ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શન વડે વર્ષ 2014ના સ્કિલ્ડ માઈગ્રેશન અને હંગામી પ્રવૃત્તિ માટેની વિસા શ્રેણીનો રિવ્યુ કર્યા બાદ, હંગામી પ્રવૃત્તિ માટેની સાત પેટા શ્રેણીને નવી ચાર પેટા શ્રેણીમાં બદલવામાં આવી છે. નવી વિસા શ્રેણી ટૂંકા ગાળા માટે ઓસ્ટ્રેલિયા આવતા નિષ્ણાતો, હંગામી પ્રવૃત્તિ, તાલીમ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા ક્ષેત્રોને આવરી લે છે.
બધી જ વિસાની અરજીઓ હવેથી ઇમિગ્રેશન ઓનલાઇન એકાઉન્ટથી જ કરવાની રહેશે.
19મી નવેમ્બરથી અમલમાં આવી રહેલ બદલાવ બાદ આ પાંચ વિસા શ્રેણી બંધ થઇ જશે. વધુ માહિતી માટે મુલાકાત લઇ શકો છો new temporary visa framework .
બંધ કરેલ વિસા શ્રેણીના બદલે અમલમાં આવનાર નવી શ્રેણી આ મુજબ છે:
સબક્લાસ 401 હંગામી કામકાજ માટે ( લાંબી અવધિના વસવાટ અને પ્રવૃત્તિ અર્થે)

A seasonal worker picks grapes at a vineyard outside Canberra. Source: AAP
જો આપ પહેલાથી જ ધાર્મિક કાર્યકર શ્રેણી, રમતગમત શ્રેણી, સ્થાનિક કાર્યકર શ્રેણી અથવા એક્સચેન્જ શ્રેણી હેઠળના વિસા પેટાવર્ગ 401 (લાંબા રોકાણ પ્રવૃત્તિ) હેઠળ ધરાવો છો તો આપને કોઈ અસર થશે નહીં.
સબક્લાસ 402 તાલીમ અને સંશોધન વિસા

College student using laptop in science laboratory Source: Getty Images
આ વિસાને નવી તાલીમ શ્રેણી 407 (પેટાવર્ગ 407) દ્વારા બદલવામાં આવ્યા છે. આથી તમામ તાલીમ વિસા અરજદારો માટે જરૂરી છે કે તેઓ જૂની શ્રેણી 402 હેઠળ માન્ય તાલીમ અને સંશોધન સ્પોન્સરર વડે તા. 18 મે 2017 સુધી અરજી દાખલ કરાવે.
સબક્લાસ 416 ખાસ કાર્યક્રમ વિસા
Students from Sabdamala Nepali school performing in Sydney. Source: SBS Nepali
સબક્લાસ 416 વિસા શ્રેણી હેઠળ યુથ એક્સચેન્જ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમુદાય કે શાળાના કાર્યક્રમો માટે ટૂંકાગાળાના રહેવાસ માટે પ્રાવધાન હતું જે હવે નવી શ્રેણી 408 હેઠળ છે. આ શ્રેણીની જરૂરતો પહોંચી વળવા માટે આયોજકોએ કેન્દ્ર સરકાર સાથે ખાસ કરાર કરવો પડશે .
સબક્લાસ 420 હંગામી કામકાજ (મનોરંજન ) વિસા

Madonna performs her 'Rebel Heart' Tour at Allphones Arena on March 19, 2016 in Sydney, Australia. Source: Getty Images
સબક્લાસ 488 સુપરયાર્ટ ક્રુ વિસાImage
આ શ્રેણી હેઠળના વિસાને પણ પેટાશ્રેણી 408 માં બદલવામાં આવ્યા છે.
19મી નવેમ્બર થી અમલમાં આવી રહેલ ચાર નવી પેટા શ્રેણી:
- સબક્લાસ 400 હંગામી કામકાજ (ટૂંકી અવધિના વસવાટ સાથે
- સબક્લાસ 403 હંગામી કામકાજ (આંતરરાષ્ટ્રીય સંબંધો)
- સબક્લાસ 407 તાલીમ અર્થે વિસા
- સબક્લાસ 408 હંગામી કામકાજ (વિવિધ)