Feature

ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે NSW, વિક્ટોરીયા અને દ.ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ

ઓસ્ટ્રેલિયામાં પૂરની પરિસ્થિતિ અંગે તાજી માહિતી.

WILD WEATHER ADELAIDE

A fallen tree that has hit power lines, affecting local residents on Ashbrook Avenue, in Payneham, Adelaide. Monday, November 14, 2022. Source: AAP / MORGAN SETTE/AAPIMAGE

NSW, વિક્ટોરીયા અને દ. ઓસ્ટ્રેલિયામાં ખરાબ હવામાન અને ભારે વરસાદની સ્થિતી યથાવત. દ.ઓસ્ટ્રેલિયામાં હજારો લોકો વીજળીથી વંચિત થયા છે.

NSWની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે(SES) મેન્ડેગેરી ક્રિક અને કેનોવિન્ડ્રાની આસપાસ રહેતા રહીશોને અચાનક આવેલા પૂરના કારણે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની વિનંતી કરી છે.

બીજી તરફ મોલોંગની ખાડીમાં પણ પૂરની તારાજીથી અસરગ્રસ્ત મોલોંગના રહેવાસીઓને પણ સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.

ડેરીવોંગ, ડબ્બોના વેસ્ટર્ન પ્લેન્સ ટુરિસ્ટ પાર્ક અને તુમુતના રિવરગ્લેડ કેરેવાન પાર્કના સ્થાનિકોને પણ સાવચેતી રાખીને સ્થળાંતર કરવાની તૈયારી કરી લેવી જોઇએ.
અત્યાર સુધી અંદાજીત મધ્યમથી ભારે વરસાદના કારણે બરેન્ડોંગ ડેમની મેક્વાયરી નદીમાં પાણીનું સ્તર ઊંચું ગયું છે.

બૂરોવા ડેમમાં પાણીનો ભરાવો વધતા પાર્ક સ્ટ્રીટ અને માર્કેટ સ્ટ્રીટ, બૂરોવા કેરેવાન પાર્ક અને નદી કિનારાના નીચાણ વાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા છે. આ વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.

લોકલન નદી અને તેની ઉપનદીઓમાં લાંબા સમય સુધી પૂરને કારણે નાનામી, ફોર્બ્સ અને કોટન વિયરમાં પાણીનું સ્તર ઊંચું જવાની સંભાવના છે.

આજથી જેમલોંગ વિયરની લોકલેન નદીની નજીકનો વિસ્તાર, નેમલોંગ નદીનો નીચાણવાળો પટ અને કેરાથૂલના ગ્રામીણ વિસ્તારના લોકો પૂરની પરિસ્થિતિના કારણે સંપર્ક વિહોણા થઇ શકે છે.

વોરે, મલ્ગાવારીના, ગોન્ગોલ્ગોન, બાથર્સ્ટ અને ડાર્લિંગ પોઇન્ટ ખાતે મોટું પૂર ચાલું છે.

હેયમાં પણ પૂરની પરિસ્થિતિ યથાવત્ છે. આ અઠવાડિયાના અંતમાં નદીનું સ્તર 1974ના વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આવેલા પૂર જેવું હોઇ શકે છે.

તાજેતરમાં બાલરાન્લડ હાલમાં મધ્યમ પૂરનો અનુભવ કરી રહ્યું છે, પરંતુ ડિસેમ્બર મહિનાના શરૂઆતના સમયમાં મોટું પૂર આવવાની શક્યતા છે.

ગત અઠવાડિયામાં સતત વરસાદના કારણે મરે નદી અને એડવર્ડ નદી અને તેમની ઉપનદીઓમાં પાણીનો નવેસરથી વધારો થયો હોવાના કારણે લાંબા સમયથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જ્યારે ટોરમબેરી ખાતે નદીનું સ્તર 17થી 18મી નવેમ્બર સુધી પૂરના કારણે ભયજનક સપાટી વટાવી દેશે, જ્યારે બારહમ 18થી 20 નવેમ્બર સુધી પાણીનું સ્તર ઊંચું રહેવાની શક્યતા છે.

મરે નદી અને એડવર્ડ નદીના ધસમસતા પાણીના પ્રવાહના કારણે ટોરમબેરીથી વકુલ નદીમાં પાણીનો પ્રવાહ તીવ્રતાથી વધી રહ્યો છે. જેથી વકુલ જંકશન ખાતે વર્ષ 1975ના પૂરની સ્થિતીથી પણ ખરાબ પરિસ્થિતિ નિર્માણ પામી છે.

સ્ટીવન્સ વિયર ખાતે બુધવારની આસપાસ મોટા પૂરની શક્યતા છે.

વિક્ટોરીયાની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે (SES) અને VicRoads પણ તાજેતરના હવામાનને કારણે સમગ્ર રાજ્યમાં રસ્તા બંધ થવાની ચેતવણી આપે છે.
પૂરના કારણે દ.ઓસ્ટ્રેલિયામાં સપ્તાહના અંતમાં ભંયકર વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં લોકો અંધારપટનો સામનો કરી રહ્યા છે.

રવિવારે લગભગ 65,000 ઘરો અને વ્યવસાયો વીજળી વિહાણો હતા, ત્યારે 50 થી વધુ શાળાઓને અઠવાડિયા સુધી બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
દ.ઓસ્ટ્રેલિયાના પાવર નેટવર્કના પોલ રોબર્ટ્સ કહે છે કે, જ્યાં સુધી કારીગર ઘટના સ્થળે ન પહોંચે અને પરિસ્થિતિનું કારણ માલૂમ ન પડે અને વીજળી પુન:સ્થાપિત કરવા માટે જરૂરી મુલ્યાંકન કરે નહીં ત્યાં સુધી વીજળી ફરી ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.

વર્ષ 2016માં રાજ્યવ્યાપી અંધારપટ બાદ આ પરિસ્થિતિને દ.ઓસ્ટ્રેલિયામાં સૌથી ખરાબ માનવામાં આવે છે.

Keep up to date with the latest forecast from the 

Follow the latest changes by checking the 

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500, Victoria Emergency Services on 1800 226 226, or SA SES on 132 500 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline.

Share

Published

By SBS
Presented by Mirani Mehta
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે NSW, વિક્ટોરીયા અને દ.ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ | SBS Gujarati