વિક્ટોરિયાના સફેદ રેતી ધરાવતા સ્ક્વિકી બીચની ખાસિયત એ છે કે અહીં ચાલતી વખતે અવાજ થાય છે અને આ તીણા અવાજના કારણે આ બીચનું નામ સ્ક્વીકિ બીચ (તીણા અવાજવાળો કિનારો) પડ્યું છે.
પાર્ક વિક્ટોરિયાના તજજ્ઞ જણાવે છે કે, " રેતીના કણો એક પ્રકારે ચાલવાના કારણે તૂટે છે અને આથી આવો અવાજ પેદા થાય છે."
ફિરોઝી પાણી, સફેદ રેતી અને કેશરી પથ્થરો સાથે અદભુત કુદરતી સુંદરતા ધરાવતું આ બીચ વિલ્સન્સ પ્રોમોન્ટરી નેશનલ પાર્કનું સૌથી પ્રતિષ્ઠિત સ્થળ છે.
જો આપને થોડો સાહસી પ્રવૃત્તિનો શોખ હોય તો આ બીચનો ઉત્તર ભાગ આપને ગમશે. અહીં ગ્રેનાઇટનના મોટા પથ્થરોએ એક પ્રકારની ભુલભુલામણી બનાવી છે.

Source: By L sale [Public domain], via Wikimedia Commons
કેશરી રંગની ચટ્ટાનો પરથી ગોધૂલી સમયે સૂર્યાસ્ત જોવાની મજા કંઈક અલગ જ છે.

Source: Creative Commons Attribution 3.0 License
જેમાં ટાઈડલ નદીથી બીચ પર જવાનો રસ્તો વધુ લોકપ્રિય છે. ટાઈડલ નદીના ફૂટબ્રિજથી તટીય પ્રદેશનો અદભુત નજારો જોવા મળે છે.
લીલીપીલી ગલી કારપાર્કથી બીચ સુધીના રસ્તા પર પ્રોમના પશ્ચિમી કિનારાનો નજારો જોવા મળે છે, આ સાથે તટીય છોડ-ફૂલની વિવિધતા પણ માણવા મળે છે.
અહીં કેવી રીતે પહોંચશો
બસ કે ટેક્ષી વડે : - મેલબર્નથી બસ કે ટેક્ષી સેવા અહીં પહોંચવા માટે 3 કલાક જેટલો સમય લગાડે છે. આ માટે આપ Southern Cross Coach to Roo Fuel/Meeniyan - Promontory service નો ઉપયોગ કરી શકો છો.
ગાડી ચલાવીને : મેલબર્નના સેન્ટ કીડલાથી અહીં પહોંચવા માટે ત્રણ કલાક જેટલો સમય લાગે છે.
અહીં આવનાર પ્રવાસીઓ પોતાના અનુભવના વિડીયો શેર કરતા હોય છે, તેવો જ એક અનુભવ વહેંચતો વિડીયો: