ઓસ્ટ્રેલિયાનો ગોલ્ડ કોસ્ટ સમુદ્ર તટ હંમેશા પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર રહ્યું છે. સર્ફિંગ, વિવિધ કાર્યક્રમો અને પાર્ટીનું આયોજન સાથે ખાણીપીણી માટે રેસ્ટોરન્ટસ અને કેફે ની સગવડના લીધે અહીં સતત દેશી - વિદેશી પ્રવાસીઓ આવે છે.
પણ, આ કિનારો ફક્ત દરિયા માટે જ પ્રખ્યાત નથી, અહીં સુંદર નેશનલ પાર્ક પણ છે જે સાબિતી આપે છે કે કુદરતે ઓસ્ટ્રેલિયાને ખુલ્લા દિલ થી આશિષ આપ્યા છે. આ નેશનલ પાર્ક છે સ્પ્રિન્ગબ્રુક નેશનલ પાર્ક, અહીં વિવિધ જૈવિક અને વનસ્પતિઓની જાતિ જોવા મળે છે. આ સાથે પરિવાર સાથે માણી શકાય તેવી પ્રવૃત્તિઓ માટે પણ પૂરતી તક છે.

Source: By Kgbo (Own work) [CC BY-SA 4.0 (http://creativecommons.org/licenses/by-sa/4.0)], via Wikimedia Commons
પાણીના ધોધ
આ નેશનલ પાર્કનો એક ભાગ છે, ગોડવાના રેઇનફોરેસ્ટ. અહીં થોડા પ્રખ્યાત પાણીના ધોધ આવેલ છે. સૌથી લોકપ્રિય છે પરલિંગ બ્રુક ફોલ. આ ધોધ 106 મીટર ઊંચાઈ ધરાવે છે અને વરસાદ દરમિયાન અહીં ખુબ રમણીય દ્રશ્ય રચાય છે. અહીં અન્ય જાણીતા પાણીના ધોધમાં ટ્વીન ફોલ, મોરાન ફોલ અને ગુમુલહરા ફોલ.

Source: By Rod LH (http://www.goldcoastinfo.net/photos/v/hinterland/) [CC BY-SA 2.5 (http://creativecommons.org/licenses/by-sa/2.5)], via Wikimedia Commons
નેચરલ બ્રિજ
આ એક તર્ક છે જેના દ્વારા આપ જંગલની ગુફાઓની ક્રીક અને ધનુષાકાર ગુફાની મુલાકાત લઇ શકો છો અને ઉપરથી પડતા પાણીને ગુફામાંથી જોઈ શકાય છે. આ ગુફાઓ રાતે નાના પ્રકાશ કરતા જંતુઓના કારણે લીલા રંગથી પ્રકાશિત થાય છે. આ સુંદર દ્રશ્ય આખા વર્ષ દરમિયાન જોઈ શકાય છે. અહીં જુરાસિક કાળના અવશેષો પણ જોઈ શકાય છે, જે અંદાજે 180 મિલિયન વર્ષ જુના છે.

Source: By Brizpom (Own work) [CC BY-SA 4.0 (http://creativecommons.org/licenses/by-sa/4.0)], via Wikimedia Commons
લેમિંગટન સ્પીની ક્રેફીશ
જેમ અગાઉ જણાવ્યું તેમ અહીં જૈવિક વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં મોટાભાગે લેમિંગટન સ્પીની ક્રેફીશ નારંગી રંગની જોવા મળે છે. પણ, જો આપ નસીબદાર હોવ તો થોડા ભીનાશ પડતા વાતાવરણમાં અહીં આપ બ્લ્યુ રંગની ક્રેફીશ જોઈ શકશો.

Source: By Tatters ❀ from Brisbane, Australia (Lamington Blue Crayfish) [CC BY-SA 2.0 (http://creativecommons.org/licenses/by-sa/2.0) or CC BY-SA 2.0 (http://creativecommons.org/licenses/by-sa/2.0)], via Wikimedia Commons
પ્રવૃત્તિઓ
- ચાલવું
- નિર્દેશિત ટુર અને વૉક
- પ્રવાસ
- વન્યજીવનને જાણવા - માણવાની પ્રવૃત્તિ
- ઘોડેસવારી
અહીં કેવી રીતે પહોંચશો?
સડકમાર્ગે : અહીં આવવાના બે રસ્તા છે. એક વાયા નેરંગ થઈને અને બીજો વાયા મુળગીરાબા થઈને
જાહેર પરિવહન દ્વારા : અહીં આવવા માટે કોઈ જાહેર પરિવહનના સાધનો નથી. સૌથી નજીકનું ટ્રેન સ્ટેશન છે રોબીના, જે બ્રિસબનના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકને જોડે છે.