Latest

કેટલાક વિસ્તારોમાં 100 વર્ષનું સૌથી ભયાનક પૂર - ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર

ઓસ્ટ્રેલિયામાં પૂરની પરિસ્થિતિ અંગે તાજી માહિતી.

NSW FLOODS

Lismore SES Members prepare for possible flooding in Northern New South Wales. Source: AAP / JASON O'BRIEN/AAPIMAGE

Key Points
  • ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયામાં પૂરની પરિસ્થિતિ
  • VICSES ના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં મરે નદીમાં પૂરની પરિસ્થિતિ યથાવત રહેશે.
  • Weatherzone મુજબ સિડનીએ છેલ્લા 165 વર્ષમાં સૌથી વધુ ભીના ઓક્ટોબરનો સામનો કર્યો
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમીનિક પેરોટેયે રાજ્યના સેન્ટ્રલ વેસ્ટ વિસ્તારમાં પૂરના પાણીમાં 28 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે.

મૃતક મહિલા રવિવારે કારમાં મુસાફરી કરી રહી હતી જ્યાં ગુલગોંગ નજીક તેની કાર પાણીમાં તણાઇ ગઇ હતી..

પ્રીમિયરે લોકોને પૂરના પાણીમાં કાર ન ચલાવવાની વિનંતી કરી છે.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો ચેતવણીને ધ્યાનમાં નહીં લઇને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની સ્ટેટ ઇમર્જન્સી સર્વિસને એક રાત્રીમાં મદદ માટે 482 જેટલી વિનંતી કરવામાં આવી હતી. જેમાં 37 પૂરના પાણીમાં ફસાયેલા લોકોનો સમાવેશ થાય છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં અઠવાડિયાના અંતે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ડબ્બો, લિસ્મોર, ગુનેદાહ અને મોરે વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

પ્રીમિયરે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક વિસ્તારોએ 100 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કર્યો છે. તે વિસ્તારમાં રહેતા લોકો માટે આ મુશ્કેલ સમય છે.

ગ્રીફિથ એરપોર્ટને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યું છે. સ્થાનિક કાઉન્સિલે છેલ્લા 24 કલાકમાં 66 મિલીમીટર વરસાદ નોંધ્યો હતો.
બ્યૂરો ઓફ મીટિયોરોલોજીએ જણાવ્યું છે કે આગામી અઠવાડિયાના અંત સુધીમાં નવી લૉ-પ્રેશર સિસ્ટમ ઉત્પન્ન થશે. જોકે, હવામાનમાં અઠવાડિયાની મધ્યમાં સુધારો થાય તેવી શક્યતા છે.

વિક્ટોરીયામાં પૂરની પરિસ્થિતિ હળવી થઇ રહી છે. પરંતુ રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના ચીફ ઓપરેશન્સ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં પૂરનો ખતરો હજી પણ યથાવત છે.

બ્યૂરોના સિનિયર મીટિયોરોલોજીસ્ટ કેવિન પાર્કિનના જણાવ્યા પ્રમાણે, ઇકુચા તથા કેરાંગમાં લગભગ 30 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં હજી પણ ભારે વરસાદની શક્યતા છે.

પાર્કિને જણાવ્યું હતું કે મંગળવારે ગીપ્સલેન્ડ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી છે.

સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના ચીફ ઓપરેશન્સ ઓફિસરના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સ્વાન હિલ ખાતે ભારે પૂર આવે તેવી શક્યતા છે.
હવામાનની તાજી માહિતી માટે મુલાકાત લો.
તાજા ફેરફારની માહિતી માટે મુલાકાત લો.

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline

Share

Published

Updated

Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service