જો આપ નિયમિત કાર ચલાવતા હોવ તો શક્ય છે કે જાણતા - અજાણતા ક્યારેક કોઈ અકસ્માત કે દુર્ઘટનામાં આપ શામિલ હોવ તો આ સમયે શું કરવું?
આપની કાર સલામત સ્થળે ઉભી રાખો
ક્યારેપણ અકસ્માત થયે સૌ પ્રથમ આપની કાર સલામત સ્થળે ઉભી રાખો. આવી ઘટના બાદ ઘટનાસ્થળ પર ન થોભી-જતા રહેવું એ ઓસ્ટ્રેલિયામાં અપરાધ છે. જો અકસ્માત સાંજે કે રાત્રે થયો હોય અને અંધારું હોય તેવી પરિસ્થિતિમાં હેઝાર્ડ લાઈટ ચાલુ રાખવી જેથી અન્ય વાહનચાલકો તકેદારી રાખી શકે.
દુર્ઘટનામાં શામેલ વ્યક્તિના વેલ્ફેરની ધ્યાન રાખવી
જો કોઈ આ અકસ્માતમાં ઇજા પામ્યું છે કે નહિ તેની નોંધ લેવી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક જોખમ ન હોય ત્યાંસુધી ખસેડવું નહિ.

Source: CC0 Creative Commons
આપાતકાલીન અને પોલીસ સેવાને બોલાવવી
જયારે 000 પર કોલ કરો ત્યારે નીચે મુજબની માહિતી આપવી :
- જો કોઈને ઇજા થઇ હોય
- જો સામેનો ડ્રાઈવર ડ્રગ કે નશીલા પદાર્થની અસર હેઠળ લાગે તેની જાણકારી
- જો કોઈ ગંભીર નુકસાન થયું હોય અથવા કોઈપ્રકારનો ખતરો હોય
- જો અન્ય ડ્રાઈવર ઘટનાસ્થળે ઉભો ન રહે અથવા પોતાની વિગતો આપવાનો ઇન્કાર કરે
વિગતોની આપ લે કરવી
કોઈ અકસ્માત કે દુર્ઘટનામાં સામેલ વ્યક્તિઓએ એકબીજાની વિગતોની આપ લે કરવી જરૂરી છે. મોટા ભાગના કિસ્સાઓમાં આપાતકાલીન સેવાઓને બોલાવવાની જરૂરત હોતી નથી.
આપ - લે કરવાની વિગતો:
- ઘટના ઘટ્યાની તારીખ, સમય અને સ્થળ
- ડ્રાઈવરનું લાયસન્સ (નામ, ફોન નમ્બર, સરનામું, વીમો, રજીસ્ટ્રેશન નમ્બર, વાહનનો રંગ અને અન્ય વિગતો)
- જો વાહનચાલક વાહનની માલિકી ન ધરાવતો હોય તો વાહનના માલિકની વિગતો
- સાક્ષીનું નામ, સરનામું અને ફોન નમ્બર
- જો પોલીસ હાજર હોય હોય તો પોલીસ અધિકારીનું નામ , સ્ટેશનનું નામ અને ફોન નમ્બર.
- થયેલ નુકસાનનો ફોટો
આ બધી બાબતો યાદ રાખવી અઘરી છે તો આ અંગે જરૂરી એપ કે લિસ્ટ પહેલાથીજ સાથે રાખી શકાય.
જો કોઈ કારને પાર્કિંગ માં નુકસાન થાય તેવામાં કાર પર પોતાની વિગતોની ચિઠ્ઠી મુકવી જેથી અન્ય કારનો મલિક સંપર્ક સાધી શકે
અકસ્માત અંગે રિપોર્ટ નોંધાવવો
કોઈપણ અકસ્માતનો રિપોર્ટ 24 કલાકમાં નોંધાવવો જરૂરી છે.
ગંભીર અકસ્માત - જેમાં કોઈવ્યક્તિને ગંભીર ઇજા થઇ હોય કે કોઈ મૃત્યુ પામ્યું હોય, જયારે એકબીજાની વિગતો આપ - લે ન થઇ હોય, જયારે વાહન ટો કર્યું હોય, અથવા જયારે $3000 કે તેથી વધુનું નુકસાન થયું હોય.
માઇનોર અકસ્માત - સામાન્ય રીતે રિપોર્ટ કરવાની જરૂર નથી હોતી, વીમા કંપનીઓ વ્યક્તિ તરફથી જરૂરી પ્રક્રિયા કરતી હોય છે.

Source: Getty Images
કાર ટો કરવી પડે ત્યારે
જો કાર ટો કરાવવી પડે તો વ્યક્તિએ ટો ક્મ્પ્નીનો સમ્પર્ક કરવો. પોતાની વિગતો પોતાની કારમાં રાખવી જેથી સંપર્ક સાધવામાં સરળતા રહે.
વીમા કંપનીનો સંપર્ક કરવો
જો વ્યક્તિ પાસે કારણો વીમો હોય તો, તરત જ વીમા કામનીનો સંપર્ક કરવો.
વીમાદાતાને આપવાની વિગતો :
- નામ, કોન્ટેક્ટ નમ્બર, લાયસન્સ નમ્બર
- કારની વિગતો અને અન્ય કારની વિગતો
- અન્ય કારણ ડ્રાઇવરના વિમાની વિગતો
- અકસ્માતનું વિવરણ
જ્યાંસુધી પ્રોફેશનલ નિરીક્ષણ ન થાય ત્યાંસુધી વીમા કમણીઓ વ્યક્તિને પોતાનો દોષ ન સ્વીકારવા ભલામણ કરે છે.