ફેર વર્ક લોકપાલ દ્વારા આજે સ્મોલ બિઝનેસ શોકેસ શરુ કરવામાં આવ્યું છે. લઘુ ઉદ્યોગોને સરળતાથી ચલાવવા માટે જરૂરી તમામ માહિતી અને સંસાધનો એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ફેર વર્ક લોકપાલ દ્વારા વર્ષ 2013 થી લઘુ ઉદ્યોગો માટે શરુ કરવામાં આવેલ ખાસ હેલ્પલાઇન પર વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે જાણકારી મેળવવા 500,000 થી વધુ ફોન આવ્યા છે. આથી સ્મોલ બિઝનેસ શોકેસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની જરૂરત જણાઈ હતી.
જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં ફેર વર્ક લોકપાલ નેટલી જેમ્સ જણાવે છે કે, "ઓસ્ટ્રેલિયાની કામકાજના સ્થળો પર સંબંધોને લગતી વ્યવસ્થા જટિલ છે અને ખાસ કરીને સમયનો અભાવ ધરાવતા પારિવારિક વ્યવસાય ગૃહો અને લઘુ ઉદ્યોગો માટે "
"ઓસ્ટ્રેલિયાની કામકાજના સ્થળો પર સંબંધોને લગતી વ્યવસ્થા જટિલ છે અને ખાસ કરીને સમયનો અભાવ ધરાવતા પારિવારિક વ્યવસાય ગૃહો અને લઘુ ઉદ્યોગો માટે"
સ્મોલ બિઝનેસ શોકેસ એક એવું માધ્યમ છે કે જે કામકાજના સ્થળો પરના નિયમો - કાયદાઓ - પ્રક્રિયાઓને જાણવા અને સમજવામા મદદરૂપ થશે. અહીં કર્મચારીની ભરતી કરવી, તેમના વેતનની ગણતરી કરવી, ચોક્કસ રીતે રેકોર્ડ સાંચવવા અને કામકાજી સ્થળોના વિવિધ પ્રશ્નો કેવી રીતે સુલઝાવવા તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

આ માધ્યમ પર સૂચનો આપતા વિડીયો પણ મુકવામાં આવ્યા છે જેથી વ્યવસાય ધરાવનાર વ્યક્તિ લોકપાલ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે પોતાના વ્યવસાયને વિકસાવી શકે.
ફેર વર્ક સંશોધન (નબળા શ્રમિકોનું રક્ષણ કરતા ) અધિનિયમ 2017 પ્રમાણે કર્મચારીનો ચોક્કસ રેકોર્ડ રાખવામાં નિષ્ફ્ળ જવા બદલ કે તેમને પે સ્લીપ ન આપવા બદલ કમ્પનીઓને $63,000 સુધીનો, વ્યક્તિને $12,600 નો દંડ થઇ શકે છે. આ ઉપરાંત કર્મચારીઓના ખોટા કે ભ્રામક રેકોર્ડ રાખવા બદલ વ્યક્તિને $12,600 સુધીનો દંડ થઇ શકે છે.
ફેર વર્ક લોકપાલ દ્વારા સ્મોલ બિઝનેસ શોકેસ પર વિવિધ મટીરીઅલ નિશુક્લ અને વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે - The Small Business Showcase આ ઉપરાંત લઘુ ઉદ્યોગોના માલિકો અને કર્મચારીઓ વધુ માહિતી માટે ફેર વર્ક લોકપાલનો સમ્પર્ક કરી શકે છે- Fair Work Ombudsman અથવા હેલ્પ લાઈન 13 13 94 પર ફોન કરી શકે છે.