ઓસ્ટ્રેલિયામાં સ્વસ્થ્યસેવા મેળવવા માટે મેડિકેર(કાર્ડ) ના ઘણા લાભ છે. મેડિકેર મારફતે વ્યક્તિને ઘણા પ્રકારની તબીબી સેવા મફતમાં અથવા રાહતદરે આપવામાં આવે છે. આટલું જ નહિ જાહેર દવાખાનાના દર્દીને રાહત દરે દવાનું પ્રિસ્ક્રિપશન અને નિઃશુલ્ક સંભાળ પણ પુરી પાડવામાં આવે છે.
પાત્રતા
મેડિકેર સેવા મેળવવા વ્યક્તિ ઓસ્ટ્રેલિયન રહેવાસી હોવું ફરજીયાત છે. મેડિકેર માટેની કેટલીક પાત્રતાઓ નીચે મુજબ છે :
- વ્યક્તિ ઓસ્ટ્રેલિયન કે ન્યુઝીલેન્ડનો નાગરિક હોવી જોઈએ
- વ્યક્તિ કાયમી નિવાસી હોવી જોઈએ ,
- કાયમી નિવાસી માટેની અરજી કરણનાર વ્યક્તિ, જેની પાસે ઓસ્ટ્રેલિયામાં રોજગાર માટેની પરવાનગી છે અથવા જેના વાલી- બાળક - પતિ કે પત્ની ઓસ્ટ્રેલિયન નાગરિક /કાયમી નિવાસી હોય અથવા જેના વાલી- બાળક - પતિ કે પત્ની ન્યૂઝીલેન્ડના નાગરિક હોય અને ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય
- મંત્રી આદેશ દ્વારા કવર કરવામાં આવી હોય
- વ્યક્તિ ઓસ્ટ્રેલિયા પર આધારિત કોઈ ટાપુની નિવાસી હોય
જો કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયા સાથે રેસિપ્રોકલ સંભાળ કરાર ધરાવતા દેશોમાંથી આવી હોય તો તેને પણ મેડિકેર મળી શકે છે. ઓસ્ટ્રેલિયાના 11 દેશો સાથે આ પ્રકારના કરાર છે. આ દેશોની યાદી જાણવા - full list and conditions here.

A man walks into a Medicare and Centrelink office at Bondi Junction on March 21, 2016 in Sydney, Australia. Source: Getty
નામની નોંધણી કેવી રીતે કરાવવી
વ્યક્તિએ આ માટે અરજી કરવાની હોય છે( fill an application). આ માટેનું ફોર્મ માનવસેવા વિભાગ (DHS)ની વેબસાઈટ અથવા મેડિકેર સર્વિસ સેન્ટર(Medicare service centre )થી ડાઉનલોડ કરી શકાય છે. આ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે મેડિકેર સર્વિસ સેન્ટરમાં આપવાનું હોય છે.
દાવો કેવી રીતે કરવો
જયારે વ્યક્તિ મેડિકેર માટે અરજી કરે છે, ત્યારે વ્યક્તિના બેન્ક એકાઉન્ટને મેડિકેર સેવા સાથે જોડી દેવાય છે. મોટાભાગના ક્લેમ ડોક્ટરની ઓફિસથી દાખલ થાય છે અને વ્યક્તિને તેના બેન્ક એકાઉન્ટમાં થોડા દિવસોમાં પૈસા મળી જાય છે.
આ ઉપરાંત વ્યક્તિ ઓનલાઇન( online), મેઈલ દ્વારા કે એક્સપ્રેસ પલ્સ મેડિકેર મોબાઈલ એપ(Express Plus Medicare mobile app. ) ની મદદથી પણ ક્લેમ કરી શકે છે.

An overview of the Medicare app Source: DHS
મદદ
મેડિકેર અંગેની સામાન્ય પૂછપરછ માટે 132 011 નંબર 24 કલાક કાર્યરત છે.
ભાષાંતર અને દુભાષિયા સેવાનો લાભ લેવા નંબર છે 131 450.
નવા માઇગ્રન્ટ્સ માટે
જે લોકો વર્કિંગ હોલીડે કે સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવેલ હોય તેઓ મેડિકેર સેવા માટે પાત્રતા નથી ધરાવતા. તેઓ માટે ખાનગી સ્વાસ્થ્ય વીમો ઉતરાવવો સલાહભર્યું છે.
આ ઉપરાંત શરણાર્થીઓ માટે પણ મેડિકેર સેવા નથી. શરણાર્થી સંસાધન કેન્દ્ર જેવી કેટલીક અન્ય સંસ્થાઓ તેઓને મેડિકલ બિલ માટે મદદ કરે છે.