ઓસ્ટ્રેલિયાના પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્યને માણવું હોય, તો આઉટડોર અને રાષ્ટ્રીય ઉદ્યાન શ્રેષ્ઠ વિકલ્પ છે. ગ્રેટ બેરીયર રીફ પર ડ્રાઈવ કરવી, કે કાંગારું આઇલેન્ડ પર વન્યસૃષ્ટિને જાણવી - જોવી કે ઉલુરુ ખાતે એબોરિજિનલ સંસ્કૃતિ વિષે જાણવું, ગમે તે પ્રવૃત્તિ કરતી વખતે પોતાની સલામતી સૌથી મહત્વની છે.
આપ જ્યાં જવા ઇચ્છતા હોવ તે સ્થળ અંગે પહેલા જરૂરી માહિતી મેળવી લેવી.
આપ જે- તે સ્થળની માહિતી સરકારી વેબસાઈટ પરથી મેળવી શકો છો. આ વેબસાઈટ પર જે- તે સ્થળ અંગેની બધી માહિતી ઉપલબ્ધ છે જેમકે પ્રવેશ ફી, વાતાવરણની અપડેટ, ઉપલબ્ધ સુવિધાઓ વગેરે.

એબોરિજિનલ અને ઐતિહાસિક સ્થળો પર ચાલશો નહિ કે તેને અડશો નહિ.
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ઉદ્યાનો મોટાભાગે જંગલ ક્ષેત્ર છે અથવા એબોરિજિનલ સાંસ્કૃતિક મહત્વ ધરાવતી જગ્યા છે. આ સ્થળોમાં પથ્થર કલા, મિટિંગ સ્થળ, પ્રાસંગીક ઉત્સવો કે મેળવળાની જગ્યા અથવા અન્ય સાંસ્કૃતિક મહત્વ ધરાવતી જગ્યાઓનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકાર છ રાષ્ટ્રીય ઉદ્યાનો અને તેર સમુદ્રી અભ્યારણ્યનું પ્રબંધન કરે છે, મોટાભાગે આ માટે ઇન્ડિજીનીયસ પારંપરિક માલિકોની સાથે ભાગીદારી કરે છે.

શું પ્રવેશ ફી ભરવાની હોય છે?
ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગાડી સાથે પ્રવેશ કરવા પર પ્રવેશ શુલ્ક છે, ચાલતા કે સાયકલ પર જવા પર નહિ.
જો આપ રાષ્ટ્રીય ઉદ્યાનોની વારંવાર મુલાકાત લેતા હોવ તો આપ અહીંની મુલાકાત માટેના પાસ લેવામાં આવે તે સલાહભર્યું છે. આપ કેટલાક દિવસો માટે,વેકેશન દરમિયાન મુલાકાત માટે, કે આખા વર્ષ દરમિયાન મુલાકાત લેવા માટેનો પાસ ખરીદી શકો છો.
મોટાભાગના રાજ્યો વિવિધ પાર્કના પાસ સાથે આપે છે, જો કે આ પાસને અન્ય રાજ્યોમાં ઉપયોગમાં લઇ શકાતા નથી.
સુરક્ષિત રહેવા શું કરવું?
જો આપ અંતરિયાળ વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો આ અંગે કોઈને જાણ કરશો. સાથે ભોજન,પાણી અને ગરમ કપડાં લઇ જવા સલાહભર્યું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કરેલ માર્ગ નિશાનીઓને અનુસરવી અને સુરક્ષા ફેન્સને ન ઓળંગવી.

સન એન્ડ સ્વીમ સ્માર્ટ
રાષ્ટ્રીય ઉદ્યાનમાં સનસ્ક્રીનનો ઉપયોગ અચૂક કરવો, અને જો આપ અહીં તરવાની ઈચ્છા ધરાવતા હોવ તો પાણીની ઊંડાઈ, તાપમાન અને પ્રવાહ તપાસવા. જયારે દરિયા કિનારાની નજીક ચાલતા હોવ અને પાણીની નજીક હોવ ત્યારે વિશેષ ધ્યાન રાખવી.
સફાઈ રાખવી
ઓસ્ટ્રેલિયાની ભૂમિનો ચાર ટકા વિસ્તાર ધરાવતા રાષ્ટ્રીય ઉદ્યાનો વિવિધ પશુ-પક્ષી અને છોડ સાથે અને સુંદર પરિદ્રશ્ય સાથેના સુરક્ષિત સ્થળો છે. અહીં કચરો કરવાથી અહીંના વાતાવરણને ગંભીર નુકસાન થઇ શકે છે.
આ અંગે વધુ માહિતી માટે મુલાકાત લ્યો- https://parksaustralia.gov.au/
Image
અન્ય ઉપયોગી લિંક્સ :
- Parks Victoria: http://parkweb.vic.gov.au/
- Northern Territory Parks and Wildlife Service: https://dtc.nt.gov.au/
- NSW National Parks and Wildlife Service: http://www.nationalparks.nsw.gov.au/
- Queensland Department of National Parks, Recreation, Sports and Racing: https://www.npsr.qld.gov.au/
- National Parks South Australia: http://www.environment.sa.gov.au/parks/Home
- Western Australia Department of Parks and Wildlife: https://www.dpaw.wa.gov.au/
- Tasmania Park and Wildlife Service: http://www.parks.tas.gov.au/
- ACT Parks and Reserves: http://www.environment.act.gov.au/parks-conservation/parks-and-reserves
