કોબર્ગ એ સામાન્ય રીતે મેલબોર્ન નું સૌથી ગતિશીલ અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતું એક પરુ છે. પરંતુ શનિવાર (28/5) ના દિવસે આ પરુ એક યુદ્ધ ભૂમિ સમાન બન્યું હતું, જયારે કેટલાક વિરોધ પ્રદર્શન કરતા લોકો હિંસક બન્યા હતા.
મોરલેન્ડ કાઉન્સિલ વડે આયોજવામાં આવેલ "Say No To Racism" (જાતિવાદ વિરોધ ની ) રેલી સામે અન્ય જૂથો સામેલ થતાં આ અથડામણો શરુ થઇ હતી. આ અન્ય જૂથો માં રાજ્ય ના અન્ય ભાગ માંથી આવેલ જમણેરી વિચારધારા ધરાવતા "ટ્રુ બ્લ્યુ ક્રુ" જૂથ ના સમર્થકો અને સ્વયમ પ્રસ્થાપિત " ફાસીવાદ વિરોધી " જૂથ ના સભ્યો જેમને તેમના ચહેરા ઢાંકી રાખેલ, તેમનો સમવેશ થાય છે.
ભારે પોલીસ બંદોબસ્ત, દંગા ને કાબુ માં કરી શકે તેવા ખાસ અધિકારીઓ સહિત ના સત્તાધારીઓ, આ જૂથો ને લાંબા સમય માટે અલગ રાખવા અસમર્થ હતા.
પ્રદર્શનકારીઓ વડે ધ્વજ ના ડંડા નો ઉપયોગ થતા , પોલીસ વડે બંને જૂથો પર પેપર સ્પ્રે નો ઉપયોગ કર્યો હતો.
પોલીસે બાળકો સાથે ના પરિવારો ને રેલીઓ થી દૂર રહેવા ચેતવણી આપી હતી તથા સ્થાનિક વ્યવસાયો બંધ રાખવામાં આવ્યા હતા.
"Say No To Racism" રેલી ના આયોજક સુ બોલ્ટન નું કહેવું છે કે તેણી તથા તેમના સાથીદારો આવેશ માં નહિ આવે.
તો "ટ્રુ બ્લ્યુ" જૂથ ના સભ્ય નીક એબટ કે જેઓ બેન્ડીગો ના નિવાસી છે તેઓ નું કહેવું છે કે તેઓના જૂથ વડે રેફ્યુજીસ ને ઓસ્ટ્રેલીયા લાવવા નો તેઓ વિરોધ કરતા રહેશે .
વિક્ટોરિયા પોલીસ કમાન્ડર શેરોન કોડેન કહે છે તે ઘટનાઓ સાથે નિરાશ છે. અંત માં મૂળ રેલી શાંતિ પૂર્વક આગળ વધી હતી.
Share

