ઓસ્ટ્રેલિયાનું આર્થિક વર્ષ 1 જુલાઈથી શરુ થાય છે આથી અત્યારે સમય છે ટેક્ષ રિટર્ન ભરવાનો.
શું ટેક્ષ રિટર્ન ભરવું જરૂરી છે ? ?
જો ગતવર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહીને વ્યક્તિએ $18,200 થી વધુની આવક મેળવી હોય તો તેણે ટેક્ષ રિટર્ન ભરવું જરૂરી છે.
વ્યક્તિના નોકરીદાતા કે સંસ્થા તરફથી 'ગ્રુપ સર્ટિફિકેટ ' તરીકે જાણીતી, ચુકવણીની રકમની સમરી આપવામાં આવે છે. આ સર્ટિફિકેટમાં જણાવેલ હોય છે કે આપણી કેટલી આવક થઇ અને કેટલો ટેક્ષ વ્યક્તિએ ભરવાનો છે.
ક્યારે ટેક્ષ રિટર્ન ભરવું?
જો વ્યક્તિ પોતે ટેક્ષ રિટર્ન ભરતી હોય તો સમયમર્યાદા છે ઓક્ટોબર અંત સુધી અને જો એકાઉન્ટ મારફત ભરાવતી હોય તો સમયમર્યાદા છે આવતાવર્ષે 15 મે સુધી.

Source: Getty Images
પોતે ટેક્ષ રિટર્ન ભરતી હોય તો
ટેક્ષ એજન્ટની મદદ લેવી
વિદેશની આવક પર કર ભરવા અંગે શું કરવું?
ઘણા આંગતુકો પાસે વિદેશથી થતી આવક પણ હોય છે. વ્યક્તિએ આ પ્રકારની આવક જાહેર કરવી જરૂરી છે. જો વ્યક્તિ વિદેશમાં આ માટે ટેક્ષ ભરતો હોય તો તે અહીં ટેક્ષ ક્રેડિટ માટે દાવો કરી શકે છે.
વિદેશથી થતી આવક છુપાવવાથી દંડ થઇ શકે છે.

Australian Taxation Office ATO Source: AAP
કેટલી રાહત મળી શકે ?
વ્યક્તિ ટેક્ષમાં રાહત માટે કામકાજ સંબંધી - જેમકે યુનિફોર્મ કે કામ સંબંધી અભ્યાસ જેવા ખર્ચ મૂકી શકે છે. આ માટે વધુ માહિતી માટે ATO’s website પર જાણવું કે કઈ રાહત માટે દાવો કરી શકાય. વ્યક્તિએ ફાઈલના રેકોર્ડ ચાર વર્ષસુધી સાંચવવા જરૂરી છે. આ માટે વડે પણ ટૂલ 'myDeductions' ઉપલબ્ધ છે અને અન્ય એપ પણ છે.

Source: SBS NEWS
ટેક્ષની રાહતના પૈસા મેળવવા કે વધુ ટેક્ષ ભરવો
મોટાભાગના નોકરીદાતા પોતાના સ્ટાફના પગારમાંથી ટેક્ષ કાપી લેતા હોય છે - આ રકમ સંભવિત રકમ છે. કુલ આવકની રકમ મુજબ વ્યક્તિને ભરેલ ટેક્ષમાંથી રાહત મળશે કે નહિ તે જાણી શકાય છે.
જો વ્યક્તિ સેલ્ફ -એમ્પલોયડ હોય તો?
પોતાની રીતે રોજગાર મેળવતી વ્યક્તિ એ વર્ષના અંતમાં કુલ રકમ પર આયકર ભરવાનો હોય છે.