ઓસ્ટ્રેલિયામાં આશરે દર ત્રણમાંથી બે લોકો ક્રિસમસના સમયગાળા દરમિયાન મળતા બોનસને સમર્થન આપી રહ્યા છે.
એક સર્વે અનુસાર, મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે ક્રિસમસના સમયગાળા દરમિયાન મળતું બોનસ 250 ઓસ્ટ્રેલિયન ડોલર કે તેથી વધુ હોવું જોઇએ.
ધ પ્રોગ્રેસિવ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણ પ્રમાણે, મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ સરકાર પાસે વધુ ઉદારનીતિની આશા રાખી રહ્યા છે.
ઇન્સ્ટીટ્યૂટના પોલિસી ડાયરેક્ટર એબોની બેનેટ્ટે જણાવ્યું હતું કે દેશના નાગરિકો પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરે છે અને તહેવારના સમયગાળા દરમિયાન પરિવારના બજેટમાં થોડો વધારો થઇ જાય છે. તેમાં પણ ન્યૂસ્ટાર્ટ એલાઉન્સ મેળવનારા લોકો માટે પરિસ્થિતી વધુ ખરાબ બને છે.

Source: Getty Images
બોનસનો વિરોધ
જે ઓસ્ટ્રેલિયન્સ વાર્ષિક 2 લાખ ડોલરથી વધુની કમાણી કરે છે તેઓ આ બોનસ સિસ્ટમનો વિરોધ પણ કરી રહ્યા છે.
જોકે, બીજી તરફ ત્રણમાંથી બે ઓસ્ટ્રેલિયન્સ બોનસને સમર્થન આપી રહ્યા છે. 40 હજાર ડોલરથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દર ચારમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયન્સ પણ બોનસના પક્ષમાં છે.
લગભગ 30 ટકા ઓસ્ટ્રેલિયન્સે 500 ડોલર કે તેથી વધારેના બોનસને સમર્થન આપ્યું છે જોકે, મોટાભાગના લોકો 250 ડોલરના પક્ષમાં છે.
ગઠબંધન અને વન નેશનના સમર્થકોએ રોકડ બોનસના વધુ પ્રતિસાદ આપ્યો નહોતો.
Share

