SKIP TO MAIN CONTENT

ટાઈમ મેનેજમેન્ટ માટેની અસરકારક 7 ટિપ્સ

ટાઈમ મેનેજમેન્ટ દિવસના 24 કલાકને અસરકારક રીતે વાપરવાની કલા છે. પોતાના લક્ષને પામવા વ્યક્તિએ મહેનત સાથે સ્માર્ટ વર્ક કરવું, પોતાના આયોજન સાથે અનુસાશનથી જોડાયેલ રહેવું જરૂરી છે. તો જાણીએ ટાઈમ મેનેજમેન્ટ માટેની કેટલીક જરૂરી, સરળ અને અસરકારક ટિપ્સ

Tips for effective time management

3 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

"ટાઈમ મેનેજમેન્ટ" વ્યક્તિના સમયને મહત્તમ રીતે  ઉપયોગમાં લઈને, ઉત્પાદકતા વધારતા, વ્યક્તિના લક્ષને સાધવાની કલા  છે.

દરેક વ્યક્તિને જીવનમાં દરરોજના 24 કલાક મળે છે. આ સમયનો ઉપયોગ કરીને કેટલાક લોકો સફળતાની ટોચ પર પહોંચે છે, તો કેટલાક લોકો આ સમયને કેવી રીતે મેનેજ કરવો તે અંગે સંઘર્ષ કરે છે.

આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે અમને સમય નથી મળતો. ટાઈમ મેનેજમેન્ટને લગતા ઘણી પુસ્તકો વાંચી લીધા બાદ પણ તેઓ આ જ્ઞાનને અમલમાં મૂકી શકતા નથી.

આ વિષય પર ટિપ્પણી કરતા પર્સનાલિટી ડેવલપમેન્ટ અને માઈન્ડ સેટ કન્સલટન્ટ ક્ષમા ઉપાધ્યાય જણાવે છે કે, "આપણે  આ મુદ્દે  સ્ટ્રગલ અનુભવીએ છીએ કારણકે આપણે જે - તે મુદ્દે સંબંધ નથી જોડી શકતા અથવા આપણે પોતાનું મસ્તિષ્ક કેવી રીતે કામ કરે છે તે વિષે નથી જાણતા. ટાઈમ મેનેજમેન્ટ માટે સેલ્ફ અવેરનેસ જરૂરી છે. વ્યક્તિએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે."

આપણે "ટાઈમ મેનેજમેન્ટ" મુદ્દે સ્ટ્રગલ અનુભવીએ છીએ કારણકે આપણે આ મુદ્દે સંબંધ નથી જોડી શકતા

ક્ષમા ઉપાધ્યાયે  ટાઈમ મેનેજમેન્ટને લગતી કેટલીક શ્રેષ્ઠ અને સરળ  વાતો SBS ગુજરાતી સાથે વહેંચી. વ્યક્તિ આ ટિપ્સનો ઉપયોગ કરીને પોતાના લક્ષ સુધી પહોંચી શકે અને સારો અનુભવ લઇ શકે માટે તેઓએ આ વિગત ખુબ સરળતાથી જણાવી છે.

1) સ્પષ્ટ લક્ષાંક નિર્ધારિત કરવા

વ્યક્તિએ તમામ  કામને સૂચિબદ્ધ કરવા જોઈએ એટલેકે તેનું લિસ્ટ બનાવવું જોઈએ. આ લિસ્ટમાં જે કામ વ્યક્તિના લક્ષ સુધી લઇ જવામાં મદદરૂપ હોય તે જરૂરી છે અને અન્ય કામ ઓછા જરૂરી છે.

2) કરવાના કામોની યાદી બનાવવી

ટૂ ડૂ  લિસ્ટ, એટલેકે કરવાના કામોની યાદી એ વ્યક્તિની  સૌથી સારી  મિત્ર છે. આ ટૂલની  મદદથી  વ્યક્તિની ઉત્પાદન ક્ષમતામાં 20 ટકા જેટલી વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત યાદી બનાવવાના કારણે વ્યક્તિના વિચારને સ્પષ્ટતા મળે છે - જેથી કામ કરવા માટે પ્રોત્સાહન મળે છે અને ચિંતા ઓછી થાય છે.

આગળના દિવસે કરવાના ત્રણ મુખ્ય કામની નોંધ રાત્રે જ બનાવી જેથી તેને પ્રાધાન્ય આપી શકાય.

વ્યક્તિ આ યાદી કાગળ, કમ્પ્યુટર કે સમાર્ટફોન પર બનાવી શકે. જરૂર પડે તો રિમાઇન્ડર સેટ કરી શકાય. કરવાના કામોની યાદીને જુદી જુદી કેટેગરીમાં પણ વહેંચી શકાય, જેમકે થઇ શકે તેવા કામો અને સમય લાગે તેવા કામો વગેરે. એક સમયે એક જ કામ કરવું.

Time Managment
Source: By Jeff.lasovski - Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=19121595

3) પોતાનું શિડ્યુલ બનાવવું

દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે, તેના આધારિત આપના  મુખ્ય ત્રણ કામો કરવા કયો સમય  અનુકૂળ રહેશે તે જાણવું. બીજા શબ્દોમાં કોઈક રાત્રે વધુ સારું કામ કરી શકે અને કોઈ દિવસે.

4) ખલેલ સ્વીકારો

વ્યક્તિએ નિખાલસ રીતે ખલેલ પહોંચાડતી બાબતોનો સ્વીકાર કરવો જોઈએ. ઈ મેલ, સોશિયલ મીડિયા, મેસેજ ચેક કરવા જરૂરી છે પણ તેના માટે સમય નિશ્ચિત રાખવો. આ ઉપરાંત ઘણા સંજોગોમાં વ્યક્તિએ  હાથ પરનું કામ મુલતવી રાખવું પડે તો તેનાથી વ્યાકુળ બનવું ન જોઈએ.

Office Time Management Working Work Management
Office Time Management Working Work Management Source: CC0 Public Domain

5) ફ્લેક્સિબલ રહો

વ્યક્તિએ પોતાની સાથે પ્રામાણિક અને ફ્લેક્સિબલ રહેવું ખુબ જરૂરી છે. ઘણી વખત વ્યક્તિ પોતાની જાત પાસેથી ખુબ મોટી અપેક્ષા રાખે છે જે યોગ્ય નથી. વ્યક્તિએ પોતાને સમય આવે પૂછવું  જરૂરી છે કે - "આ કામ  હમણાંજ કરવું જરૂરી છે?"  જરૂર પડે  "ના " પડતા પણ વ્યક્તિએ શીખવું જોઈએ.

6) ખુબ જરૂરી બાબતો ન હોય તો તેને બીજાને સોંપી શકાય, તે અંગે વાટાઘાટ કરી શકાય કે અન્ય રીતે પૂર્ણ કરી શકાય.

Image

7) વ્યક્તિ 30 થી 40 મિનિટના સ્લોટમાં કામ કરી શકે અને દર સ્લોટ બાદ 5 કે 10 મિનિટનો વિરામ લેવો જેથી યોગ્ય સમયસીમા દરમિયાન કામ પૂર્ણ કરી શકાય.

આપ ટાઈમ મેનેજમેન્ટ અંગે વધુ પ્રશ્નો અમને મોકલી શકો છો, અમે તેના જવાબ તજજ્ઞ પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું

Follow SBS Gujarati on FACEBOOK


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now