ગ્રાહક સુરક્ષા અંગેના હક્કોની જાણકારી થી આપ પૈસાની બચત કરી શકો છો. ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન અને ગ્રાહક કમિશન (Australian Competition and Consumer Commission (ACCC)) વડે આ પાંચ મહત્વની ટિપ્સ આપવામાં આવી છે. ripped off.
રસીદ જાળવી રાખો

કોઈપણ પ્રકારની ખરીદી કરતી વખતે રસીદ કે ખરીદીનો પુરાવો જરૂરથી માંગો. આ રસીદને સુરક્ષિત રીતે જાળવી રાખવી જેથી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. દરેક વ્યાપાર માટે $75થી વધુની કોઈપણ વેચણી માટે રસીદ આપવી ફરજીયાત છે.
રીપેર, બદલાવ અથવા પૈસા પરત માંગી શકો છો

ઓસ્ટ્રેલિયાના ગ્રાહક સુરક્ષાના કાયદા (consumer guarantees)મુજબ ગ્રાહક કોઈપણ ખરીદેલ વસ્તુને રીપેર કરવાની, બદલવાની કે પરત લેવાની માંગણી કરી શકે છે.
કરાર સહી કરતા પહેલા કરારને યોગ્ય રીતે સમજો

કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદી કરતાની સાથે આપ એક કરારનો ભાગ બનો છો. કોઈપણ પ્રકારના કરાર માં સહી કરતા પહેલા, પોતાની સહમતી આપતા પહેલા કરારને યોગ્ય રીતે સમજવો જરૂરી છે.
ગેરમાર્ગે દોરતા ભાવ (Prices)થી સાવધાન રહો

ઓસ્ટ્રેલિયામાં નિયમ મુજબ કોઈપણ વસ્તુના ભાવ યોગ્ય હોવા જોઈએ અને તેને યોગ્ય રીતે પ્રદર્શિત કરેલ હોવા જોઈએ જેથી ગ્રાહકને કુલ કિંમતની જાણ થાય. જાહેરખબરમાં આપેલ અને અન્ય જગ્યા એ જણાવેલ બધાજ ભાવ અને ચોક્કસાઈ કરવી. વસ્તુ વેચનારે વાસ્તુના ભાવના ભાવને યોગ્ય રીતે પ્રદર્શિત કરવા જોઈએ અથવા ઓછા ભાવમાં વેચવી જોઈએ.
ઓનલાઇન શોપિંગના ઘોટાડાથી સાવધાન

ઓનલાઇન ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જે- તે વેબસાઈટ વાસ્તવિક હોય. ઘોટાડા કરનાર ખોટી વેબસાઈટ કે જાહેરખબર વડે ગેરમાર્ગે દોરી શકે છે.
આ સંસ્થાનો મદદ કરી શકે છ:
The Australian Competition and Consumer Commission (ACCC) - આ સંસ્થા ઓસ્ટ્રેલિયામાં સ્પર્ધત્મક અને ગ્રાહક સુરક્ષાના કાયદાની રક્ષા કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. સંસ્થા ઓસ્ટ્રેલિયામાં સાપ્રધાત્મક વાતાવરણ અને નિષ્પક્ષ વ્યાપારને પ્રોત્સાહિત કરે છે.
Choice - આ સંસ્થા ગ્રાહકોની સમસ્યા - પ્રશ્નો અને તાપસ કરે છે અને ગ્રાહકોને ફરિયાદ કરવા કે યોગ્ય પગલાં લેવા મદ્દ્દ કરે છે.
MoneySmart - સંસ્થા વડે ગ્રાહકોના હક્કો અને ફરજો અંગે વિસ્તૃત સલાહ આપવામાં આવે છે.
Austrade - આ એક સરકારી સંસ્થા છે, અહીં કોઈપણ પ્રવાસી ગ્રાહક ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન થયેલ ખરીદીના અયોગ્ય વર્તનની ફરિયાદ નોંધાવી શકે છે.
The Treasury - સંસ્થા ઓસ્ટ્રેલિયાની સ્પર્ધાત્મક અને ગ્રાહક નીતિ અંગે સલાહ આપે છે.

