ઓસ્ટ્રેલિયામાં લગભગ 60લાખ લોકો સ્વયંસેવક તરીકે યોગદાન આપે છે(six million Australians are involved in volunteer work), જેમાંના 30ટકા લોકો વિદેશમાં જન્મેલ છે(nearly 30 per cent of all volunteers). તેઓ આવું શા માટે કરે છે તેની સાથે ઘણા કારણો જોડાયેલ છે.

The City of Sydney have recruited volunteers to act asSydney ambassadors to offer guidance to city visitors.
રોજગારની સારી તક માટે
નવા દેશમાં જરૂરી અનુભવની કમી અને સીમિત નેટવર્કના કારણે રોજગાર મેળવવો અઘરું કામ છે.
સ્વયંસેવક તરીકે કોઈ સંસ્થા સાથે જોડાઈને વ્યક્તિ જરૂરી અનુભવ અને કૌશલ શીખી શકે છે, જે ઓસ્ટ્રેલિયાના નોકરીદાતા ધ્યાનમાં લઇ શકે. આ ઉપરાંત વ્યક્તિ નવા લોકોને મળી પોતાનું નેટવર્ક પણ વધારી શકે છે. ઓસ્ટ્રેલિયાની રીતભાત પણ શીખે છે. સાર એટલો કે વ્યક્તિના સીવીમાં મહત્વની વિગતો ઉમેરાય છે.
એક્સેસ કમ્યુનિટી સર્વિસના વડા ગેઈલ કેર કહે છે કે તેમનો 10ટકા સ્ટાફ સ્વયંસેવકમાંથી કર્મચારી બન્યો છે.

Volunteers prepare food for disadvantaged people in Liverpool, Sydney. Source: Nicola Heath
સામાજિક યોગદાન અને ખુશી માટે
સમાજને કશુંક આપી શકીએ તેથી વધુ ખુશીની લાગણી શું હોઈ શકે ? આવો ભાવ છે મ્યાંમારથી આવેલ ચીન શરણાર્થી રૅકીમીનો. રૅકીમી હાલમાં એક્સેસ કમ્યુનિટી સર્વિસ ખાતે નવા આવેલ શરણાર્થીઓને સેટલ થવા સ્વયંસેવક તરીકે મદદ કરે છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ પર્સન સેન્ટર્ડ મેડિસિનના અહેવાલ મુજબ સમાજસેવા માટે સ્વયંસેવક તરીકે કામ કરતા 96ટકા લોકો વધુ ખુશ રહે છે.
હાવર્ડ બિઝનેસ રીવ્યુના અહેવાલ મુજબ સ્વયંસેવકો વધુ સક્ષમ હોય છે અને તેમની પાસે વિવિધ મેનેજમેન્ટ કૌશલ હોય છે.
અમેરિકન અભ્યાસ મુજબ સ્વયંસેવક તરીકેની ભૂમિકામાં રહેતા લોકોમાં હતાશા -નિરાશા જેવા રોગો નહિવત હોય છે, આ સાથે તેઓ તંદુરસ્ત અને લાબું આયુ ભોગવે છે.

Source: CC0 Creative Commons
પોતાના અધિકારો વિષે જાણવું
સ્વયંસેવક તરીકે ખુબ મહત્વની બાબત એ છે કે વ્યક્તિ પોતાની પસન્દનું,પોતાની અનુકૂળતાએ કામ કરી શકે. પણ, આ સાથે વ્યક્તિએ સ્વયંસેવક તરીકે પોતાના અધિકારો વિષે જાણવું જરૂરી છે.
વોલ્યૂન્ટરીંગ કવીન્સલેન્ડના સબિના નોવાક કહે છે કે - સ્વયંસેવકોના હક્કો પણ કર્મચારીઓથી મળતા આવે છે. જેમકે તેઓને ટ્રેનિંગ વગર કોઈ ખાસ કામ ન સોંપી શકાય. તેઓ વીમાથી રક્ષિત હોવા જોઈએ. તેઓને અઠવાડિયામાં 16 કલાકથી વધુ કામ ન આપવું જોઈએ વગેરે .
The new series of Struggle Street offers a raw and unflinching portrayal of struggle and hardship in Australia.
[videocard video="1097565251810"]