મરે નદીએ ભયજનક સપાટી વટાવી, રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઓસ્ટ્રેલિયમાં પૂર અને બદલાતા હવામાનની માહિતી.

SA FLOODS

South Australian Premier Peter Malinauskas at Mannum in the Riverland region of South Australia. (file) Source: AAP / MATT TURNER/AAPIMAGE

મરે નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ એડિલેડની પૂર્વ દિશામાં આવેલા વિસ્તાર વોલ્કર ફ્લેટના 15 રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ વિસ્તારનો ગુરુવારે અન્ય વિસ્તારોથી સંપર્ક કપાઇ જાય તેવી શક્યતા છે.

પ્રીમિયર પીટર માલિનૌસ્કાસે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિ યથાવત રહેવાના કારણે નજીકના વિસ્તારોને અસર થઇ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, 1931માં આવેલા પૂર કરતા પાણીનું સ્તર વધી રહ્યું છે પરંતુ, તે 1956માં આવેલા પૂર કરતા હજી ઓછું છે.

floods SA.JPG
Flooding in South Australia. (Google image) Credit: Google

સાઉથ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓના માનવા પ્રમાણે, વોલ્કર ફ્લેટથી 170 કિલોમીટર દૂર આવેલા રેનમાર્કમાં ડીસેમ્બર 24-31ની વચ્ચે પાણીનું સ્તર વધી શકે છે. બેરીમાં ડીસેમ્બર 25થી જાન્યુઆરી 5, વૈકેરીમાં જાન્યુઆરી 1થી 12, સ્વાન રીચમાં 5થી 16 જાન્યુઆરી તથા મરે બ્રિજમાં 6થી 17 જાન્યુઆરી વચ્ચે પાણીના સ્તરમાં વધારો થઇ શકે છે.

સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના વડા ક્રિસ બેટ્ટીએ જણાવ્યું હતું કે, 'જુઓ અને પગલાં લો', ની ચેતવણી Caurnamont, Purnong અને Bowhill વિસ્તારમાં જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી 2-3 દિવસોમાં પાણીનું સ્તર વધી શકે છે.

અત્યાર સુધીમાં 1100 જેટલા મકાનો ડૂબી ગયા છે અને મહિનાના અંત સુધીમાં વધુ 3000 મકાનોને અસર થઇ શકે છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયાના સ્વયંસેવકો સાઉથ ઓસ્ટ્રેલિયા સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના અધિકારીઓને રાહત બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. રાજ્યને ADFની જરૂર પડે તેવી શક્યતા છે.

બદલાતા હવામાનની તાજી માહિતી માટે મુલાકાત લો: 

Bureau of Meteorology

તાજા ફેરફાર વિશે માહિતી મેળવો:

NSW SES

VIC SES 

SA SES

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline


Share

2 min read

Published

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now