SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ :STEM નું મહત્વ

ઓસ્ટ્રેલિયા ની કામ કરતા 15% લોકો STEM ની લાયકાત ધરાવે છે. ધ ઓસ્ટ્રેલિયન ઇન્ફોરમેશન ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (AIIA) ના જણાવ્યા મુજબ, આજ ના ડિજિટલ યુગ માં ટેક્નોલોજી એ સંપૂર્ણ રીતે આપણા અર્થતંત્ર , પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે બદલાવ લાવશે. તો આ STEM સ્કિલના શા ફાયદા છે?

STEM

1 min read

Published

Updated

By Harita Mehta, Ildico Dauda



Skip to article content

1 ભવિષ્યમાં ઉદ્યોગો માટે ઉચ્ચ કુશળતા અને જ્ઞાન

પીડબલ્યુસી ના એક A Smart Move અહેવાલ માં આગાહી કરવામાં આવી છે કે સૌથી ઝડપથી વિકસતા 75 ટકા વ્યવસાયો માં સ્ટેમ ક્ષેત્રમાં કુશળતા જરૂરી છે.

Circuit board
Source: Pixabay

2 સારી કારકિર્દી તકો

ધ ઓફિસ ઓફ ધ ચીફ સાયન્ટિસ્ટ દ્વારા સોંપવામાં આવેલા એક અહેવાલ માં જણાવાયું છે કે સ્ટેમ લાયકાતો સાથે લોકો કામ કરવા માટે મૂલ્યવાન છે,ભલે ને તેમના કાર્યક્ષેત્ર માટે તે પૂર્વ શરત ન હોય.

STEM subjects
Source: Pixabay

3. વધુ સારી આવક

સ્ટેમ વિષયો ના સ્નાતકો ઉચ્ચ શરૂ પગાર અપેક્ષા રાખી શકે છે.

AUD
Source: AAP

ઓસ્ટ્રેલિયન માહિતી ઇન્ડસ્ટ્રી એસોસિયેશન ના નિવેદન Step it up: accelerating digitisation of Australia’s economy માં ઓસ્ટ્રેલિયા માં કેવી રીતે ડિજિટલ પ્રતિભા અને કૌશલ્ય નો વિકાસ કરી શકાય તે અંગે ભલામણો કરવામાં આવી છે.

ઓગસ્ટ 13 થી 21 - રાષ્ટ્રિય વિજ્ઞાન સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે વિજ્ઞાન , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ અને ગણિત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન છે.

કોઈપણ વય ના લોકો જાણી શકે છે કે કેવી રીતે drones, Droids અને રોબોટ્સ કૃષિ, ખાણકામ, ઉત્પાદન, દવા, અવકાશ અને સમુદ્ર ની ઊંડાઈ ના એકસ્પ્લોરેશન જેવા ક્ષેત્રો માં બદલાવ લાવી રહ્યા છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ ની વધુ માહિતી માટે : National Science Week.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now