મગની દાળના મસાલા ઢોસા ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે.
સામગ્રી:
- 1 કપ મગની પીળી દાળ
- 1 ચપટી હિંગ (Optional)
- 1/2 કપ ઝીણી સમારેલ ડુંગળી (Optional)
- 1/2 નાની ચમચી આદુ - લસણની પેસ્ટ (Optional)
- 1/2 નાની ચમચી મીઠું અથવા આપના સ્વાદાનુસાર
- 1/2 નાની ચમચી લાલમરચું પાવડર
- 1/2 નાની ચમચી ધાણાજીરું
- 1/2 નાની ચમચી હળદર
- 1/2 કપ પાણી (જરૂર મુજબ વધારી કે ઓછું કરી શકાય)
- તેલ
- એક ચપટી રાઈ અને જીરું (વઘાર માટે)
- 1 ઝીણું સમારેલું લીલું મરચું
- 1/2 કપ ઝીણા સમારેલ ગાજર
- 1/2 ઝીણા સમારેલ કેપ્સિકમ (દરેક રંગના કેપ્સિકમ 1/2 કપ લેવા)
- 100 ગ્રામ પનીર
- કોથમીર સ્વાદાનુસાર
પદ્ધતિ
- એક વાટકામાં મગની દાળને ધોઈ અને પલાળીને મુકવી, સમયાંતરે પાણી બદલી શકાય તો બદલવું. ચાર કપ પાણીમાં દાળને 2-3 કલાક માટે પલાળીને રાખવી. ગરમ પાણીમાં દાળને પલળવાથી દાળ ઝડપથી નરમ થઇ જશે.
- દાળ નરમ થઇ જાય એટલે તેમાંથી પાણી કાઢી તેને કોરી કરવી .
- બ્લેન્ડરમાં 1/2 પાણી અને દાળને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવુંMoong Dal batter Source: Harita Mehta
- આ મિશ્રણ એક મોટા વાસણમાં કાઢી તેમાં મરચું , ધાણાજીરું અને મીઠું ઉમેરવું, જરૂર પડે તે મુજબ પાણી ઉમેરવું. આ મિશ્રણ બહુ ઢીલું કે ઘટ્ટ ન હોવું જોઈએ
- હવે તવીને 8-10 મિનિટ સુધી ગરમ થવા દો. જયારે તવી ગરમ થઇ જાય ત્યારે તેમ થોડું તેલ નાખી તેલને થોડું ગરમ થવા દો.Heat the griddle and grease it Source: Harita Mehta
- હવે તવીમા મિશ્રણ નાખી ઢોસા , ચીલા કે પુડલા બનાવો. With the cooking spoon spread the batter in a circular shape Source: Harita Mehta
- મિશ્રણના એક ભાગને 2 મિનિટ સુધી પકાવો, જરૂર પડે તો થોડું તેલ લગાડવું અને જ્યાં સુધી આ મિશ્રણ પાકી ન જાય ત્યાં સુધી તેને મીડીયમ આંચ પર રાખવું
- હવે આ ઢોસા, ચીલા કે પુડલાને ઉથલાવી બીજી બાજુ પકાવવું .Moong Dal Dosa become golden brown Source: Harita Mehta
- જયારે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થઇ જાય અને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાહ જોવી. આ માટે સામાન્ય રીતે 4-5 મિનિટ થશે. હવે ઢોસા તૈયાર છે.
- ઢોસાનો મસાલો બનાવવા માટે - એક પેનમાં થોડું તેલ લ્યો, તેમાં રાઈ અને જીરું નાખી માધ્મ આંચ પર 30 સેકન્ડ ગરમ કરો. Source: Harita Mehta
- જેવું તળતળ થઇ જાય ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સિકમ અને પનીર નાખી મધ્યમ આંચ પર રાખોCapsicums, Carrot and Paneer Source: Harita Mehta
- આ મિશ્રણમાં લાલ મરચું, હળદર , ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરો અને 2 મિનિટ સુધી અધકચરું પકાવો.Stuffing Source: Harita Mehta
- હવે ઢોસા અને મસાલો બન્ને તૈયાર છે તો ઢોસાની મધ્યમમાં મસાલો મૂકી સેમી સર્કલ કે રોલ બનાવો
- લીલી ચટણી કે ટમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.Source: Harita Mehta