જેર્વીસ લીંડી સિડની ખાતે કાનૂની સહાય કંપની ચલાવે છે, તેઓના મત પ્રમાણે ગત વર્ષે સરકાર વડે નાના ઉદ્યોગો ની અસ્કયામતો માટે આપેલ $20,000 ની છૂટ એ સારી મદદ હતી.
" અમે તરત જ જઈને કમ્પ્યુટર , ફોટોકોપીયર, ફોન સુવિધા જેવી જરૂરી બાબતો માં આ પૈસા વાપર્યા, જે અમારા માટે મોટો ફાયદો હતો."
આ ટેક્ષ ના ફાયદા જે વ્યવસાયો નું કુલ ટર્નઓવર બે મીલીયન ડોલર થી ઓછું હોય તેને લાગુ પડે છે.
સ્ફીરોસ કોટસોપોહલોસ, જેઓ ડેહ્લોયત નાણાકીય સેવા કંપનીમાં ટેક્ષ ભાગીદાર છે. તેમના મત પ્રમાણે આ છૂટ માં વિસ્તાર થવો જોઈએ .
" આ છૂટ તો જ અર્થતંત્ર અને કરદાતાઓ માટે સકારાત્મક કે ફાયદાકારક નીવડી શકે, જો તેનો વ્યાપ 5 મીલીયન ડોલર કે 10 મીલીયન ડોલર કે ગમે તેટલું મોટું ટર્નઓવર ધરાવતી કંપનીઓ ને પણ આપવામાં આવે. આપણે 6 મીલીયન ડોલર સુધી ની અસ્કયામતો ધરાવતા નાના ઉદ્યોગો માટે કેટલીક છૂટ રાખી જ છે, છતાય 2 મીલીયન ડોલર ના ટર્ન ઓવર ધરાવતા વેપાર માટે અલગ નિયમ છે. તો મારા મત પ્રમાણે આ છૂટ નો વ્યાપ વધારવા માં આવે તો જ તેઓ ફાયદો દેખાઈ શકે છે."
ગત વર્ષે નાના ઉદ્યોગો ને કમ્પની ટેક્ષ માં પણ 1.5 ટકા ની છૂટ આપવામાં આવી હતી.
શ્રી કોટસોપોહલોસ ના મત મુજબ આ છૂટ નો વિસ્તાર વધવો જોઈએ.
"ટેક્ષ ની રાહત પણ મારા મતે બહોળા કરદાતાઓ માટે હોવી જોઈએ . મને અલગ અલગ કરદાતાઓ માટે અલગ અલગ કરમાળખું પદ્ધતિ માં કોઈ પ્રશ્ન નથી કેમકે, આ રીતે જે તે વર્ગ ના વ્યવહાર ને જાણી શકાય છે. દા. ત. જો હું બે મીલીયન ડોલર અંદર ટર્ન ઓવર ધરાવું તેના વિરોધ માં જો હું બે મીલીયન ડોલર ઉપર ટર્ન ઓવર ધરાવું ."
સ્ટાર્ટ અપસ વ્યવસાયિક ખર્ચ માં રાહત માટે તાત્કાલિક દાવો કરી શકે છે.
અન્ય ઘણા શરૂઆતી વ્યવસાયો જેમ "Get It Sorted" કમ્પની ના સ્થાપક હેમિલ્ટન કિંગ ને સંશોધન અને વિકાસ માટે ના અનુદાન થી ફાયદો થયો હતો. તેઓનું કહેવું છે કે નવીનતા તરફ ના સરકાર ના લક્ષ્ય ને વધુ મદદ મળવી જોઈએ .
" મને ખરેખર ગમશે, જે વ્યાપાર ઓસ્ટ્રેલીયા માંજ આવક રાખે તેમના માટે વધુ મદદ, વધુ અનુદાન આપાય. જેથી આવા ઉદ્યોગો જે ઉદ્યોગો પોતાની આવક વિદેશ માં રોકે છે તેની સાથે સ્પર્ધા કરી શકે. એક જાહેરખબર ની વેબ સાઈટ ની કંપની હોવાને લીધે અમારી સીધી સ્પર્ધા ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓ સાથે છે"
રેડ ટેપ ની કપાત અને સરળ કર માણખું એ નાના ઉદ્યોગો માટે સૌથી મોટી બે ચુનૌતી છે.
પણ ડેહ્લોયત કમ્પની ના શ્રી કોટસોપોહલોસ નું કહેવું છે કે આવા બદલાવ ધીમા છે.
" કર માણખા માં સુધાર માટે પરામર્શ પ્રક્રિયાની જરૂર છે તે બાબત ને તથ્યો નો ટેકો છે, આ પ્રશ્ન જ્યાં સુધી ક્યા માર્ગે આગળ વધવું તેનો સ્પષ્ટ આદેશ ન મળે ત્યાં સુધી પાછળ ધકેલવા માં આવે છે. પણ મારું માનવું છે કે દરેક વ્યક્તિ નું કહેવું છે કે કર માણખા માં સુધાર માટે પરામર્શ પ્રક્રિયાની જરૂર છે અને મારું માનવું છે કે દરેક વ્યક્તિ સમજે છે કે તે બદલાવ થશે જ."
જેર્વીસ લીંડી નું કહેવું છે કે આ વધતી જતી માંગણીઓ નો ફક્ત એક જ ભાગ છે.
" હું રાષ્ટ્રીય બ્રોડબેન્ડ નેટવર્ક ને વિસ્તરતું જોવા માંગુ છું. મને લાગે છે કે તે ખૂબ જ ધીમે ધીમે ચાલી રહ્યું છે, અને હું કંઈક તમામ કર્મચારીઓ પર અસર કરે છે તે કૌંસ પગપેસારો વિશે કશુક થાય છે તે જોવા માંગુ છું. અને છેલ્લે, હું સરકાર બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશે ખરેખર ફેર વિચાર કરે તેવું ઈચ્છું છું કેમકે મને નથી લાગતું કે તેઓ વાજબી કર ની ચૂકવણી કરી રહ્યાં છે. "
Share

