પર્મેનન્ટ રેસીડેન્સીની તક પૂરી પાડતા ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસા વિશેની તમામ જરૂરી માહિતી

વિશ્વના મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કરી શકાય છે, ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસા કાર્યક્રમ અંતર્ગત, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી વેપાર – ઉદ્યોગો અહીં યોગ્ય ઉમેદવાર ન શોધી શકે તો વિદેશથી કર્મચારીને સ્પોન્સર કરી શકે છે.

skilled worker, female chef, skilled migration

Source: Getty Images/James Braund

હાઇલાઇટ્સ

  • આ વિસા ત્રણ શ્રેણીમાં ઉપલબ્ધ છે, શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ
  • માન્યતા પ્રાપ્ત બિઝનેસ જો સ્પોન્સર કરે તો તેનો નિર્ણય લગભગ પાંચ દિવસમાં આવે છે.
  • આ વિસા હેઠળ કાર્યનો અનુભવ ફરજિયાત છે.

ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસા અંતર્ગત (Subclass 482) ઓસ્ટ્રેલિયામાં સ્થાયી અને કાર્યરત જે વેપાર – ઉદ્યોગો અહીં યોગ્ય પ્રતિભા ધરાવતા ઉમેદવારને ન શોધી શકે તો તેઓ વિદેશથી ઉમેદવારને સ્પોન્સર કરી શકે છે.

AJ Legal Australia ના માઇગ્રેશન એજન્ટ અને સોલિસીટર જ્યુડીટ અલ્બેઝે જણાવ્યું હતું કે વિદેશથી કોઇ ઉમેદવારનો સ્પોન્સર કરવો હોય તો તેના ત્રણ તબક્કા છે.

પ્રથમ નોકરીદાતાએ સ્પોન્સરશીપ કરવી પડે છે.
skilled worker, female worker, skilled migration
Source: Getty Images/Hidn20 Imagery

ઓસ્ટ્રેલિયન માઇગ્રેશન અને એમ્પ્લોઇમેન્ટના કાયદા સાથે યોગ્ય સંબંધ ધરાવતા તથા કાયદાકિય રીતે ઓસ્ટ્રેલિયામાં કાર્યરત હોય તેવા વેપાર – ઉદ્યોગ સ્પોન્સપશીપ કરી શકે છે.

સ્પોન્સરશીપની એપ્લિકેશન 420 ઓસ્ટ્રેલિયન ડોલર છે. અને તેની અવધિ વિસા મળ્યા તે દિવસથી આગામી પાંચ વર્ષ સુધીની હોઇ શકે છે.

વધારાની ફી ચૂકવ્યા વિના પણ વેપાર – ઉદ્યોગ સ્પોન્સર કરી શકે છે અને ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસાની પ્રક્રિયાનો સમય પણ પાંચ દિવસ જેટલો કરી શકાય છે.

વિદેશથી કારીગરને સ્પોન્સર કરવાનો બીજો તબક્કો છે નોમિનેશન

નોમિનેશન એટલે કે માન્યતા પ્રાપ્ત સ્પોન્સર ખાલી સ્થાન ભરી શકે છે.

ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટ સ્થાનિક કારીગરને નોકરી આપવા બાબતે વેપાર – ઉદ્યોગ કટિબદ્ધ છે કે કેમ તે તપાસી શકે છે.

એટલે જ નોકરીદાતાએ રાષ્ટ્રીય સ્તરના બે માધ્યમો પર જાહેરાત આપવી જરૂરી છે. જો તેમ છતાં પણ તેઓ સ્થાનિક બજારમાંથી કર્મચારી શોધી શકતા નથી તો જ તેઓ વિદેશથી કર્મચારીને નોકરી આપી શકે છે.

skilled workers, farm Australia, skilled migration
Government analyst ABARES has predicted a 15 to 25 per cent jump in the price of some fresh fruit and vegetables owing to a labour shortage. Source: Getty Images/pixdeluxe

અલ્બેઝના જણાવ્યા પ્રમાણે, ત્રીજા અને અંતિમ તબક્કામાં વિદેશી કર્મચારી વિસા માટે અરજી કરે છે.

બંને, કર્મચારી અને નોકરીદાતા વિસા માટે અરજી કરે છે.

અલ્બેઝ જણાવે છે કે, વિસા માટે અરજી કર્યા અગાઉ વેપાર – ઉદ્યોગોએ સ્પોન્સરશીપની મંજૂરી તથા સરકાર દ્વારા જે – તે સ્થાનની ભરતી માટેનું નોમિનેશન મેળવવું પણ જરૂરી છે.

જો સ્પોન્સરશીપ કે નોમિનેશન નિષ્ફળ જાય તો વિસાની અરજી પણ નિષ્ફળ જાય છે.

અરજીકર્તાએ અંગ્રેજી ભાષાની લઘુત્તમ લાયકાત મેળવવી જરૂરી છે, આ ઉપરાંત, આરોગ્ય અને ચરિત્ર તથા તેમના વ્યવસાયમાં સ્કીલ એસેસમેન્ટ પણ થયેલું હોવું જરૂરી છે.

આ ઉપરાંત, તેમણે તેમના જ વ્યવસાયમાં અથવા તેની નજીકના વ્યવસાયમાં ફૂલ ટાઇમ અનુભવ મેળવ્યો હોવો જોઇએ. કેઝ્યુઅલ કાર્યને માન્યતા પ્રાપ્ત નથી. જોકે, પાર્ટ ટાઇમ અનુભવ ગણતરીમાં લેવાઇ શકે છે.

skilled worker, female nurse, skilled migration
Source: Getty Images/JohnnyGreig

ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસાના ત્રણ પ્રકાર છે. – શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ.

શોર્ટ ટર્મ સ્ટ્રીમ

આ પ્રવાહ શોર્ટ ટર્મ સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં આવતા વ્યવસાયો માટે છે.

ડીપાર્ટમેન્ટ આ પ્રવાહ હેઠળ વિસાની પ્રક્રિયા 50 દિવસની અંદર પૂરી કરે છે. તેની કિંમત 1265 ઓસ્ટ્રેલિયન ડોલર છે.

શોર્ટ ટર્મ સ્ટ્રીમમાં વિદેશથી આવનારા કર્મચારી બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં નોકરી કરી શકે છે. આ વિસા પર્મેનન્ટ રેસીડેન્સીની તક પૂરી પાડતા નથી અને તે એક જ વખત રીન્યૂ કરી શકાય છે.

મીડિયમ ટર્મ સ્ટ્રીમ

આ પ્રવાહ હેઠળ અરજી કરવા માટે, વિદેશી કર્મચારી મીડિયમ અને લોંગ ટર્મ સ્ટ્રેટીજીક સ્કીલ લિસ્ટમાં આવતા વ્યવસાયમાં કાર્ય કરતો હોવો જોઇએ.

આ વિસાની ફી 2645 ઓસ્ટ્રેલિયન ડોલર છે અને તેનો નિર્ણય 60 દિવસની અંદર આવી જાય છે.

આ પ્રવાહ અંતર્ગત, વિદેશી આવનારા કર્મચારી ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે અને જો લાયક હોય તો પર્મેનન્ટ રેસીડેન્સી માટે અરજી કરી શકે છે.

લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ

લેબર એગ્રીમેન્ટ એ ઓસ્ટ્રેલિયન સરકાર અને ઉદ્યોગોની વચ્ચેનો કરાર છે જેમાં પ્રતિભાશાળી કર્મચારીઓની અછત હોય છે.

જે ઉદ્યોગોમાં લેબર એગ્રીમેન્ટ હોય છે તે ડેરી, ફિશીંગ, મીટ, ધર્મના પૂજારી, પોર્ક, રેસ્ટોરન્ટ્સ, એડવર્ટાઇઝીંગ અને હોર્ટીકલ્ચર છે.

આ વિસાની ફી 2645 ઓસ્ટ્રેલિયન ડોલર છે, લેબર કરારને ધ્યાનમાં રાખીને અરજીકર્તા ચાર વર્ષ સુધી રહી શકે છે.

આ ત્રણેય પ્રવાહમાં અરજીકર્તા તેમના પરિવારજનોને સામેલ કરી શકે છે, જોકે, તેમણે આરોગ્ય અને ચરિત્રની શરતોનું પાલન કરવું જરૂરી છે. પરિવારના તમામ સભ્યોએ ઓસ્ટ્રેલિયામાં તેમના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી હોવાથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો આવશ્યક છે.

સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ અંગે સરકારની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકાય છે.

ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા લોકો અને પરિવારજનોને શું ખરેખર આ દેશમાં રહેવાની પરવાનગી મળશે કે તેમને વતન પરત મોકલવામાં આવશે તે અંગે સૌ પ્રથમ વખત એક ડોક્યુમેન્ટ્રી શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 4 x 1 કલાકની ટીવી શ્રેણીમાં પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી કરનારા 13 લોકો અને તેમના પરિવારજનોની કહાની દ્વારા ઓસ્ટ્રેલિયાની જટિલ, આકરી અને સતત બદલાતી ઇમિગ્રેશનની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

Who Gets to Stay in Australia?

1લી જુલાઇ 2020 બુધવારથી SBS અને On Demand પર શરૂ થઇ રહી છે.


Share

4 min read

Published

By Josipa Kosanovic

Presented by SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now