સેટલમેન્ટ ગાઈડ : વડીલો સાથે થતા દુર્વ્યવહારને કેવી રીતે જાણી શકાય અને કેવી રીતે તેને રોકી શકાય?

જયારે પારિવારિક સંબંધોમાં કડવાશ આવે ત્યારે વડીલો સાથે દુર્વ્યવહાર થતો વધી શકે છે. આવી કોઈ ઘટના અંગે કે કોઈ પીડિત અંગે આપને જાણ થાય તો એ જરૂરી છે કે આ બાબતે જરૂરી પગલાં લેવા જોઈએ. આ અંગે શું કરી શકાય તે વિષે માહિતી.

Domestic

Source: Public

ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ તરીકે આવેલ બહુસાંસ્કુતિક સમુદાયના વડીલો માટે વિવિધ કારણોસર તેમની સાથે થતા દુર્વ્યવહાર અંગે મદદ માંગવી કઠિન થઇ જાય છે. માઈગ્રન્ટ સમુદાયને આ બાબતે માહિતી અને મદદ પુરી પાડવા કેટલાક સંસાધનો ઉપલબ્ધ છે.

વડીલો સાથે થતો દુર્વ્યવહાર એટલે શું?

Aged care
Source: Department of health


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવતી વ્યાખ્યા પ્રમાણે વડીલો સાથે થતો દુર્વ્યવહાર એટલે જ્યાં  વિશ્વાસની અપેક્ષાના કારણે  વડીલોને નુકસાન થાય અથવા તેમને ડિસ્ટ્રેસ થાય એવી એક વખત કે વારંવાર બનતી ઘટના.
વિશ્વના 10 ટકા વડીલો આ પ્રકારના દુર્વ્યવહારથી પીડિત છે, પણ મોટાભાગના કિસ્સાઓ અંગે કોઈ ફરિયાદ કે નોંધ નથી લેવામાં આવતી.

વડીલો સાથે થતા દુર્વ્યવ્હારના 90% કિસ્સાઓમાં દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ પરિવારની સભ્ય હોય છે. એડ્વોકેરના મુખ્ય કાર્યકારી અધિકારી ગ્રેગ મેહનેના જણાવ્યા અનુસાર, " અડ્વોકેર વડે કરવામાં આવેલા સંશોધનો અને અનુભવ આધારે જાણવા મળ્યું છે કે વડીલો સાથે દુર્વ્યવહાર કરનાર મોટાભાગે તેમના પુત્ર કે પુત્રી છે."

અંગ્રેજી ભાષાનું ઓછું જ્ઞાન વડીલોને તેમની સામે થતા દુર્વ્યવહાર સામે અવાજ ઉપાડવામાં અવરોધ સમાન છે.

વડીલો સાથે થતા દુર્વ્યવ્હારના લક્ષણો


પરિવાર કે મિત્ર વડે થતા દુર્વ્યવહાર અંગે ઘણા વડીલો અંગ્રેજી ભાષાના જ્ઞાનની કમીના કારણે ફરિયાદ નથી કરતા. અને આથીજ વડીલો સાથે થતા દુર્વ્યહાર અંગે જાણવું સહેજ અઘરું છે. આ પ્રકારના દુર્વ્યવહારને વડીલો ઘણી વખત સૂક્ષ્મ માને છે અથવા જાણી કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરે છે, આ બાબતે ચર્ચા કરવાની અનિચ્છા દર્શાવે છે. દા. ત સમુદાયના ઓછા સંપર્કમાં રહેતી વડીલ વ્યક્તિ જયારે એકાદ - બે પરિવારના સભ્યો પર આધારિત રહે છે ત્યારે તેઓ વડીલોની પરિસ્થિતિનો લાભ લઇ શકે છે.
Omar
Source: Pexels
એજ કેર મેનેજર એલેક્ઝાન્ડર અબ્રહ્મઑફનું કહેવું છે કે ઘણા સંજોગોમાં લોકો વડીલો પાસે એવા દસ્તાવેજો પર કે અન્ય બાબતો પર સહી કરાવી લે છે કે જે અંગે વડીલોને જાણ જ  ન હોય.

આર્થિક રીતે થતો દુર્વ્યવહાર સૌથી સામાન્ય છે

વડીલો સાથે થતા દુર્વ્યવ્હારમાં માનસિક અને આર્થિક રીતે થતા દુર્વ્યવ્હારનો પણ સમાવેશ થાય છે.  

આર્થિક રીતે થતો દુર્વ્યવહાર એ ખુબ સામાન્ય છે. જેમાં વડીલોના પૈસાની ચોરી કરવી , તેમની વસિયત બદલવા દબાણ કરવું કે તેની ખોટી સહી કરી બેન્કનું ખાતું ઓપરેટ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
Credit Cards
Source: Pixabay

કેટલાક લોકો વડીલો પાસે પાવર ઓફ એટોર્ની કરાવીને વડીલોની આર્થિક અને કાનૂની બાબતો પોતાના હાથમાં લઇ લે છે.

કેવી રીતે સહાયતા પ્રાપ્ત કરવી?

Elder Abuse prevention and support
Source: NSW Elder Abuse prevention


વડીલો સાથે થતા દુર્વ્યવહાર અંગે  રિપોર્ટિંગ કરવું ફરજીયાત નથી. આમ છતાંય ઓસ્ટ્રેલિયાભરમાં કેટલીક એવી સામાજિક સંસ્થાઓ છે કે જે દુર્વ્યવ્હારથી પીડિત વડીલોની મદદ કરે છે.  જે -તે રાજ્યની હેલ્પલાઇન અંગે જાણવા મુલાકાત લ્યો-  My Aged Care website.  

જો આપ કોઈ દુર્વ્યવ્હારથી પીડિત વડીલને જાણતા હોવ તો, મદદ ઉપલબ્ધ છે. અંગ્રેજી ન બોલી શકતા વડીલો માટે દુર્વ્યવહાર અંગે ફરિયાદ કરવી કઠિન છે. પણ આવા કિસ્સામાં જો આપ અંગ્રેજી સિવાયની ભાષા બોલી શકતા હોવ તો આપ રાષ્ટ્રીય અનુવાદ અને વ્યાખ્યાતા સેવાનો સંપર્ક કરી શકી છો. આ માટેનો ફોન નમ્બર છે - 131450. આ ઉપરાંત આપ જીપી, ધાર્મિક આગેવાન કે કોઈ વિશ્વાસુ મિત્રની મદદ પણ લઇ શકો છો.

જાગૃતિ કેળવવી

Free from abuse
Source: NSW Elder Abuse prevention


સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે 15મી જૂનને 'એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે' તરીકે જાહેર કરવામાં આવી છે. આ વર્ષની થીમ છે -' વી કેન સ્ટોપ એલ્ડર અબ્યુઝ'. વડીલો સામે થતા દુર્વ્યવહાર અંગે જાગૃતિ ફેલાવવા આપ  સામુદાયિક ઇવેન્ટમાં ભાગ લઇ શકો છો, ઇવેન્ટ આયોજિત કરી શકો છો દા.ત આપ પર્પલ કપડાં પહેરી રેલી કરી શકો છો, વૃક્ષ વાવી શકો છો, મોર્નિંગ ટી આયોજિત કરી શકો છો . . . 

Find out more: 

Find information in your language:

Useful links and phone numbers

Victoria: Seniors Rights
Helpline: 1300 368 821

Helpline: 1800 628 221

Western Australia: Advocare
Helpline: 1300 724 679 (Perth)

1800 655 566 (rural)

Helpline: 02 6205 3535

Northern Territory: Emergency Services
Helpline: 131 444

Helpline: 1300 651 192

South Australia: Aged Rights
Helpline: 08 8232 5377 (Adelaide)

1800 700 600 (rural)

Helpline: 1800 441 169

 


Share

Published

Updated

By Harita Mehta, Ildikó Dauda

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service