં વિષે આવો જોઈએ થોડી ટિપ્સ.
ઉચિત બિઝનેસ આઈડિયા પસંદ કરો
કયો વ્યવસાય કરશો તેનો વિચાર કરતી વખતે, એવી કોઈ વસ્તુની શોધ કરો કે જેની જરૂર છે, જેમાં આવક ઉભી થઇ શકે પણ સાથેજ તમે એ વિષય માં રસ ધરાવતા હોવા જોઈએ.(કોઈ મોટી અને જાણીતી કંપનીની ફ્રેન્ચાઈસ ખરીદતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો.)
નાણા કમાવવાનું મહત્વનું છે, પરંતુ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ જર્ગન જણાવે છે કે સારો બિઝનેસ ઉત્સાહથી ચાલે છે:
“કોઈ વ્યવસાય માત્ર બધા કરી રહ્યા છે અને ખુબ કમાણી કરી રહ્યા છે એટલે તમે પણ શરૂ કરો તે કામ નહીં લાગે કારણ કે લાંબા ગાળે તમે દરરોજ ઉત્સાહથી એ કામ નહિ કરી શકો , વર્ષો વીતતા તેમાં રસ ઓછો થઇ જશે તો વ્યવસાય ક્યારેય સફળ નહિ થાય."
શિક્ષિકા તરીકે વિદેશી વિદ્યાર્થીઓના પ્રશ્નો બહુ નજીક થી નિહાળવાનો મોકો આશા વૈશ્નાનીને મળ્યો હતો , આ જ અનુભવને પગલે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી એક કંપની શરૂ કરી. પુરૂષપ્રધાન એજ્યુકેશન કન્સલટન્સીના ક્ષેત્ર માં સ્ત્રી સહજ સંવેદના સાથે શરૂઆત કરી . સાંભળો આશા વૈશ્નાનીની મુલાકાત
વ્યવસાય માટેની યોજના બનાવો
તમારે વ્યવસાયના માળખાનો વિચાર કરી એક બિઝનેસ પ્લાન બનાવવો પડશે. તે માટે બજારનો અભ્યાસ કરવો અને તે જ ક્ષેત્રમાં સમાન વ્યવસાયોનો પણ અભ્યાસ કરવો જોઈએ. તેમને માટે શું કામ લાગી રહ્યું છે અને શું અસફળ સાબિત થઇ રહ્યું છે તેનો વિચાર કરો. તમારા ખર્ચનો અંદાજ કાઢો અને લક્ષ્યાંક નક્કી કરો.
ઓસ્ટ્રેલિયન સરકારે એક મફત વ્યાપાર યોજના નમૂનો અને માર્ગદર્શિકા બનાવી છે જેનો પહેલા પગથિયાં તરીકે ઉપયોગ કરો - Business Plan Template and Guide

તમારા વ્યવસાયને રજીસ્ટર કરાવો
વ્યવસાયનું નામ નક્કી કરી , તે ઑસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC)માં સબમિટ કરો. તમે આ અહીં કરી શકો છો. જો વેબસાઇટ તમારા વ્યવસાયનો અગત્યનો ભાગ હોય, તો પહેલા તાપસ કરી લો કે તમે ઇચ્છો છો તે URL ઉપલબ્ધ છે કે નહિ અને ASIC તમારા વ્યવસાયના નામને મંજૂર કરે પછીજ તે ખરીદવાનું.
તમારે ઑસ્ટ્રેલિયન બિઝનેસ નંબર Australian Business Number (ABN) માટે પણ નોંધણી કરાવવી પડશે.
એકાઉન્ટન્ટ નક્કી કરી લો
વ્યવસાય સ્થાપવાની પ્રક્રિયાના પ્રારંભમાં જ એકાઉન્ટન્ટની ભરતી ખૂબ ઉપયોગી થશે. તેઓ તમને લાઇસેંસિંગ, ટ્રેડમાર્કિંગ, કાનૂની જરૂરિયાતો, કરવેરા અને ધિરાણ સાથે સહાય કરી શકે છે.
Image
નાણાકીય સહાય
વ્યવસાય માટે ધિરાણ મેળવવા માટે ઘણા રસ્તા છે. જો તમારી પાસે જરૂરી રકમ ની વ્યવસ્થા ના હોય તો રોકાણકારો મૂડી પૂરી પાડવા માટે તૈયાર થઈ શકે છે. ઑસ્ટ્રેલિયન સરકાર પણ વ્યવસાયો માટે અનુદાન અને સહાય આપે છે.
તમે crowd-ફંડિંગ નો ઉપયોગ કરી શકો છો જેવી કે Kickstarter or Pozible.
તમારી વ્યવસ્થા પ્રમાણે નાની શરૂઆત કરો અને ત્યાંથી આગળ વધો. જો તમે કોઈ રેસ્ટોરન્ટ ખોલવા માંગો છો, પરંતુ તમારી પાસે નાણાકીય સહાય નથી, તો તમે તમારા માલનું વેચાણ Food truck માંથી શરૂ કરી શકો છો. આવક અને બચત થયા પછી રેસ્ટોરન્ટનું સ્વપ્ન સાકાર કરી શકશો.
માર્કેટિંગ યોજના બનાવો
વ્યવસાય યોજનાની સાથેજ માર્કેટિંગ યોજનાની જરૂર પડશે. તમારા ગ્રાહકો કોણ છે? તમારા સ્પર્ધકો કોણ છે? તમે તમારા વ્યવસાય વિશે માહિતી કેવી રીતે મેળવશો? તમારે વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર છે. આ માર્કેટિંગ પ્લાન નમૂનાથી શરૂઆત કરી શકો છો.
ટૂંકા કોર્સની મદદ લો
વ્યાપાર, માર્કેટિંગ, એકાઉન્ટિંગ, કાયદો અને વધુ વ્યવસાય શરૂ કરતી વખતે જાણવા માટે ઘણું બધું છે જો તમારી પાસે તેનું જ્ઞાન ના હોય, પરંતુ શીખવા માગો છો, તો હજારો ટૂંકા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જે તમને આ વિષયો માં માહિતગાર કરી શકશે.
ઓસ્ટ્રેલિયન સરકાર વેબિનર્સ, તાલીમ અને ઇવેન્ટ્સ ની તક પૂરી પાડે છે જેમાં વ્યવસાય શરૂ કેવી રીતે કરવો તે પર સેમિનારો અને વર્કશોપ્સનો સમાવેશ થાય છે.
જો કે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ, નિઃશુલ્ક ઑનલાઇન અભ્યાસક્રમો, સામુદાયિક કોલેજો, તકનીકી કોલેજો અને યુનિવર્સિટીઓથી ઉપલબ્ધ સેંકડો વિવિધ નાના બિઝનેસ કોર્સ છે.
એક માર્ગદર્શક શોધો
તમને મદદ કરવા માટે તૈયાર હોય તેવા અન્ય વ્યવસાયના માલિકનો સંપર્ક કરો, સલાહ લો અને તમારા પ્રશ્નોના જવાબ મેળવો. ઑસ્ટ્રેલિયાની સરકાર માર્ગદર્શન સેવાઓ અને સલાહકાર બોર્ડની સૂચિ પૂરી પાડે છે. આમાંથી ઘણી મફત કે ઓછી કિંમતની સલાહકારી સેવાઓ છે.
ધીરજ રાખો અને અથાગ મેહનત કરવા તૈયાર રહો
પોતાનો વ્યવસાય જોખમી છે અને ઘણા કલાકો કામે ગાળવા પડશે, કમ સે કમ શરૂઆતના તબક્કામાં અને તેના પછી પણ સફળની કોઈ ગેરન્ટી નથી પરંતુ પૂર્વ તૈયારી સારી હશે તો સફળ થવાના ચાન્સીસ પણ વધારે છે.
Useful links
The Australian Government also provides useful information for:
Starting an Indigenous Business
Starting a business as a young person
Information for businesses from the Australian government
Starting your business checklist

