ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ સિડની ખાતે શરૂ થઇ ગઇ છે. જોકે, ભારતીય માઇનિંગ કંપની અદાણીનો ઓસ્ટ્રેલિયામાં પ્રવેશનો વિરોધ કરી રહેલા લોકોના કારણે મેચ થોડો સમય અટકાવવી પડી હતી.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાઇ રહેલી પ્રથમ મેચમાં અદાણી કંપનીનો વિરોધ કરવા માટે સેંકડો લોકો જોડાયા હતા.
અને, તેમાંથી એક પ્રદર્શનકારીએ ચાલૂ મેચ દરમિયાન પોસ્ટર સાથે મેદાનની અંદર પ્રવેશ કરી દેતા મેચ થોડો સમય અટકાવવી પડી હતી.
મેચમાં હાજર સુરક્ષાકર્મીઓ તેને મેદાનની બહાર લઇ ગયા હતા.
#StopAdani એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેલ્બર્ન અને કેનબેરામાં પણ વિરોધ પ્રદર્શન યોજાયા હતા.
અગાઉ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને યજમાન ટીમે મજબૂત શરૂઆત નોંધાવી હતી.
ભારતીય સમર્થકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ટીમને ચીયર કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન ઉપસ્થિત રહેલા સમર્થકોના ફોટો

Indian cricket team fans outside the SCG. Source: SBS

Indian cricket team fans outside the SCG. Source: SBS

Cricket fans outside the SCG. Source: SBS

Fans India members outside the SCG. Source: TJ Mistry
Share

