હાલમાં જાહેર થયેલ સરકારી અહેવાલ માં જણાવાયું છે કે સિડનીના પ્રખ્યાત કુજી બીચ પર થયેલ પાણીમાંના ફિકલ બેક્ટેરિયા અને પાણીની ગુણવત્તાના પરીક્ષણમાં સફળ નથી રહ્યો.આ પરીક્ષણમાં સફળ ન થનાર અન્ય દસ બીચ પણ છે.
વર્ષ 2015- 2016 ના અહેવાલ મુજબ સિડનીના બીચના પાણીમાં મળમાં મળતા બેક્ટેરિયાનું પ્રમાણ વધુ છે.
રિપોર્ટમાં આ દુષણ માટે વધુ વરસાદને મુખ્ય કારણ માનવામાં આવે છે.
કુજી અને મલબાર બીચને સારા ગુણાંક શ્રેણી થી નબળા ગુણાંક ની શ્રેણી આપવામાં આવી છે. આમ થવા પાછળ અહીંના પાણીમાં વધુ ફિકલ દુષણ અને નબળી માઇક્રોબિયલ પાણી ગુણવત્તા જવાબદાર છે.
એપ્રિલ મહિનામાં ગટરનું પાણી લીક થવાની સંભાવના બાદ કુજી બીચ બંધ કરી દેવાયો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે પાણીની ગુણવત્તા સૂકા વાતાવરણમાં યોગ્ય હતી. પણ વરસાદના કારણે તેમાં અસર થઇ છે અને વરસાદ પાડવાના 3 દિવસ સુધી તેમાં સ્વિમિંગ ન કરવા આગ્રહ કરવામાં આવ્યો છે.
સિડનીના સૌથી દુષિત બીચ તરીકે પાંચ વર્ષ થી બોટની બે નો ફોરશોર બીચ રહ્યો છે.
રાજ્ય કક્ષાએ નિરક્ષણ હેઠળની 248 તરણની જગ્યાઓ પૈકી 83% જગ્યાઓ પર પાણીની ગુણવત્તા સારી અથવા ખુબ સારી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર વડે નિરક્ષિત 60% તળાવ અને સરોવરોની પાણીની ગુણવત્તા નબળી છે.
ઈલ્લવારા અને દક્ષિણ કિનારાના પ્રદેશમાં પાણીની ગુણવત્તા શ્રેષ્ઠ ગુણાંકથી નજીક નોંધાઈ હતી.
Share

